
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા સુરતમાં ૧૧૦ કરોડના ખર્ચે હોસ્ટેલ નિર્માણ થવાનું છે. વરાછા કામરેજ રોડ ઉપર વાલક પાટીયા ખાતે હોસ્ટેલ નિર્માણ માટે આગામી તા. ૧૫-૧૦-૨૦૨૧ વિજયા દશમીના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ સુરત માટે ગૌરવ સમાન કહી શકાય એવા હોસ્ટેલ પ્રોજેક્ટની ખાતમૂહૂર્ત વિધી થશે. સુરત શહેરમાં ૧૦ લાખથી વધુ વસ્તી ધરાવતા પટેલ સમાજ માટે સુરતમાં આ પ્રથમ હોસ્ટેલ બનશે. કિરણ જેમ્સના અગ્રણી દાતા વલ્લભભાઇ એસ. લખાણીના હસ્તે આ પ્રોજેક્ટનું ભૂમિ પૂજન કરવામાં આવનાર છે. હોસ્ટેલ નિર્માણની માહિતિ આપવા આજે વરાછા ઉમરવાડા બોમ્બે માર્કેટ કોન્ફરેન્સ હોલ ખાતે જાગૃતિ મિટીંગ યોજવામાં આવી હતી જેમાં સંસ્થાના પ્રમુખ કાનજીભાઇ ભાલાળાએ હોસ્ટેલને લગતી તમામ વિગતો આપી હતી.
૧૦૦૦ ભાઇઓ માટે હોસ્ટેલ ૧૦૦ વ્યક્તિઓ માટે અતિથિ ભવન હોસ્ટેલ નિર્માણના પ્રથમ તબ્બકામાં ૫૫૦૦ ચો.વાર માં ૩ લાખ ચોર સ્કવેર ફૂટનું બાંધકામ થશે. જેમાં ૧૦૦૦ વિદ્યાર્થીઓ માટી સુવિધા યુક્ત વ્યવસ્થા થનાર છે. ઉપરાંત ૧૦૦ વ્યક્તિઓ માટે અતિથી ભવન પણ બનાવવાનું આયોજન છે. વિવિધ સંસ્થાના ૧૦૦૦ સેવાભાવિ યુવાનોએ હોસ્ટેલ નિર્માણનો સંદેશ ઘેર ઘેર પહોંચાડવા સંકલ્પ લીધો હતો. સુરતમાં પટેલ સમાજના યુવાનો – યુવતિઓ ની કારકિર્દી ઘડવા માટેની વિશેષ સુવિધાઓ ઘટતી હતી. ઉચ્ચ અભ્યાસ અને કારકિર્દીલશ્રી પરીક્ષાઓની તૈયારી માટે વિદ્યાર્થીઓને ઉપયોગી થવા માટે હોસ્ટેલ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.
બીજા તબકામાં બહેનો માટે હોસ્ટેલ બનશે.તા. ૧૫-૧૦-૨૦૨૧ ના રોજ ભાઇઓ માટે ની હોસ્ટેલ પછી આગામી વર્ષ ૨૫૦૦ ચો. વા૨ માં ૧૭૫૦૦ સ્કવેરફૂટના બાંધકામમાં ૫૦૦ બહેનો માટે સુધિાયુક્ત હોસ્ટેલ નિર્માણ થશે.રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સાથે સાંસદ સી. આર. પાટીલ તથા કેન્દ્રીય તથા રાજ્યના મંત્રીઓ ઉપરાંત સ્થાનિક ધારાસભ્યોને નિમંત્રણ પાઠવવામાં આવનાર છે. હોસ્ટેલ પ્રોજેક્ટના મુખ્યદાતાઓ, દાતા ટ્રસ્ટીઓ તથા પટેલ સમાજના અગ્રણીઓ તથા વિવિધ શહેરમાંથી પટેલ સમાજના અગ્રણીઓ પણ હાજરી આપનાર છે.