Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • October
  • સુરતમાં રાત્રિ કર્ફ્યૂ વચ્ચે બર્થ ડે પાર્ટી ઊજવાઈ, બાર ડાન્સરે ઠૂમકા લગાવ્યા, જુવો વિડિઓ
  • GUJARAT

સુરતમાં રાત્રિ કર્ફ્યૂ વચ્ચે બર્થ ડે પાર્ટી ઊજવાઈ, બાર ડાન્સરે ઠૂમકા લગાવ્યા, જુવો વિડિઓ

Real October 8, 2021
WhatsApp Video 2021-10-08 at 11.04.17 AM.mp4_snapshot_00.07.495
Spread the love

સુરતમાં રાત્રિ કર્ફ્યૂ અને પોલીસ કમિશનરના જાહેરનામાના લીરેલીરા ઉડાવતી ઘટના સામે આવી છે. ભાગાતળાવ ખાતે બર્થ ડે પાર્ટીમાં બાર ડાન્સર બોલાવી ટપોરી તત્ત્વોએ ઠૂમકા મારવા સાથે ચલણી નોટોનો પણ વરસાદ કર્યો હતો. અઠવા પોલીસ સ્ટેશનના થોડા અંતરે જ જન્મદિવસ ઉજવણીમાં નામે થયેલા આ તાયફામાં કોવિડ ગાઇડલાઇન્સના ધજાગરા ઊડ્યા હતા. હાલ કથિત રીતે પાંચેક દિવસ જૂનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

કોરોનાને કારણે રાત્રિ દરમિયાન કર્ફ્યૂ જાહેર કરાયો છે. નવરાત્રિ મહોત્સવમાં પણ રાત્રિના 12 વાગ્યા બાદ ગરબા રમવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે, સાથે જ જાહેરમાં જન્મદિવસ ઊજવવાની મનાઈ છે. જોકે પોલીસના આ જાહેરનામાનો કેટલાંક અસામાજિક તત્ત્વો જ સરેઆમ ભંગ કરે છે. બર્થ ડે સેલિબ્રેશન સહિતના પ્રોગ્રામોની ઉજવણી કરી જાહેરનામાના લીરેલીરા ઉડાવાયા છે. સોશિયલ મીડિયામાં બર્થ ડે પાર્ટીમાં બાર ડાન્સર બોલાવી નોટોનો વરસાદ કરાયો હોવાનો વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયોમાં મૈં હું ડોન, તમંચે પે ડિસ્કો, એક દો તીન ચાર વગેરે જેવાં બોલિવૂડનાં ગીતો સ્થાનિક યુવકો બાર ડાન્સર સાથે ઠૂમકા લગાવતા નજરે પડે છે. શરમ નેવે મૂકી યુવકો બાર ડાન્સર પર ચલણી નોટો ઉડાવતા પણ વીડિયોમાં નજરે પડે છે..

બાળકોની હાજરીમાં સમગ્ર પાર્ટી યોજાઈ હતી, જેમાં કોઈએ માસ્ક પહેર્યું નહોતું..

આ વીડિયો કથિત રીતે ભાગાતળાવના સિંધીવાડનો છે અને પાંચેક દિવસ પહેલાં એક છોકરીના જન્મદિવસ નિમિત્તે અહીં મોટો સ્ટેજ બાંધી સેલિબ્રેશનનો કાર્યક્રમ યોજાયો હતો. વીડિયોમાં ઠૂમકા મારતા સુકરી અને મીંડી ગેંગના સભ્યો નજરે પડે છે, સાથોસાથ રુસ્તમપુરાનો નામચીન જાફર ગોલ્ડન પણ આ વીડિયોમાં દેખાય છે. કોવિડ ગાઇડલાઇન્સના ધજાગરા ઉડાવી બર્થ ડે સેલિબ્રેશનના નામે થયેલા આ તાયફાનો વીડિયોએ પોલીસના નાઇટ પેટ્રોલિંગની પણ પોલ ઉઘાડી પાડી દીધી છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: UPમાં ગાયને બચાવવામાં ટ્રક અને બસ વચ્ચે ભીષણ ટક્કર; બસના ફુરચા ઊડી ગયા; 9નાં મોત, 27 ઈજાગ્રસ્ત
Next: સુરત રેલવે સ્ટેશન પર પ્રવેશતા જ આરોપીની ઓળખ થશે, હાઈ રિઝોલ્યુશનવાળા ફેસ રિકગ્નેશન કેમેરા લગાવાયાં

Related Stories

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.