
“વન સ્ટેપ ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા સુરત શહેરમાં કોરોના કાળ દરમ્યાન લોકોની વચ્ચે રહી ગ્રાઉન્ડ લેવલની સેવા આપનાર 108 રીયલ કોરોના વોરિયરનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો. જેમાં મુખ્ય અતિથિ તરીકે સુરત શહેરના મેયર શ્રી હેમાલી બેન બોધાવાલા, મજુરા વિધાનસભાના એમ.એ.લે શ્રી હર્શભાઈ સંઘવી, યંગેસ્ટ કોમર્સિયલ પાયલોટ શ્રી મૈત્રી પટેલ, પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી નિરવભાઈ શાહ તેમજ સંસ્થાનાં પ્રેસિડેન્ટ રોનક ધ્રુવ તેમજ વન સ્ટેપ ચેરીટેબલ ટ્રસ્ટ નાં ટ્રસ્ટીઓ તેમજ સમગ્ર વન સ્ટેપ પરિવાર ઉપસ્થિત રહ્યાં હતા.
જેમાં સંસ્થા ની ટીમે કોરોના કાળમાં સેવા આપતા સમયે પરીક્ષણ કરી જુદી જુદી સેવા આપનાર જેવી કે સફાઈ કામદાર, 108 ઇમરજન્સી સેવા, સ્મશાન ગૃહમાં કામ કરનાર, નર્સ, ડોક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ, મીડિયા, રિપોર્ટસ, પોલીસ, પોલીસની સેવા કરનાર, અન્નક્ષેત્ર, જીવદયા, ઓક્સિજન સેવા, ધનવંતરી રથ માં સેવા આપનાર, દર્દી અને પરિવાર વચ્ચે સેતુ બની રહેનાર, કિટ સેવા આપનાર, આઇસોલેશન સેન્ટરમાં સેવા આપનાર, દર્દીઓની માનસિક સ્થિતિ સકારાત્મક રાખવા સતત મહેનત કરનાર, સિવિલમાં સેવા આપનાર, સ્મીમેરમાં સેવા આપનાર, સેવા કાર્ય કરતા સદ્ ગતિ પામનાર વગેરે જુદી જુદી સેવા આપનાર સાચા કોરોના વોરિયર નું સન્માન કરવામાં આવ્યું.
આ સાથે સુરતનાં સ્લમ વિસ્તારની એક દીકરી કે જેનો એક્સિડન્ટ થયો હતો તેને આગલા ત્રણ વર્ષ માટે વન સ્ટેપ પરિવારે આજના દિવસથી દત્તક લીધી છે જેમા તેનો મેડિકલ નો પૂરેપૂરો ખર્ચ વન સ્ટેપ પરિવાર નિભાવશે એવી જવાબદારી સ્વીકારી છે.