Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2024
  • April
  • સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સમાજ તરફથી કિરણ મહિલા ભવનનું રવિવારે ભૂમિપૂજન
  • GUJARAT

સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સમાજ તરફથી કિરણ મહિલા ભવનનું રવિવારે ભૂમિપૂજન

Real April 11, 2024
WhatsApp Image 2024-04-10 at 6.04.31 PM
Spread the love

સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી ૫૦૦ બહેનો માટે સુવિધાયુક્ત હોસ્ટેલ અને અન્ય પ્રવૃતિઓ માટે કિરણ મહિલા ભવનનું રવિવારે ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત સમારોહ યોજાનાર છે. વાલક જંકશન નજીક, આઉટર રીંગ રોડ, કામરેજ રોડ ખાતે ૨૫૦૦ ચો.વાર જમીન ઉપર અંદાજે ૬૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર ભવનનું તા. ૧૪/૦૪/૨૦૨૪ રવિવારે સવારે ૯ કલાકે પદ્મભૂષણ પુ. સ્વામી સચ્ચિદાનંદજી ની ઉપસ્થિતિમાં દાતાઓના હસ્તે ભૂમિપૂજન થશે.

સૌરાષ્ટ્રવાસી પટેલ સમાજનું એક સ્વપ્ન હતું કે, સુરતમાં ભાઈઓ અને બહેનો માટે હોસ્ટેલ, તથા અતિથિ ગૃહ અને પાટીદાર ગેલેરી સહિત વિવિધ પ્રવૃત્તિઓ માટે સુવિધાઓ ઊભી થાય. ગત તારીખ ૧૫/૧૦/૨૦૨૧ વિજય દશમી ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચુઅલ ઉપસ્થિતિમાં ભૂમિપૂજન થયું હતું. ૧000 ભાઈઓ માટે હોસ્ટેલ તથા ૧00 વ્યક્તિઓ સુધીનું અતિથિ ગૃહ સહિતની સુવિધા માટે 3 લાખ ચોરસ ફૂટ નું નિર્માણ કાર્ય પૂરું થયું છે. જમનાબા ભવન અને રાધાબેન ઘેલાણી અતિથી ભવનનું દિવાળી સુધીમાં લોકાર્પણ થનાર છે. હવે હોસ્ટેલે ફેઝ-૨ એટલે કે બહેનો માટે હોસ્ટેલ કિરણ મહિલા ભવનનું નિર્માણ કાર્ય શરૂ થનાર છે. ૯૦ કરોડના ખર્ચે ૨ લાખ ચોરસ ફુટ નો બાંધકામ થશે. સૌરાષ્ટ્રવાસીઓનું સ્વપ્ન સાકાર થઈ રહ્યાનું સર્વને ગૌરવ છે.

હીરા ઉદ્યોગ ના અગ્રણી કંપની કિરણ જેમ્સના શ્રી વલ્લભભાઈ લખાણી તેમના બંધુ શ્રી બાબુભાઈ, શ્રી માવજીભાઈ તથા લાભુભાઈ વગેરે લખાણી પરિવારના માતબાર સહયોગથી મહિલા હોસ્ટેલનું કિરણ મહિલા ભવન નામકરણ થયું છે. આ ભવનમાં બહેનોને રોજગારી માટે તૈયાર કરવા અને પ્રોત્સાહિત કરવા માટે જે. કે. સ્ટાર કંપનીના શ્રી શૈલેષભાઈ લુખી અને નંદેશભાઈ લુખી પરિવાર તરફથી જે. કે. સ્ટાર મહિલા રોજગાર તાલીમ કેન્દ્ર નામકરણ થયું છે. જે એકલારા ગ્રુપના શ્રી જયંતીભાઈ વિરજીભાઈ બાબરીયા પરિવાર તરફથી વાંચનાલયનું નામ સૌજન્ય પ્રાપ્ત થયું છે મુંબઈથી શ્રીહરિ ઇમ્પેક્ષ ગ્રુપના શ્રી મનુભાઈ નાગજીભાઈ જીયાણી તરફથી ભોજનાલય નામકરણ માટે સહયોગ મળેલ છે.
ગોપિન ગ્રુપના શ્રી લવજીભાઈ બાદશાહના અધ્યક્ષ સ્થાને યોજાનાર સમારોહમાં આલીધ્રા ગ્રુપના શ્રી હંસરાજભાઈ ગોંડલીયા તથા શ્રી ચંદ્રકાંતભાઈ ગોંડલીયાના વરદ હસ્તે ખાતમુહૂર્તવિધિ થશે. સમારોહની શરૂઆત દીપ પ્રાગટ્ય વિધિ ગંગા સ્વરૂપ બહેનો કરશે. આદરણીય સમજુબેન દેવજીભાઈ ભટવદરવાળા, જયાબેન, જે.બી. ઠેસીયા, લીલીબેન બટુકભાઈ પટોળીયા (વૈશાલી જેમ્સ) તથા પૂર્વ પ્રમુખ કે. ડી. વાઘાણીના ધર્મપત્ની શારદાબેનના હસ્તે કાર્યક્રમનો શુભારંભ થશે.

