
હાલ શ્રાધ્ધ ચાલી રહ્યા છે ત્યારે ભાદરવી ચૌદના શ્રાદ્ધને લઈએ સુરતની અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા અશ્વનીકુમાર ખાતે આવેલ ઓવારા પર બિનવારસી મૃતકોની આત્માની શાંતિ માટે આજે તર્પણ વિધિ કરવામાં આવી હતી.
સુરતની અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા બિનવારસી મૃતકોની વિનામુલ્યે ન્યાત-જાતના ભેદભાવ વગર વિધિપૂર્વક અંતિમ સંસ્કાર કરે છે. જયારે આજે ભાદરવી વાત ચૌદશને લઈને આ બિનવારસી મૃતકોની આત્માની સદગતિ માટે અશ્વનીકુમાર વૈધરાજ મહાદેવ મંદિર ઓવારા પર નિશાંતભાઈ અને કુલદીપભાઈ અધ્વર્યુ મહારાજના હસ્તે મહાલય શ્રાદ્ધ વિધિ કરવામાં આવી હતી. સાથે તર્પણ વિધિ અને પીંડદાન પણ કરાયું હતું. તે ઉપરાંત આ તર્પણ વિધિના કાર્યક્રમની સાથે બ્રહ્મભોજનનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.