Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • September
  • ચમત્કાર નહિ તો બીજું શું છે આ અહીં ધીમે-ધીમે ગણેશજીની મૂર્તિનો આકાર વધી રહ્યો છે
  • AZAB-GAZAB

ચમત્કાર નહિ તો બીજું શું છે આ અહીં ધીમે-ધીમે ગણેશજીની મૂર્તિનો આકાર વધી રહ્યો છે

Real September 19, 2021
ganesh-1
Spread the love

આંધ્રપ્રદેશમાં ચિત્તૂર જિલ્લાના ઇરલા મંડળ નામની જગ્યાએ ગણેશજીનું મંદિર છે. આ મંદિરને પાણીના દેવતાનું મંદિર પણ કહેવામાં આવે છે. લોકોની માન્યતાઓ પ્રમાણે અહીં ભગવાન ગણેશની મૂર્તિ ધીમે-ધીમે આકારમાં વધતી જઇ રહી છે. એવું કહેવામાં આવે છે કે બાહુદા નદીની વચ્ચે બનેલાં આ મંદિરના પવિત્ર જળના કારણે અનેક બીમારીઓ દૂર થાય છે. તિરૂપતિ જતાં પહેલાં ભક્ત આ વિનાયક મંદિરમાં આવીને ભગવાન ગણેશના દર્શન કરે છે. માન્યતા પ્રમાણે અહીં આવતાં ભક્તોના કષ્ટ દૂર થઇ જાય છે.

 

આ મંદિર 11મી સદીમાં બનેલું છે

આ મંદિરનું નિર્માણ 11મી સદીમાં ચોલ રાજા કુલોઠુન્ગા ચોલ પ્રથમે કરાવ્યું હતું. ત્યાર બાદ ફરી વિજયનગર વંશના રાજાએ વ

ર્ષ 1336માં આ મંદિરનું સમારકામ કરાવીને તેને મોટું મંદિર બનાવવાનું કામ કર્યું. આ તીર્થ એક નદીના કિનારે આવેલું છે. જેથી તેને કનિપક્કમ નામ આપવામાં આવ્યું હતું.

બ્રહ્મોત્સવ ગણેશ ચોથથી 20 દિવસ સુધી ઊજવવામાં આવે છે

આ મંદિરમાં સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં આવતી ગણેશ ચોથથી બ્રહ્મોત્સવ શરૂ થાય છે. એવું માનવામાં આવે છે કે એકવાર સ્વયં બ્રહ્મદેવ પૃથ્વી ઉપર આવ્યાં હતાં અને ત્યારથી આ મંદિરમાં 20 દિવસનો બ્રહ્મોત્સવ ઊજવવામાં આવે છે. બ્રહ્મોત્સવ દરમિયાન અહીં ભક્તોની વચ્ચે રથયાત્રા કાઢવામાં આવે છે. આ તહેવાર દરમિયાન બીજા દિવસે જ રથયાત્રા સવારે એકવાર અને સાંજે એકવાર કાઢવામાં આવે છે. રથયાત્રામાં દરરોજ ભગવાન ગણેશ વિવિધ વાહન ઉપર ભક્તોને દર્શન આપે છે. રથને અનેક પ્રકારના રંગીન કપડાથી સજાવવામાં આવે છે. આ પ્રકારનો ઉત્સવ ખૂબ જ ઓછા મંદિરોમાં ઊજવાય છે.

રોજ ભગવાન ગણેશજીની મૂર્તિ વધે છે

 

કહેવાય છે કે આ મંદિરમાં રહેલી ગણેશજીની મૂર્તિનો આકાર દરરોજ વધતો જઇ રહ્યો છે. આ વાતનું પ્રમાણ તેમના પેટ અને ઘૂટણ છે, જે મોટો આકાર ધારણ કરતાં જઇ રહ્યાં છે. કહેવાય છે કે લગભગ 50 વર્ષ પહેલાં ભગવાન ગણેશની એક ભક્ત શ્રી લક્ષ્મામ્માએ તેમને એક કવચ ભેટ કર્યું હતું, પરંતુ મૂર્તિનો આકાર વધવાના કારણે હવે તે કવચ ભગવાનને પહેરાવવામાં આવતું નથી.

માન્યતાઃ મંદિરની વાર્તા

મંદિરના નિર્માણની વાર્તા રોચક છે. કહેવાય છે કે ત્રણ ભાઈ હતાં. તેમાંથી એક ગૂંગો, બીજો બહેરો અને ત્રીજો આંધળો હતો. ત્રણેયે મળીને જમીનનો એક નાનો ભાગ ખરીદ્યો. જમીન ઉપર ખેતી માટે પાણીની જરૂરિયાત હતી. એટલે, ત્રણેય એક જગ્યાએ કુવો ખોદવાનું શરૂ કર્યું.

