Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • July
  • 1500 ફૂટ ઊંચેથી ગુજરાતના ગ્રીન સિટીનો ડ્રોન નજારો:રાજ્યનું પાટનગર ચોમાસામાં સોળે કળાએ ખીલી ઊઠ્યું, એક ક્લિક પર વાદળોની ઉપરથી પ્રાકૃતિક સૌંદર્યની મજા માણો
  • TECH

1500 ફૂટ ઊંચેથી ગુજરાતના ગ્રીન સિટીનો ડ્રોન નજારો:રાજ્યનું પાટનગર ચોમાસામાં સોળે કળાએ ખીલી ઊઠ્યું, એક ક્લિક પર વાદળોની ઉપરથી પ્રાકૃતિક સૌંદર્યની મજા માણો

Real July 10, 2023 1 minute read
brx8qaqn
Spread the love

ચોમાસામાં ગુજરાતનાં ઘણાં એવાં સ્થળો છે જ્યાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠે છે. ગાંધીનગરમાં પણ ચોમાસું બરાબરનું જામ્યું છે. ત્યારે ગુજરાતના ગ્રીન સિટીથી જાણીતા ગાંધીનગરનો 1500 ફૂટ ઊંચાઈથી કેમેરામાં કંડારેલ એરિયલ વ્યૂ સામે આવ્યો છે. ગાંધીનગરનાં પૂર્વ કોર્પોરેટર પ્રવીણાબેન કનુભાઈ દરજીનો પુત્ર નરેશ તેમજ ભત્રીજો નિશાંત દરજીએ દિવ્ય ભાસ્કર ડિજિટલના વાંચકો માટે ખાસ ગાંધીનગરનો આહ્લાદક ડ્રોન નજારો મોકલી આપ્યો છે. 1500 ફૂટ ઊંચાઈથી એરિયલ વ્યૂ નજારો જોતા સિમેન્ટ કોંક્રીટનાં જંગલોની વચ્ચે ગાંધીનગરની હરિયાળી સોળે કળાએ ખીલી ઊઠી છે.

જમીનની સપાટીથી 1000થી 1200 ફૂટની ઊંચાઇથી વાદળો આવી જાય છે
ગાંધીનગરની જમીનની સપાટીથી 1000થી 1200 ફૂટની ઊંચાઇથી વાદળો આવી જાય છે. એ વાદળોની ઉપરથી પ્રાકૃતિક સૌદર્યથી સોળે કળાએ ખીલી ઊઠેલા ગાંધીનગરનો વીડિયો શૂટ કરવામાં આવ્યો છે. શહેરના સરગાસણ તળાવ, જ-રોડ, ગાંધીનગર બાયપાસ રોડ તેમજ સરગાસણ ચાર રસ્તાનો ડ્રોન નજારો કેમેરામાં કેદ કરવામાં આવ્યો છે.

સરકારી નિયમ મુજબ 250 ગ્રામ વજન ધરાવતા ડ્રોન ઉડાડવાની પરમિશન
વ્યવસાયે ડિજિટલ માર્કેટિંગનો બિઝનેસ કરતાં નિશાંત દરજીને ફોટોગ્રાફીનો પણ બહુ શોખ છે. ત્યારે પૂર્વ કોર્પોરેટર પ્રવીણાબેન દરજીનો પુત્ર નરેશ ગૂગલ લોકલ ગાઈડ તરીકે બે વખત એવોર્ડ મેળવી ચૂક્યો છે. આ અંગે નરેશ દરજીએ કહ્યું હતું કે, ચોમાસાની ઋતુમાં ગાંધીનગર સોળે કળાએ ખીલી ઊઠયું છે. જેનો 1500 ફૂટ જેટલી ઊંચાઈથી એરિયલ વ્યૂ નજારો ખરેખર આહ્લાદક છે. વધુમાં નરેશ દરજીએ ઉમેર્યું હતું કે, સરકારી નિયમ મુજબ 250 ગ્રામ વજન ધરાવતા ડ્રોન ઉડાડવાની પરમિશન છે. પરંતુ નો ફ્લાય ઝોનમાં ડ્રોન ઉડાડી શકાય નહીં. આ ફોટોશૂટ 249 ગ્રામ વજનના “DJI mavic mini” ડ્રોનથી કરવામાં આવ્યું છે.

