
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા સુરતમાં ૧૧૦ કરોડના ખર્ચે હોસ્ટેલ નિર્માણ થનાર છે. વરાછા કામરેજ રોડ ઉપર વાલક પાટીયા ખાતે હોસ્ટેલ નિર્માણ માટે ભૂમિ પૂજન થનાર છે. તા. ૧૫-૧૦-૨૦૨૧ વિજયા દશમીના રોજ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ નું ગૌરવ એવા હોસ્ટેલ પ્રોજેક્ટનું ખાતમૂહૂર્ત વિધી થશે. ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતા પટેલ સમાજ માટે સુરતમાં આ પ્રથમ હોસ્ટેલ બનશે. કિરણ જેમ્સના અગ્રણી દાતાશ્રી વલ્લભભાઇ એસ. લખાણીના હસ્તે આ પ્રોજેક્ટનું ભૂમિ પૂજન કરવામાં આવનાર છે.
હોસ્ટેલ નિર્માણની માહિતિ આપવા અને ભૂમિ પૂજનનું આગોતરૂ નિમંત્રણ આપવા માટે ૧૦૦૦ યુવાન કાર્યકર્તાઓની ગુરૂવારે રાત્રે મીટીંગ યોજવામાં આવી હતી જેમાં સંસ્થાના પ્રમુખશ્રીએ હોસ્ટેલને વિગતે માહિતિ આપી હતી અને માહિતિ, વિચાર લાગણી અને અભેડાના વાહક બનવા યુવાનોને હાકલ કરી હતી.
૧૦૦૦ ભાઇઓ માટે હોસ્ટેલ ૧૦૦ વ્યક્તિઓ માટે અતિથિભવનહોસ્ટેલ નિર્માણના પ્રથમ તબ્બકામાં ૫૫૦૦ ચો.વાર માં ૩ લાખ ચોર સ્કવેર ફૂટનું બાંધકામથશે. જેમાં ૧૦૦૦ વિદ્યાર્થીઓ માટી સુવિધા યુક્ત વ્યવસ્થા થનાર છે. ઉપરાંત ૧૦૦ વ્યક્તિઓ માટેઅતિથી ભવન પણ બનાવવાનું આયોજન છે.
વિવિધ સંસ્થાના ૧૦૦૦ સેવાભાવિ યુવાનોએ હોસ્ટેલ નિર્માણનો સંદેશ ઘેર ઘેર પહોંચાડવા સંકલ્પ લીધો હતો. સુરતમાં પટેલ સમાજના યુવાનો – યુવતિઓ ની કારકિર્દી ઘડવા માટેની વિશેષ સુવિધાઓ ઘટતી હતી. ઉચ્ચ અભ્યાસ અને કારકિર્દીલશ્રી પરીક્ષાઓની તૈયારી માટે વિદ્યાર્થીઓનેઉપયોગી થવા માટે હોસ્ટેલ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. બીજા તબકામાં બહેનો માટે હોસ્ટેલ બનશે.તા. ૧૫-૧૦-૨૦૨૧ ના રોજ ભાઇઓ માટે ની હોસ્ટેલ પછી આગામી વર્ષ ૨૫૦૦ ચો. વા૨ માં ૧૭૫૦૦ સ્કવેરફૂટના બાંધકામમાં ૫૦૦ બહેનો માટે સુધિાયુક્ત હોસ્ટેલ નિર્માણ થશે.
મુખ્યમંત્રીશ્રી સહિત મહાનુભાવો તથા દાતાશ્રીઓની વિશેષ હાજરી
રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સાથે સાંસદ શ્રી સી. આર. પાટીલ તથા કેન્દ્રીય તથા રાજ્યના મંત્રીશ્રીઓ ઉપરાંત સ્થાનિક ધારાસભ્યશ્રીઓને નિમંત્રણ પાઠવવામાં આવનાર છે. હોસ્ટેલ પ્રોજેક્ટના મુખ્યદાતાશ્રીઓ, દાતા ટ્રસ્ટીશ્રીઓ તથા પટેલ સમાજના અગ્રણીશ્રીઓ તથા વિવિધ શહેરમાંથી પટેલ સમાજના અગ્રણીઓ પણ હાજરી આપનાર છે.
સૌરાષ્ટ્ર પટેલ સમાજમાં ભારે ઉત્સાહ
ભાઇઓ હોસ્ટેલ માટે અંદાજે ૭૦ કરોડ અને બહેનોની હોસ્ટેલ માટે અંદાજે ૪૦ કરોડ ખર્ચ થનાર છે. રાજ્ય સરકારશ્રીએ ૪૦ ટકા ને બદલે માત્ર ૧૦ ટકા કપાત કરી છે. તે ફાયદા સાથે કુલ ૮૦૦૦ ચો. વાર જમીનમાં બન્ને પ્રોજેક્ટ સાકાર થનાર છે. આ આર્થિક આયોજન માટે સમાજના શ્રેષ્ઠીઓ ઉત્સાહ ભેર સહયોગ આપી રહ્યા છે. રૂા. ૧૧૦૦૦ આપીને ૧ વાર ભૂમિ દાતા બની શકાશે. સહિત વિવિધ નામકરણ માટે દાન આવી રહ્યા છે. લોકમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
હોસ્ટેલ સુવિધાઓ
આ પ્રોજેક્ટમાં શ્રીમતિ જમનાબેન છગનભાઇ ગોંડલીયા વિદ્યાર્થીભવન, શ્રીમતિ રાધાબેન હરજીભાઇ ઘેલાણી અતિથી ભવન, પાટીદાર ગેલેરી ઉપરાંત કેશુભાઇ પટેલ ઓડીટોરીયમના નિર્માણનું આયોજન છે. હોસ્ટેલ પ્રોજેક્ટ માટે ગોવિંદભાઇ ધોળકિયા પરિવાર, મનહરભાઈ કાકડીયા, લવજીભાઇ બાદશાહ અને સવજીભાઇ ધોળકિયા પરિવાર ત૨ફથી વિવિધ વિભાગોના નામ કરણ માટે દાન પ્રાપ્ત થયુ છે. પાટીદાર ગેલેરી માટે નામ કરણ હજુ બાકી છે.
યુવા કાર્યકર્તાઓ સાથેની મીટીંગમાં ઉપપ્રમુખશ્રી સવજીભાઇ વેકરીયા, મંત્રીશ્રી અરવિંદભાઇ ધડુક, કો.ઓર્ડનિટરશ્રી હરિભાઇ કથીરીયા, શ્રી ભવાનભાઇ નવાપરા, શ્રી રમેશભાઇ વઘાસીયા, શ્રી નરેન્દ્રભાઇ કુકડીયા તથા શ્રી ડૉ. સ્નેહલભાઇ પટેલ સહિત ટ્રસ્ટીમિત્રો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે નવા જોડાયેલા શ્રી સંજયભાઇ વઘાસીયા, શ્રી વિજયભાઇ ધામી, શ્રી અંકિતભાઇ કળથીયાનું દાતા ટ્રસ્ટી તરીકે અભિવાદન કર્યુ હતુ. સૌરાષ્ટ્ર પટેલ સમાજ યુવા ટીમના યુવા ટીમે શ્રી ભાવેશભાઇ રફાળીયા, કિરણભાઇ ઠુંમર ની આગેવાનીમાં સંકલન કરી યુવાનોને દિશા અને માર્ગદર્શન આપ્યુ હતુ. સમગ્ર કાર્યક્રમનું સંકલન શ્રી મનિષભાઇ વઘાસીયાએ કર્યુ હતું.