કેન્દ્રીય મંત્રીશ્રી દર્શનાબેન જરદોષ, રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા તથા મેયરશ્રી દક્ષેશભાઈ કે. માવાણી, ધારાસભ્ય કિશોરભાઈ કાનાણી, ધારાસભ્ય વિનુભાઈ મોરડીયા, ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી અને ધારાસભ્ય શ્રી કાંતિભાઈ બલર અને મનપા વિપક્ષનેતા કુ. પાયલબેન સાકરીયા સહિત રાજસ્વી મહેમાનશ્રીઓ ઉપસ્થિત રહેશ.

સુરતમાં ૧૨ લાખથી વધુ વસ્તી ધરાવતા સૌરાષ્ટ્ર પાસે પટેલ સમાજના યુવાધનો માટે હોસ્ટેલ નિર્માણ થશે. ઘણી વસ્તી હોવા છતાં અતિથિગૃહની સુવિધા ન હતી આ સુવિધા નિર્માણ એ સૌરાષ્ટ્રવાસી પટેલ સમાજનું સ્વપન છે જે હવે સાકાર થશે હોસ્ટેલ પ્રોજેક્ટ માં શ્રીમતી જમનાબેન છગનભાઈ ગોંડલીયા વિદ્યાર્થીભવન, શ્રીમતી રાધાબેન હરજીભાઈ ઘેલાણી અતિથિભવન આ જમનાબા ભવનમાં કેશુભાઈ પટેલ ઓડિટોરિયમ તથા પાટીદાર ગેલેરી પણ તૈયાર થઈ રહી છે. શ્રી વલ્લભભાઈ પી. સવાણી પરિવાર તરફથી ૩૧ ફૂટની સરદાર પટેલની પ્રતિમા પણ મુકવામાં આવનાર છે. આ પ્રોજેક્ટના દાતાશ્રીઓ પણ કિરણ મહિલા ભવનના ભૂમિ પૂજન સમારોહમાં ઉપસ્થિત રહેશે.

જમનાબા ભવન અને કિરણ મહિલા ભવન માટે જમીન સહિત અંદાજે રૂપિયા ૨00 કરોડનો ખર્ચનો અંદાજ છે ખૂબ મોટી સંખ્યામાં દાતાશ્રીઓની સહયોગથી સુરતને એક મહત્વની સુવિધા મળનાર છે. ભૂમિ પૂજન સમારોહમાં શ્રી તુષારભાઈ ઘેલાણી, શ્રી મુકેશભાઈ એમ. પટેલ, શ્રી મનહરભાઈ કાકડીયા શ્રી આશિષભાઈ મૂળચંદભાઈ અમીન,શ્રી ઈશ્વરભાઈ ધોળકિયા, શ્રી રમેશભાઈ વલ્લભભાઈ ગજેરા, શ્રી રાકેશભાઈ દુધાત વગેરે.. દાતાશ્રીઓ, મોટી સંખ્યામાં અગ્રણીઓ, મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. અમદાવાદ, અંકલેશ્વર, વડોદરા, નવસારી અને મુંબઈ વગેરેથી પટેલ સમાજના અગ્રણીઓ ભૂમિ પૂજન સમારોહમાં ખાસ ઉપસ્થિત રહેનાર છે.

સુરતમાં નિર્માણ થનાર બંને ભવનો માટે અમદાવાદ અને અંકલેશ્વરથી મોટી સંખ્યામાં ઉદ્યોગ અગ્રણીઓ એ ઉત્સાહભેર સહયોગ આપી રહ્યા છે સંસ્થાના પ્રમુખ શ્રી કાનજીભાઈ ભાલાળા, ઉપપ્રમુખ સવજીભાઈ વેકરીયા, ખજાનચી મનહરભાઈ સાસપરા, મંત્રીશ્રી અરવિંદભાઈ ધડુકે જણાવ્યું હતું કે, સુદ્રઢ સમાજના નિર્માણ માટે દાતાશ્રીઓ તરફથી ઉત્સાહ અને ઉમદા ભાવ સાથે સહયોગ મળી રહ્યા છે તે બદલ ઋણભાવ પ્રગટ કરીએ છીએ. બાંધકામ સમિતિના શ્રી ધીરુભાઈ માલવીયા, હરિભાઈ કથીરીયા, શ્રી ભવનભાઈ નવાપરા, શ્રી કાંતિભાઈ ભંડેરી અને નટુભાઈ ચોવટીયા બાંધકામ કાર્ય સંભાળી રહ્યા છે. માત્ર ૧૮ માસમાં કિરણ મહિલા ભવન નું નિર્માણ કાર્ય પૂરું કરવાનો અંદાજ છે.

આર્કિટેક તરીકે શ્રી કૌશલ લહેરી અને શ્રી નિલેશભાઈ વસોયા તથા સ્ટ્રક્ચર એન્જિનિયર તરીકે રમેશભાઈ શિંગાળા વિનામુલ્યે સેવા આપી રહ્યા છે. ગોલ્ડી સોલાર તરફથી વિનામૂલ્ય રૂફટોપ સોલાર વ્યવસ્થા થશે તથા બંને ભવનમાં પીવાના પાણીની વ્યવસ્થા ખર્ચ જે. એમ. પટેલ તરફથી મળનાર છે.

Continue Reading

Previous: ‘સાત પટેલ છોકરીએ વિધર્મી બોયફ્રેન્ડ બનાવ્યા’, કાજલ હિંદુસ્તાનીના નિવેદનથી હોબાળો
Next: સરળતા એ જીવનનો સદગુણ છે જે શાંતિ અને સુખાકારી આપે છે.

Related Stories

WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.