Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • May
  • ઈમ્પોર્ટ એક્સપોર્ટના વેપારી સાથે ઠગાઈ:સરથાણાના વેપારીના 94 લાખની ક્રેડિટ રિબેટમાંથી અજાણ્યા ઠગે 54.25 લાખ સેરવી લીધા, સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાઇ
  • BUSINESS
  • ENTERTAINMENT
  • GUJARAT

ઈમ્પોર્ટ એક્સપોર્ટના વેપારી સાથે ઠગાઈ:સરથાણાના વેપારીના 94 લાખની ક્રેડિટ રિબેટમાંથી અજાણ્યા ઠગે 54.25 લાખ સેરવી લીધા, સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાઇ

Real May 18, 2023 1 minute read
s57nrcs0
Spread the love

સરથાણા જકાતનાકા વિસ્તારમાં રહેતા અને ઈમ્પોર્ટ એક્સપોર્ટનો વેપાર કરતા વેપારીને ઠગબાજ ઈસમ ભેટી ગયો હતો. ભેજાબાજ ઈસમે વેપારીની ફર્મના નામે ડુપ્લીકેટ દસ્તાવેજા બનાવી આઈસગેટ પોર્ટલ ઉપ૨ રજીસ્ટ્રેશન કરાવી વેપારીનો માલ ઈમ્પોર્ટ કરવા બદલ સરકાર તરફથી સ્કીમ હેઠળ મળેલા રૂપિયા 95 લાખમાંથી 54 લાખ ટ્રાન્સફર કરી છેતરપિંડી કરી હતી. જોકે, બાદમાં વેપારીને જાણ થતા તેઓએ આ અંગે સાયબર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

સરકાર તરફથી મળતી ક્રેડિટ હડપ કરી ગયો
સરથાણા જકાતનાકા શુકન બંગ્લોઝ પાસે રીવરપેન્ટા સ્કાય ખાતે રહેતા 30 વર્ષીય વિજય વિઠ્ઠલભાઈ રામાણી મોટા વરાછા ખાતે શારદા કોર્પોરેશન ફર્મના નામે ઓફિસ ધરાવી ઈમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો કરે છે. દરમિયાન ગત તા. 12 સપ્ટેમ્બર 2022થી 28 નવેમ્બર 2022 સુધીમાં અજાણ્યા ભેજાબાજે વિજયભાઈની સરકાર તરફથી મળતી ક્રેડિટ હડપ કરી ગયો હતો. ઠગબાજ દ્વારા વિજયભાઈની ફર્મના અને તેના નામના બનાવટી દસ્તાવેજો બનાવ્યા હતા.

ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ બનાવ્યા
ઠગબાજ આ દસ્તાવેજના આધારે ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ બનાવ્યા હતા. બાદમાં તેનો આઈસ ગેટ પોર્ટલ ઉપર ફર્મને રજીસ્ટ્રેશન કરાવી તેમાં વેપારી વિજય રામાણીના નામનું ઈ-મેઈલ આઈડી બનાવીને રજીસ્ટર કરાવી દીધું હતું અને તેમાં ભેજાબાજે પોતાનો મોબાઈલ નંબર આપ્યો હતો. ત્યારબાદ ભેજાબાજે વિજય રામાણીના ઈમ્પોર્ટ અને એક્ષપોર્ટ કોડનો ઉપયોગ કરી વિજય રામાણીને માલના એક્સપર્ટ કરવા બદલ ભારત સરકાર દ્વારા રિબેટ ઓફ સ્ટેટ એન્ડ સેન્ટ્રલ ટેક્સીસ એન્ડ લેવિસ સ્કીમ હેઠળ અલગ અલગ 7 ઈ સ્ક્રિપ્સના રૂપિયા 92,42,831 આપવામાં આવ્યા હતા. જેમાંથી બારોબાર 4 ઈ-સ્ક્રીપ્સના રૂપિયા 54,25,767 અન્ય ઈમ્પોર્ટ અને એક્ષપોર્ટ કોડ ધારકોને ટ્રાન્સફર કરી અને યુટીલાઈઝ કરી છેતરપિંડી કરી હતી.

ભેજાબાજને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા
બનાવ અંગે વિજય રામાણીએ સાયબર સાયબર પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો અને સમગ્ર બાબતની સાયબર ક્રાઈમ પોલીસમાં વિજયભાઈ રામાણીએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી અને મોબાઈલ નંબરના આધારે ભેજાબાજને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: ચેમ્બરના કારકિર્દી માર્ગદર્શન મહોત્સવમાં વનિતા વિશ્રામ મહિલા યુનિવર્સિટીના પ્રાધ્યાપકોએ વિદ્યાર્થીઓને વિવિધ કોર્સિસની જાણકારી આપી
Next: સુરત એરપોર્ટની સુવિધામાં વધારો:એરપોર્ટ પર ટર્મિનલ બિલ્ડિંગ વિસ્તૃતીકરણની કામગીરી 94% પૂર્ણ, બિલ્ડિંગ બન્યા બાદ દર કલાકે 1800 મુસાફરોની અવરજવર થશે

Related Stories

સ્ટેજ.JPG
  • GUJARAT

સહકારથી સમૃદ્ધિ એ સૂત્ર નથી તેમાં આર્થિક વિકાસનું દર્શન છે. – કાનજી ભાલાળા

Real October 29, 2026
WhatsApp Image 2026-10-29 at 7.00.11 PM (1)
  • BUSINESS
  • GUJARAT

વરાછા બેંક દ્વારા આંતરરાષ્ટ્રીય સહકારી પરિષદમાં ડિરેક્ટર તરીકે નિમણૂક પામવા બદલ માનનીય શ્રી દિલીપભાઈ સંઘાણીનું સન્માન

Real October 29, 2026
WhatsApp Image 2026-10-02 at 3.04.52 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંક અને સુરત જ્વેલરી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે સાયબર સિક્યુરિટી અવેરનેસ સેમિનાર યોજાયો

Real October 2, 2026

Recent Post

  • સ્ટેજ.JPGસહકારથી સમૃદ્ધિ એ સૂત્ર નથી તેમાં આર્થિક વિકાસનું દર્શન છે. – કાનજી ભાલાળા
    In GUJARAT
  • WhatsApp Image 2026-10-29 at 7.00.11 PM (1)વરાછા બેંક દ્વારા આંતરરાષ્ટ્રીય સહકારી પરિષદમાં ડિરેક્ટર તરીકે નિમણૂક પામવા બદલ માનનીય શ્રી દિલીપભાઈ સંઘાણીનું સન્માન
    In BUSINESS, GUJARAT
  • WhatsApp Image 2026-10-02 at 3.04.52 PMવરાછા કો-ઓપ. બેંક અને સુરત જ્વેલરી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે સાયબર સિક્યુરિટી અવેરનેસ સેમિનાર યોજાયો
    In BUSINESS
  • WhatsApp Image 2026-07-18 at 6.46.10 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In BUSINESS
  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT

You may have missed

સ્ટેજ.JPG
  • GUJARAT

સહકારથી સમૃદ્ધિ એ સૂત્ર નથી તેમાં આર્થિક વિકાસનું દર્શન છે. – કાનજી ભાલાળા

Real October 29, 2026
WhatsApp Image 2026-10-29 at 7.00.11 PM (1)
  • BUSINESS
  • GUJARAT

વરાછા બેંક દ્વારા આંતરરાષ્ટ્રીય સહકારી પરિષદમાં ડિરેક્ટર તરીકે નિમણૂક પામવા બદલ માનનીય શ્રી દિલીપભાઈ સંઘાણીનું સન્માન

Real October 29, 2026
WhatsApp Image 2026-10-02 at 3.04.52 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંક અને સુરત જ્વેલરી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે સાયબર સિક્યુરિટી અવેરનેસ સેમિનાર યોજાયો

Real October 2, 2026
WhatsApp Image 2026-07-18 at 6.46.10 PM
  • BUSINESS

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real July 19, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.