
આજે તા.6 સપ્ટેમ્બર 2021ની સવાર સુરતીઓએ સવાર વીજળીના કડાકા ભડાકા સાથે સોલીડ વરસાદ પડી હતી. વીજળીના પ્રચંડ કડાકા એવા હતા કે જ્યારે પહેલો વરસાદ પડ્યો ત્યારે પણ આવા કડાકા ભડાકા જોવા મળ્યા ન હતા. સવારે પોણાસાતની આસપાસ શરૂ થયેલો વરસાદ સતત દસ વાગ્યા સુધી જારી રહ્યા હતો અને આ સમયગાળા દરમિયાન ખાબકેલા વરસાદે સર્વત્ર પાણી પાણી કરી નાંખ્યું હતું.
કલેક્ટરેટના કન્ટ્રોલરૂમ પરથી આપવામાં આવેલી માહિતી મુજબ આજે સવારના સેશનમાં કુલ 84 મી.મી. વરસાદ પડ્યો હતો જે સાડા ત્રણ ઇંચ જેટલો કહી શકાય. સુરત શહેર ઉપરાંત ઓલપાડ તાલુકામાં 31 મી.મી. અને માંગરોળમાં 22 મી.મી. જેટલો વરસાદ પડ્યો હતો. સુરત સિટી સાથે જોડાયેલા ચોર્યાસી તાલુકામાં ફક્ત 4 મી.મી. વરસાદ પડ્યો હતો.
આશ્ચર્યની વાત એ છે કે સુરત શહેરમાં જ વરસાદ પડ્યો હતો, સુરત સિટી, ચોર્યાસી અને ઓલપાડ સિવાયના જિલ્લાના અન્ય તાલુકાઓ સાવ કોરાકટ રહ્યા હોવાનું જણાવાયું છે.