ગાંધીનગર જિલ્લામાં આશરે દોઢ લાખથી વધુ વૃક્ષો ગાંધીનગર જિલ્લામાં આશરે દોઢ લાખથી વધુ વૃક્ષોની સંખ્યા નોંધાયી છે. જ્યારે ગાંધીનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં 5 વર્ષમાં 18241 વૃક્ષો કાપી નાખવામાં આવ્યાં છે.​ ગ્રીન ગાંધીનગરની ઓળખને સુદૃઢ કરવા માટે ચાલુ વર્ષ 2023-24 માટે સુચારું આયોજન કરવામાં આવ્યું છે. ગ્રીન ગાંધીનગર બનાવવા માટે સ્ટ્રિપ પ્લાન્ટેશન અંતર્ગત 10 હેક્ટર જમીનમાં 8 હજાર રોપાઓનું વાવેતર કરવામાં આવશે. તેમજ પ્લોટેશન( CAMPA) અંતર્ગત 20 હેક્ટર જમીનમાં 22 હજાર 220 રોપાઓનું વાવેતર કરવામાં આવશે. આ ઉપરાંત પર્યાવરણ મોડલ અંતર્ગત 5 હેક્ટર જમીનમાં 5 હજાર 555 રોપાઓનું, વન કવચ થીમ અંતર્ગત 9.9 હેક્ટર જમીનમાં 1 લાખ રોપાઓનું વાવેતર કરવામાં આવશે. તેની સાથે અર્બન ફોરેસ્ટ મોડલ અંતર્ગત 1 હેક્ટર જમીનમાં 2 હજાર રોપાઓનું વાવેતર કરવામાં આવનાર છે.

સરગાસણ તળાવ પાસેનો રોડ
સરગાસણ તળાવ પાસેનો રોડ

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: મોંઘાં ટામેટાં ચોરના ધ્યાને ચડ્યાં:લ્યો બોલો… દૂધ, બટાટા બાદ ટામેટાં ચોરાયા, સુરતની કાપોદ્રા શાકભાજી માર્કેટમાંથી 150 કિલો ટામેટાંની ચોરી કરતો તસ્કર CCTVમાં કેદ
Next: જીવના જોખમે આવી મોજ મસ્તી મોંઘી ન પડે!:સુરતમાં તાપી નદીનું સ્તર વધતા કોઝ-વે વાહનો માટે બંધ, બંદોબસ્તનો અભાવ, છૂટો દોર મળતા લોકો સેલ્ફી લેવા ઊમટ્યા, પોલીસની પેટ્રોલિંગની વાત હવામાં

Related Stories

WhatsApp Image 2024-05-30 at 5.12.08 PM
  • GUJARAT
  • TECH

માણસ આઈ.ટી ક્રાંતિની સાથે બદલાશે નહિ, તો તે અભણ ગણાશે. – થર્સ-ડે થોટ્

Real May 30, 2024
5
  • AZAB-GAZAB
  • GUJARAT
  • TECH

પૈસા, પદ કે પ્રતિષ્ઠા કરતા ચારિત્ર વધુ મુલ્યવાન છે. – કાનજીભાઈ ભાલાળા થર્સ-ડે થોટ્સ

Real December 14, 2023
xf3q9ecd
  • TECH

નશાકારક દવા વેચાણ કરનાર પર તવાઈ:ઉધનામાં ગેરકાયદે નશાકારક સીરપનું વેચાણ કરનાર મેડિકલ સ્ટોર પર પોલીસે ડમી ગ્રાહક મોકલી ઝડપી પાડયો, 250 સીરપ બોટલો કબ્જે કરી

Real August 7, 2023

Recent Post

  • સ્ટેજ.JPGસહકારથી સમૃદ્ધિ એ સૂત્ર નથી તેમાં આર્થિક વિકાસનું દર્શન છે. – કાનજી ભાલાળા
    In GUJARAT
  • WhatsApp Image 2026-10-29 at 7.00.11 PM (1)વરાછા બેંક દ્વારા આંતરરાષ્ટ્રીય સહકારી પરિષદમાં ડિરેક્ટર તરીકે નિમણૂક પામવા બદલ માનનીય શ્રી દિલીપભાઈ સંઘાણીનું સન્માન
    In BUSINESS, GUJARAT
  • WhatsApp Image 2026-10-02 at 3.04.52 PMવરાછા કો-ઓપ. બેંક અને સુરત જ્વેલરી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે સાયબર સિક્યુરિટી અવેરનેસ સેમિનાર યોજાયો
    In BUSINESS
  • WhatsApp Image 2026-07-18 at 6.46.10 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In BUSINESS
  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT

You may have missed

સ્ટેજ.JPG
  • GUJARAT

સહકારથી સમૃદ્ધિ એ સૂત્ર નથી તેમાં આર્થિક વિકાસનું દર્શન છે. – કાનજી ભાલાળા

Real October 29, 2026
WhatsApp Image 2026-10-29 at 7.00.11 PM (1)
  • BUSINESS
  • GUJARAT

વરાછા બેંક દ્વારા આંતરરાષ્ટ્રીય સહકારી પરિષદમાં ડિરેક્ટર તરીકે નિમણૂક પામવા બદલ માનનીય શ્રી દિલીપભાઈ સંઘાણીનું સન્માન

Real October 29, 2026
WhatsApp Image 2026-10-02 at 3.04.52 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંક અને સુરત જ્વેલરી એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે સાયબર સિક્યુરિટી અવેરનેસ સેમિનાર યોજાયો

Real October 2, 2026
WhatsApp Image 2026-07-18 at 6.46.10 PM
  • BUSINESS

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real July 19, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.