Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2024
  • May
  • પરોપકાર એ જીવનનું સત્કર્મ છે. જેનાથી ખરી ખુશી મળે છે.- થર્સ-ડે થોર્ટ
  • GUJARAT

પરોપકાર એ જીવનનું સત્કર્મ છે. જેનાથી ખરી ખુશી મળે છે.- થર્સ-ડે થોર્ટ

Real May 23, 2024
IMG_9491
Spread the love

સુખી જીવન જીવવા આરોગ્ય અને પૈસા જેટલુ જ મહત્વ ખરી ખુશીનું છે એટલે હેલ્થ, વેલ્થ અને હેપ્પીનેસને કેન્દ્રમાં રાખીને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરુવારે કામરેજ રોડ સ્થિત “જમનાબા ભવન” ખાતે વિચારોનું વાવેતર કરવામાં આવે છે. તા. ૨૩ મે ગુરુવારે યોજાયેલ ૬૨માં થર્સ-ડે થોટ્સ કાર્યક્રમમાં વિચારક, ચિંતક અને અનેકવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા શ્રી કેશુભાઈ ગોટી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નવા વિચારના પ્રેરક સંસ્થાના પ્રમુખશ્રી કાનજીભાઈ આર. ભાલાળા વતી નવો વિચાર રજુ કરતા હાર્દિક ચાંચડે જણાવ્યું હતું કે, પરોપકાર એ જીવનનું સત્કર્મ છે જેનાથી ખરી ખુશી મળે છે.

પરોપકારની ભાવના અને ત્યાગનો ભાવ સુખી અને સંતુષ્ટ જીવન જીવવા ખુબ જરૂરી છે જેનાથી જીવન જીવવાની ખરી ખુશી મળે છે. નિ:સ્વાર્થ ભાવે કરેલી સેવા, કૃતજ્ઞતાભાવ અને પરોપકાર મનની શાંતિ આપે છે. કોઈના ભલા માટે લંબાવેલ પરોપકારી હાથ પ્રાર્થના કરતા પણ વધારે પવિત્ર ગણાય છે. બીજા માટે કરેલ ઉપકારમાં જયારે કોઈપણ પ્રકારનો સ્વાર્થ ન હોય ત્યારે તે પરોપકાર બને છે. જીવનમાં માણસ તરીકે ધબકવામાં જ ખરો આનંદ કરતા કોઈપણ પ્રકારે અન્ય કોઈને તન-મન-ધન કે વિચારથી નિસ્પૃહ ભાવે મદદરૂપ થવાની ભાવના એ માણસ તરીકેનું શ્રેષ્ઠ કર્મ છે અને ખુશ રહેવા માટે માણસે સતત સમજણપૂર્વક પ્રયત્નશીલ રહેવું જોઈએ. ખરેખર અપેક્ષા વગર માણસ તરીકે અન્યને કોઈપણ રીતે મદદરૂપ થવું તે કુદરત તરફની કૃતજ્ઞતા છે. પરોપકારની ભાવના વ્યક્તિમાં જરૂરી કાર્યક્ષમતા નિર્માણ કરે છે. સુખી અને સુદ્રઢ સમાજના નિર્માણ માટે વ્યક્તિ પ્રથમ જાગૃત નાગરિક હોવો જોઈએ અને વ્યક્તિ જયારે રાષ્ટ્રવાદી બને ત્યારે જ સુખી સંપન્ન સમાજનું નિર્માણ થાય છે. વિચાર અંગેની વધુ સમજણ કાર્યક્રમના ખાસ અતિથી વિશેષશ્રી એ જીવનના અનુભવો સાથેની વાતોદ્વારા ઊંડાણપૂર્વક સમજાવી હતી.

