કતારગામ અનાથઆશ્રમ નજીક આવેલ ભક્તિ કોમ્પ્લેક્ષમાં આજે રક્તદાન શિબિરમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
કતારગામ સેફ ડીપોઝીટ વોલ્ટ પ્રાઈવેટ લીમીટેડ, મેટ્રિક્ષ ગ્લોબલ સ્કુલ અને શ્રી શાંતિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કતારગામ અનાથઆશ્રમ નજીક ભક્તિ કોમ્પ્લેક્ષમાં આજે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સામાજિક અને રાજકીય અગ્રણીઓએ હાજરી આપીને શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો. જયારે શિબિરમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. અને રક્તદાન કર્યું હતું. સાથે સાથે અન્ય લોકોને પણ રક્તદાન કરવા માટે પ્રેરણા આપી હતી.