
Ram Mandir Surya Tilak: રામનવમી પર અયોધ્યા ધામમાં ઉત્સવનો નજારો છે. રામલલાની જન્મભૂમિ પર રામનવમીની વિશેષ તૈયારીઓ કરાઈ રહી છે. રવિવારે બપોરે 12 વાગ્યે રામલલાનો જન્મ સમયે રામલલાના મસ્તક પર સૂર્ય કિરણોથી અભિષેક કરવામાં આવ્યું છે. આ આહ્લાદક નજારાથી રામભક્તો ભક્તિમય બન્યા છે.
#WATCH | Surya Tilak on Ram Lalla’s forehead at the Ram Janmabhoomi Temple on the occasion of #RamNavami pic.twitter.com/jmtmldlWxM
— DD News (@DDNewslive) April 6, 2025
ભક્તોમાં પંજીરીનો ખાસ પ્રસાદ વહેંચવામાં આવ્યો છે. રામલલા ભક્તોની હાજરીમાં મોડી રાત સુધી દર્શનીય રહેશે. રામ નવમી પર સવારે 4:30 વાગ્યે નિર્ધારિત સમયે મંગળા આરતી કરવામાં આવી હતી. દર્શન સાંજે 6:30 વાગ્યા સુધી શરૂ રહેશે. રામનવમી માટે VIP પાસ બનાવવામાં નથી આવ્યા. સવારે 9:30 વાગ્યે રામલલાનો સૌપ્રથમ અભિષેક કરવામાં આવ્યો હતો. રામનવમીને લઈને રામલલાને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે.