Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • September
  • સુરતમાં અપહરણ કરી લૂંટ ચલાવનારને લોકોએ રંગેહાથ પકડી ઢોર માર મારી પોલીસ હવાલે કર્યા…
  • GUJARAT

સુરતમાં અપહરણ કરી લૂંટ ચલાવનારને લોકોએ રંગેહાથ પકડી ઢોર માર મારી પોલીસ હવાલે કર્યા…

Real September 14, 2021 1 minute read
kidnep-case_1494843924
Spread the love

સુરતના પુણા નિયોલ ગામ નજીક પગપાળા માતાજીના દર્શને નીકળેલા કાપડ વેપારી ને જાહેરમાં અપહરણ કરી લૂંટવાનો પ્રયાસ કર્યો હતો.પુણા પોલીસ ચોકીના 500 મીટરમાં જ વેપારીને માર મારી લૂંટની કોશિષ કરનાર ઓટો રીક્ષા સવાર સહિત ત્રણને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા. વેપારી નિર્મલભાઈ બુર્બએ જણાવ્યું હતું કે, શર્ટનો કોલર પકડી મારવા લાગ્યા હતા. ત્યારબાદ ગળામાંથી ચેઇન તોડવાનો અને ખિસ્સામાંથી મોબાઈલ લૂંટવાના પ્રયાસ કરી રિક્ષામાં બેસી જવા દબાણ કરતા હતા. જોકે 10 મિનિટની આ ઘટનામાં મજબૂતાઈથી પ્રતિકાર કરતા તેઓ ભાગી ગયા હતા.બાદમાં પોલીસે તમામને ઝડપી લીધા હતા.

કાપડ વેપારી નિર્મલ ઓમપ્રકાશ બુર્બએ જણાવ્યું હતું કે, સોમવારની મોડી સાંજે તેઓ પિતરાઈભાઈ દિનેશ સોની સાથે પગપાળા કડોદરાના માતાજીના દર્શને જવા નીકળ્યા હતા. લગભગ બે કલાકમાં 7 કિલો મીટરનું અંતર કાપી લગભગ સાંજે 6 વાગે નિયોલ ગામ પાસે પાણીની બોટલ લેવા ઉભા રહ્યા હતા. ત્યારે અચાનક ઓટો રીક્ષામાં આવેલા ચાલક સહિત ત્રણ જણા એમની ઉપર તૂટી પડ્યા હતા.ઢળતી સાંજે થયેલા હુમલામાં ત્રણ પૈકી એક કોલર પકડી સોનાની ચેઇન તોડવાનો પ્રયાસ કરતો હતો. બીજો ઈસમ ખિસ્સામાંથી મોંઘો મોબાઈલ કાઢવાનો પ્રયાસ કરતો હતો. અને ત્રીજો ઈસમ મારઝૂડ કરતો હતો.

લૂંટના પ્રયાસથી રાહદારીઓ પણ આશ્ચર્યમાં પડી ગયા હતા.લગભગ 10-15 મિનિટ સુધી મારા મારી કર્યા બાદ પણ બન્ને ભાઈઓએ જોરદાર પ્રતિકાર કરતા લૂંટારૂઓ ડરી ગયા હતા. 500 મીટરમાં જ પોલીસ ચોકી હતી. લોકો ભેગા થઈ રહ્યા હતા. વારંવાર લૂંટારૂઓ બન્ને ભાઈઓને દબાણ કરી રીક્ષામાં બેસી જવા દબાણ કરી રહ્યા હતા. જોકે આખરે કોઈ મદદ મળે એ પહેલાં જ લૂંટારૂઓ ભાગી જતા પોલીસ આવી હતી.પુણા પોલીસના જવાનોએ તાત્કાલિક આ બાબતે ફરિયાદ નોંધી ગણતરીના કલાકોમાં આખી ગેંગને પકડી પાડી હતી. એટલું જ નહીં પણ તમામ સામે ગુનો નોંધી કાયદેસરની ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી શરુ કરી છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: સુરતમાં સાગા ભાઈ એ જ ભાઈની કરીનાખી હ-ત્યા,પ્રેમ પ્રકરણમાં હત્યા કરી હોવાની આશંકા
Next: સુરત: મંત્રી મંડળની રચના પહેલાં આવેલા ફોનથી ધારાસભ્યના નસીબ ખુલ્યા…

Related Stories

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.