
સુરતના ટ્રાફિક બ્રિગેડની દાદાગીરી બતાવતો વધુ એક વિડીયો સામે આવ્યો છે. જેમાં મહિલા ટીઆરની જવાનોએ રિક્ષામાં બેસીને ભાડું ન ચુકાવ્યુ હોવાના રિક્ષા ચાલકે આક્ષેપ કર્યા હતા.
સુરતમાં ટીઆરબી જવાનોના અગાઉ પણ અનેક વિવાદાસ્પદ વિડીયો સામે આવ્યા છે. અને પોલીસ તંત્ર દ્વારા તેઓ સામે કામગીરી કરવામાં આવી હતી. જયારે આજે વધુ એક ટીઆરબી જવાનનો વિડીયો સામે આવ્યો છે. ઉધના ત્રણ રસ્તાથી ગુરુદ્વારા સુધી રિક્ષામાં બેસીને બે મહિલા ટીઆરબી જવાનોએ રિક્ષા ભાડું ચુકવ્યું ન હોવાના રિક્ષા ચાલકો વિડીયોમાં આક્ષેપ કર્યા હતા. જયારે રિક્ષા ચાલક વિડીયો બનાવવા લગતા ટીઆરબી મહિલાઓએ ગેરવર્તણુક કરી હતી. આવા બનાવ અનેક રિક્ષા ચાલકો સાથે બને છે. જયારે થોડા અંતર માટે આ જવાનો રિક્ષામાં સવારી કરી લેતા હોય છે. પરંતુ તેનું ભાડું ચુકવતા નથી. જોકે આ પ્રકારના વિડીયો સામે આવ્યા બાદ જ તંત્ર અને લોકોને આ અંગેનો ખ્યાલ આવતો હોય છે. હવે તંત્ર આ અંગે ક્યાં પગલા લે છે તે હવે જોવું રહ્યું..