
સુરત જિલ્લાના પલસાણામાં આવેલા લક્ઝુરિયસ અવધ સાંગ્રીલામાં પોલીસે રેડ કરી હતી.મોડીરાત્રે પોલીસે કરેલી રેડમાં દારૂની પાર્ટી માણતા 25 જેટલા લોકોને ઝડપી લીધા હતાં. આ ઝડપાયેલામાં 6 જેટલી સ્પા ચલાવતી યુવતીઓ સામેલ હોવાનું પણ સામે આવ્યું છે. હાલ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પલસાણામાં હાઈ વે પર આવેલા લક્ઝુરિયસ ફાર્મ હાઉસ કમ કલબમાં પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી. પોલીસને માહિતી મળી હતી કે, અહિં બહારથી મહિલાઓને બોલાવીને પાર્ટી કરાવામાં આવી રહી છે. જેથી પોલીસે મોડીરાત્રે પાડેલી રેડમાં દારૂના નશામાં ઝૂમતા અને પાર્ટી કરતાં 25 લોકોને ઝડપી પાડ્યાં હતાં. તમામને ઝડપી લઈને મેડિકલ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં.
પોલીસે મહેફિલ માણતા પકડાયેલા ઈસમો પાસેથી મોબાઈલ જેની કિંમત અંદાજે 1 લાખ 65 હજાર, વાહનો સહિતના આરોપીઓના કબ્જામાં રહેલા વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 142 નંગ બોટલ જેની કિંમત 30 હજાર થાય છે. પાર્ટીમાંથી કુલ 27 લાખ 30 હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. હાલ સમગ્ર મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલા આરોપીઓના નામ સહિતની વિગત