
વરાછા રોડ પર આવેલી સનસીટી સ્કુલમાં ઈન્નર વ્હીલ ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા વ્યસન મુક્તિ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો, અને વિદ્યાર્થીઓ તેમજ લોકો જોડાયા હતા.
વ્યસન આજે એક વ્યક્તિને જ નહિ પરંતુ સમગ્ર પરિવારને ઝપેટમાં લઈને વિનાશ તરફ લઇ જતું હોય છે. જો પરિવારમાં એક વ્યક્તિ વ્યસન કરી રહ્યું હોય તો તેની અસર સમગ્ર પરિવારે ભોગવવાનો વારો આવે છે. જેના અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે તે માટે આજે ઈન્નર વ્હીલ ક્લબ ઓફ સુરત ઇસ્ટ દ્વારા વરાછા રોડ ખોડીયાર નગર ખાતે આવેલ સનસીટી સ્કુલ ખાતે વ્યસન મુક્તિ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં કલબના પ્રેસિડેન્ટ જયશ્રીબેન ભાલાળા અને તેના સભ્યો, શાળાના ટ્રષ્ટી ગોરધરનભાઈ તેમજ આચાર્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. અને વ્યસન મુક્તિ અંગેની જાણકારી મેળવી હતી.