
વિશ્વમાં આજે પણ અનેક એવી વસ્તુઓ કે સ્થળ છે જેમાં રહસ્ય છે પરંતુ તેમનો હજુ સુધી કોઈ ખુલાસો કરવામાં આવેલ નથી. વૈજ્ઞાનિકો તેમના વિશે ખુબ જ શોધખોળ કરે છે પરંતુ તેમને યોગ્ય સફળતા મળતી નથી. આ જે તમને અમે ભારતના એવા રહસ્યમય કુંડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમના વિશે જાણીને તમને પણ નવાઈ લાગશે.
વાસ્તવિકમાં આપણે જે રહસ્યમય કુંડ વિશે વાત કરી રહ્યા છીએ તેમનું નામ દલાહી કુંડ છે. આ કુંડ ઝારખંડના બોકારો જીલ્લામાં આવેલ છે. એવું માનવામાં આવે છે કે, જો તમે પણ આ કુંડની સામે તાળીઓ પાડો તો પાણી પોતાની જાતે જ ઉપર આવવા લાગે છે. વધી રહેલા પાણીની આ પક્રિયા જોઇને એવું લાગે છે કે જાણે કોઈ વાસણમાં પાણી તપી રહ્યું રહ્યું હોય. વૈજ્ઞાનિકો પણ આજ સુધી આ કુંડને સબંધિત રહસ્ય શોધી શક્યા નથી.
તાળીઓ પાડવાની સાથે વધી રહેલા પાણીની પ્રક્રિયાને લીધે દલાહી કુંડ ખુબ જ પ્રખ્યાત છે. આ કુંડ કોંક્રિટની દિવાલો બનેલ છે. આટલું જ નહિ, પરંતુ ઉનાળામાં ઠંડુ પાણી અને શિયાળામાં ગરમ પાણી બહાર આવે છે આ પણ એક રહસ્ય જ કહી શકાય.
દલાહી કુંડ વિશે લોકોમાં એવી માન્યતાઓ પણ છે કે, આ તળાવમાં પાણીમાં સ્નાન કરવાને લીધે ત્વચાના રોગો મટી જાય છે. ભૂવૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આ કુંડના પાણીથી નાહવાથી ચામડીના રોગો મટી જાય છે. તેનો મુખ્ય અર્થ છે કે તેમાં હિલીયમ અને સલ્ફર ગેસ ભળી જાય છે.
દલાહી કુંડની પાસે જ દલાહી ગોસાઇન નામના એક દેવતાનું સ્થાનક પણ આવેલ છે. દર રવિવારે લોકો તેમની પૂજા અર્ચના કરવા માટે અહિયાં આવે છે. તમને જણાવી દઈએ કે દર વર્ષ મકરસંક્રાંતિ નિમિત્તે દલાહી કુંડ પાસે મેળો પણ યોજવામાં આવે છે. આ રહસ્યમય કુંડમાં સ્નાન કરવા માટે લોકો દુર-દુરથી અહિયાં આવે છે.