
ઈન્દોરમાં ASIએ એક યુવકને રસ્તા વચ્ચે લાતો મુક્કા અને લાફા મારીને ધીબી નાખ્યો. રવિવારની આ ઘટનાનો વીડિયો સોમવારે સામે આવ્યો છે. યુવકનો આરોપ છે કે ASIએ તેના પાસેથી 500 રુપિયાની ડિમાન્ડ કરી. રુપિયા ન આપ્યા તો તેનું ગળ દબાવવાનો પ્રયત્ન કર્યો. SP આશુતોષ બાગરીએ ટ્રાફિક ASI હરગોપાલ પાંડેને લાઈન એટેચ કર્યા છે. સાથે જ CSPને તપાસના આદેશ આપ્યા છે
સેન્ટ્રલ કોતવાલી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અશોક પાટીદારનું કહેવું છે કે યુવક તેના અન્ય બે સાથીઓ સાથે બાઇક પર જઈ રહ્યો હતો. 3 લોકોને બાઇક પર બેઠેલા જોઈને સેન્ટ્રલ કોતવાલી પોલીસ સ્ટેશનના ASI એચજી પાંડેએ રોકીને પેપર્સ બતાવવા કહ્યું. આના પર બાઇક પર સવાર રામેશ્વર યાદવ બોલાચાલી કરવા લાગ્યો. યુવકની ઉશ્કેરણી પર ASIએ તેને માર માર્યો હતો. આ પછી સ્થળ પર પોલીસને બોલાવામાં આવી અને પોલીસ તેને પોલીસ સ્ટેશન લઈ ગઈ.
https://chat.whatsapp.com/5SWExmTSQZFFZZKrhp7HF2
વોટ્સએપ ગ્રુપમાં ન્યુઝ અપડેટ મેળવવા માટે ☝🏻 ઉપરની લિંક ક્લીક કરો.અને જોડાવ ગ્રુપ માં
અપડૅટૅડ રહેવા માંગતા તમારા મિત્રો, ફેમીલી મેમ્બર્સ, સહકર્મીઓને આ લિંક ફોરવર્ડ કરો જેથી તેઓ પણ અપડેટેડ રહી શકે.
વિગતપૂર્વક અને વેરીફાય કરીને સમાચારો આપવા માટૅ રિઅલ નેટવર્ક ટીમ કટિબધ્ધ છે.
Team Real Network