Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • August
  • હવે ભારતમાં ડ્રોન ઉડાવવું બન્યું સરળ : કેન્દ્ર સરકારે નિયમો હળવા કર્યા
  • INDIA
  • TECH

હવે ભારતમાં ડ્રોન ઉડાવવું બન્યું સરળ : કેન્દ્ર સરકારે નિયમો હળવા કર્યા

Real August 27, 2021
iam-gujarat
Spread the love

દિલ્હી :૨૭-૦૮-૨૦૨૧

ભારતમાં ડ્રોન ઉડાડવાનું હવે સરળ બની ગયું છે. કેન્દ્ર સરકારે ડ્રોનની ઉડાન માટે નિયમો હળવા કરી દીધા  છે. જુના નિયમ  પ્રમાણે પહેલાં ૨૫ ફોર્મ ભરવા પડતા હતા, તેના બદલે હવે નવા કાયદામાં માત્ર પાંચ ફોર્મ ભરીને ડ્રોન ઉડાડવાની પરવાનગી મેળવી શકાશે. લાઈસન્સ ફીમાં પણ ધરખમ ઘટાડો થયો છે.

દેશ ભરમાં હવે  ન્યૂ ડ્રોન રૂલ્સ-૨૦૨૧ લાગુ થશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના નવા જાહેર કરેલા નોટિફિકેશન પ્રમાણે હવે ડ્રોનની ઉડાન વધારે સરળ બનશે. કોઈ પણ વ્યક્તિ ડ્રોન ઉડાડી શકે તે માટે કેન્દ્ર સરકારે નિયમો ઘણાં હળવા કરી દીધા છે. પહેલાં ડ્રોનની ઉડાન માટે ૨૫ પ્રકારના ફોર્મ ભરવા પડતા હતા, તેના બદલે નવા નિયમો પ્રમાણે માત્ર પાંચ જ ફોર્મ ભરીને પરવાનગી મેળવી શકાશે.

વળી, ઉડાનના ઝોનમાં પણ ઘણી છૂટછાટ આપવામાં આવી છે. ગ્રીન ઝોનમાં ડ્રોન ઉડાડવા માટે કોઈ જ આગોતરી પરવાનગી મેળવવી પડશે નહીં. ગ્રીન ઝોન એટલે ૪૦૦ ફૂટની ઊંચાઈ. ૧૨૦ મીટરથી નીચે ઉડાન ભરાવવી હશે તો સંબંધિત વિભાગોની પરવાનગી ફરજિયાત છે. ગ્રીન ઝોન, રેડ ઝોન અને યેલ્લો ઝોન એમ ત્રણ પ્રકાર પાડવામાં આવ્યા છે. એરપોર્ટની નજીક ૪૫ કિલોમીટરના અંતરમાં ડ્રોનની ઉડાન શક્ય ન હતી, તેના બદલે હવે માત્ર ૧૨ કિલોમીટરના દાયરામાં જ ડ્રોન ઉડાવી શકાશે નહીં. એરપોર્ટના દાયરાને પણ ઘટાડાયો છે.

તે સિવાય લાઈસન્સ ફીમાં પણ ધરખમ ઘટાડો થયો છે. પહેલાં ૩૦૦૦ રૂપિયામાં લાઈસન્સ મળતું હતું, તે હવે માત્ર ૧૦૦ રૂપિયામાં મળી જશે. નવા નિયમમાં ૫૦૦ કિલોગ્રામના ડ્રોનની છૂટ મળી છે. અગાઉ ૩૦૦ કિલોના વજનના ડ્રોનની પરવાનગી મળતી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડ્રોન રૂલ્સ-૨૦૨૧ અંગે ટ્વિટ કરતા કહ્યું હતું કે નિયમો સરળ બન્યા હોવાથી હવે ભારત ડ્રોન હબ બનશે. ભારતમાં ડ્રોનના સ્ટાર્ટઅપને મદદ મળશે. આ નિયમોથી દેશમાં ઈનોવેશન્સ અને બિઝનેસની તકોનો વિકાસ થશે. ડ્રોનની ટેકનોલોજીમાં ભારત વિશ્વભરમાં નોંધ લેવડાવશે.

સિવિલ એવિએશન મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વિટ કરીને કહ્યું હતુઃ ડ્રોન ઉડ્ડયનના નવા નિયમો ભારતમાં ટ્રાન્સપોર્ટ, કૃષિ અને હેલ્થકેર જેવાં અસંખ્ય ક્ષેત્રોમાં ક્રાંતિ લાવશે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: સુરતમાં રક્ષાબંધન પર લેવાયેલા મીઠાઈના સેમ્પલ ફેલ આવ્યા, વરાછાની રામેશ્વર ડેરી અને અલથાણની ઠાકોરજી સ્વિટ્સને દંડ કરાયો
Next: કાબુલ એરપોર્ટ પર 16 કલાક પછી ફરી ફ્લાઈટ્સ શરુ થય: કાલે બૉમ્બ બ્લાસ્ટમાં 103 લોકોના મૃત્યુ થયા

Related Stories

WhatsApp Image 2025-07-06 at 4.45.29 PM
  • INDIA

RBI (CAB), વરાછા બેંક અને સ્કોબા ના સયુંકત ઉપક્રમે સાયબર સિક્યુરિટી માટે અર્બન કો-ઓપ. બેંક્સ ના કર્મચારીઓ સાથે તાલીમ કાર્યક્રમ યોજાયો

Real July 6, 2025
mw6uu2qy
  • INDIA

PM મોદીએ પંબન બ્રિજનું લોકાર્પણ કરી રામનાથ સ્વામી મંદિરમાં દર્શન કર્યા, રામ સેતુ પણ નિહાળ્યો

Real April 6, 2025
xc9jpzk0
  • INDIA

હરિયાણામાં ન્યાય-અન્યાય વચ્ચે જંગ : રાહુલે હૂડા-શૈલજાનો હાથ થામ્યો

Real October 1, 2024

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.