વિચાર એ જીવનની કરોડરજ્જુ છે.– શ્રી કેશુભાઈ ગોટી

૩૦૯ સરસ્વતીધામનું નિર્માણકાર્યનો સંકલ્પ કરનાર સમાજના મોભી, માર્ગદર્શક અને વિચારક શ્રી કેશુભાઈ ગોટી એ જણાવ્યું હતું કે, હેલ્થ, વેલ્થ અને હેપ્પીનેસ માંથી વ્યક્તિની હેલ્થ અને હેપ્પીનેસ કોઈપણની મદદ વગર વ્યક્તિ જાતે જ નિ:શુલ્ક અને મુક્તપણે ફક્ત સારા વિચારો દ્વારા મેળવી શકે છે. અને વિચાર જ જીવનની કરોડરજ્જુછે. સ્વભાવને અનુકુળ થઈને જીવીએ તો સુખની સાથે ખુશીઓ પણ આવતી હોય છે. નિતિમત્તા અને સારા સિદ્ધાંતો જ જીવનમાં આદર્શ વ્યક્તિત્વ નિર્માણ કરે છે જેનાથી મળેલી સફળતા જીવનમાં સાચી ખુશી આપે છે. આપણી પાસે ગમે તેટલી આર્થિક સમૃદ્ધિ હોય પણ જીવન જીવવાનો અનેરો આંનદ મેળવવા સુખ-દુઃખમાં હદયથી સમૃદ્ધ અંગત મિત્રો હોવા જોઈએ. જીવનમાં સારા વિચારોની તાકાતથી સત્વગુણ પ્રધાનપણે વર્તે અને તે જ ખરૂ સુખ આપે છે. માણસ જયારે રાષ્ટ્રવાદી બને ત્યારે જ સુખી સંપન્ન સમાજ રાષ્ટ્રનું નિર્માણ થાય છે. જેના માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ જ વ્યક્તિને રાષ્ટ્રવાદી અને સારો માણસ બનાવે છે. સમાજે કેશુભાઈ તથા તેમના ધર્મપત્ની શ્રીમતિ અંજુબેનનું અભિવાદન કર્યું હતું.

સમાજસેવક અને રાષ્ટ્રીય ચેતનાસભર શ્રી કાળુભાઈ શેલડીયાનું અભિવાદન

કાળુભાઈ શેલડીયા જેઓ ઘણા વર્ષોથી સુ-સંસ્કારદીપ યુવક મંડળ દ્વારા હજારો યુવાનોને વ્યસનમુક્ત કરવા કાર્યરત છે. જય જવાન નાગરિક સમીતી સુરત સંસ્થામાં શહીદોના પરિવારોને સન્માન આપી સહાયના કાર્યમાં પ્રવૃત્તિશીલ તથા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત સંસ્થામાં વર્ષોથી પાયાના કાર્યકર્તા બનીને સેવા કરી રહ્યા છે. ત્યારે તેમની આ વ્યસનમુક્તિ અને પર્યાવરણ સેવા, સ્મીમેરમાં ફ્રુટ વિતરણ અને સમાજને સમર્પિત ભાવને બિરદાવવા આ કાર્યક્રમમાં કાળુભાઈ શેલડીયા તથા તેમના ધર્મપત્ની શ્રીમતિ વસંતબેન કે. શેલડીયાનું અભિવાદન કરવામાં આવ્યું હતું.


આ પ્રસંગે વિચારોના વાવેતરમાં સહયાત્રી એવા વિચારવાહકો થર્સ-ડે થોર્ટ પરિવાર મોટી સંખ્યામાં હજાર રહ્યા હતા. ગત ગુરુવારનો વિચાર CA પ્રિયાબેન ભાલાળા એ રજુ કર્યો હતો. તેમજ કાર્યક્રમની વ્યવસ્થા ઓફિસ ટીમે સંભાળી હતી…

Continue Reading

Previous: સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી CS તથા CMA નું અભિવાદન થયું.
Next: વરાછા કો-ઓપ. બેંકને Best Digital Bank of the Year નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો

Related Stories

WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.