થોડું ખોદકામ કર્યા બાદ પાણી બહાર આવ્યું. ત્યાર બાદ થોડું વધારે ખોદકામ કર્યું ત્યારે તેમને ગણેશજીની પ્રતિમા જોવા મળી, જેમના દર્શન કરતાં જ ત્રણેય ભાઇ જેઓ ગૂગાં, બહેરા અને આંધળા હતાં તેઓ એકદમ ઠીક થઇ ગયાં. આ એક ચમત્કાર જોવા માટે તે ગામમાં રહેતાં લોકો ભેગા થવા લાગ્યાં. ત્યાર બાદ બધા લોકોએ ત્યાં પ્રકટ થયેલી ભગવાન ગણેશજીની મૂર્તિને ત્યાં જ પાણી વચ્ચે સ્થાપિત કરી દીધી.

દર્શન કરવા માત્રથી પાપ નષ્ટ થઇ જાય છે

કહેવાય છે કે, કોઇ વ્યક્તિ કેટલોય પાપી કેમ ના હોય તે કનિપક્કમ ગણેશજીના દર્શન કરી લે તો તેના બધા જ પાપ દૂર થઇ જાય છે. આ મંદિરમાં દર્શન સાથે જોડાયેલો એક નિયમ છે. માન્યતા પ્રમાણે આ નિયમનું પાલન કરવાથી બધા જ પાપ નષ્ટ થઇ જાય છે. નિયમ એવો છે.

કે જે પણ વ્યક્તિએ પોતાના પાપની માફી માંગવી હોય. તેમણે અહીં સ્થિત નદીમાં સ્નાન કરી આ પ્રણ લેવાનું રહેશે કે તે ફરી ક્યારેય તેવા પાપ કરશે નહીં, જેના માટે તે માફી માંગવા આવ્યો છે. આવું પ્રણ લીધા બાદ ગણેશજીના દર્શન કરવાથી બધા જ પાપ દૂર થઇ જાય છે.

અહીં કેવી રીતે પહોંચવું

સડક માર્ગથી- આ મંદિર તિરૂપતિ બસ સ્ટેશનથી લગભગ 72 કિમી દૂર છે. અહીંથી બસ અને કેબ બંને મળી શકે છે.

ટ્રેન માર્ગ- આ મંદિર તિરૂપતિ રેલવે સ્ટેશનથી લગભગ 70 કિમી દૂર છે.

હવાઈ માર્ગ- તિરૂપતિ એરપોર્ટ આ મંદિરથી માત્ર 86 કિમી દૂર છે.

Continue Reading

Previous: વિશ્વનું એકમાત્ર અનોખું મંદિર કે જ્યાં શિખર પર મોર આવે અને બે ટહુકા કરે ત્યારે જ ભગવાનની આરતી થાય
Next: જાણો દરિયામાં આવેલ નિષ્કલંક મહાદેવ ના મંદિરનો ઈતિહાસ પાંડવોએ કરી હતી મહાદેવની પૂજા

Related Stories

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
soclxwat
  • AZAB-GAZAB
  • WORLD

શ્રીલંકામાં મીઠાંની તીવ્ર અછત ભારતે મીઠાની ગુણો મોકલી

Real May 24, 2025
xhssi337
  • AZAB-GAZAB
  • ENTERTAINMENT

રામનવમીએ અયોધ્યામાં રામલલાનો સૂર્યાભિષેક, લલાટ પર આહ્લાદક સૂર્ય તિલક

Real April 6, 2025

Recent Post

  • WhatsApp Image 2025-07-06 at 4.45.29 PMRBI (CAB), વરાછા બેંક અને સ્કોબા ના સયુંકત ઉપક્રમે સાયબર સિક્યુરિટી માટે અર્બન કો-ઓપ. બેંક્સ ના કર્મચારીઓ સાથે તાલીમ કાર્યક્રમ યોજાયો
    In INDIA
  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2025-07-06 at 4.45.29 PM
  • INDIA

RBI (CAB), વરાછા બેંક અને સ્કોબા ના સયુંકત ઉપક્રમે સાયબર સિક્યુરિટી માટે અર્બન કો-ઓપ. બેંક્સ ના કર્મચારીઓ સાથે તાલીમ કાર્યક્રમ યોજાયો

Real July 6, 2025
tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.