
આજે સવારે બૉલીવુડ સ્ટાર અક્ષય કુમારની માતા ભાટિયા અરુણાનું મૃત્યુ થયું છે, અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર ઈમોશનલ નોટ શૅર કરીને આ વાતની જાણકારી આપી. આવતીકાલ એટલે કે 9 સપ્ટેમ્બરે અક્ષય કુમારનો જન્મદિવસ છે, એના એક દિવસ પહેલાં તેની માતાનું અવસાન થયું.
અક્ષય કુમારે એની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, ‘તેઓ મારો મહત્ત્વનો ભાગ હતાં. તેમની વિદાયથી આજે મને અવર્ણીય દુઃખ થઇ રહ્યું છે. મારી માતા શ્રીમતી અરુણા ભાટિયાએ આજે સવારે દુનિયાને અલવિદા કહ્યું. તેઓ બીજી દુનિયામાં મારા પિતા સાથે ચાલ્યાં ગયાં. હું તમારી પ્રાર્થનાઓનું સન્માન કરું છું. હાલ હું અને મારો પરિવાર મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યો છે. ઓમ શાંતિ.’