
પુણા આઈમાતા ચોકથી સહારા દરવાજા સુધી રિક્ષા ભાડે કરનાર મુસાફરને બેસવાનું ફાવતું નથી આગળ પાછળ ખસવાનું કહીને નજર ચૂકવીને રિક્ષા ચાલક ટોળકીએ રોકડા ૩૨ હજાર અને મોબાઈલની ચોરી કરી લીધા બાદ સહારા દરવાજ પાસે ઉતારી દીધો હતો. જોકે મુસાફરને તેના ટોળકીએ પૈસા ચોરી લીધા હોવાનો ખ્યાલ આવતા બુમાબુમ કરી લોકોની મદદથી ટોળકીના રિક્ષ ચાલક સહીત બે જણાને પકડી પડ્યા હતા. જયારે બે શખ્સો નાસી છુટ્યા હતા. પોલીસે આરોપીઓનો કબજો લઇ મુસાફરની ફરિયાદ ને આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
પુણા આઈમાતા રોડ ડી.આર.વર્લ્ડની ગલીમાં સરિતા વિહાર સોસાયટીમાં રહેતા શિવરામ ચૌધરી રીંગરોડ આર.કે.ટી.એમ માર્કેટમાં આવેલ યશોદા ફેશ નામની દુકાનમાં નોકરી કરે છે. શિવરામ ગઈકાલે સવારે દસ વાગ્યે આઈમાતા રોડ પાસેથી સહારા દરવાજા જવા માટે રિક્ષા ભાડે કરી હતી. રિક્ષામાં પહેલા થી જ ત્રણ મુસાફરો બેઠા હતા. શિવરામને રિક્ષામાં વચ્ચે બેસાડ્યા બાદ અજાણ્યાઓએ બેસવાનું ફાવતું નથી કહી આગળ પાછળ ખસવાનું કહી નજર ચૂકવી પેમેન્ટ ખિસ્સામાંથી કરોડા ૩૨ હજાર ને મોબાઈલ ચોરી લીધો હતો. ત્યારબાદ સહારા દરવાજા તરફ જવાનના રોડ ઉપર આવેલ ભારત પેટ્રોલપંપ પાસે રિક્ષા ઉભી રાખી ઉતારી દીધો હતો. જોકે શિવરામને રિક્ષા ચાલક ટોળકીએ તેના પૈસા અને મોબાઈલ ચોરી લીધો હોવાની ખબર પડી જતા જોરજોરથી ચોર ચોરની બુમાબુમ કરતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને તેમની મદદથી રિક્ષાને ઉભી રખાવી રિક્ષા ચાલક પવન કુમાર ગુપ્તા અને દાઉદખાન પઠાણને પકડી પાડી તેમની પાસેથી ચોરાયેલા પૈસા અને મોબાઈલ કબજે કર્યા હતા. ત્યારબાદ શિવરામે પોલીસ કંટ્રોલમાં જાણ કરતા પુણા પોલીસએ સ્થળ પર આવી બંને આરોપીઓને કબજો મેળવ્યો હતો. અને શિવરામની ફરિયાદ લઇ આગળ તપાસ હાથ ધરી તેના બે સાગરીતોની શોધખોળ શરુ કરી છે