Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • November
  • પત્ની રિસામણે ગઈ ને પતિએ કરી લીધા બીજા લગ્ન પ્રથમ પત્ની ઘરે આવતા થઇ જોવા જેવી
  • AZAB-GAZAB
  • GUJARAT

પત્ની રિસામણે ગઈ ને પતિએ કરી લીધા બીજા લગ્ન પ્રથમ પત્ની ઘરે આવતા થઇ જોવા જેવી

Real November 2, 2021 1 minute read
pati patni
Spread the love

ગાંધીનગરમાં પતિથી રિસાઈને પિયર ગયેલી પત્નીનો દાવ થઇ ગયો છે. પત્ની પિયર ગયાના એક મહિના સુધી પતિએ ભાળ ન લેતાં પત્ની સાસરે પાછી આવીને દરવાજો ખખડાવ્યો તો પતિની બીજી પત્નીએ દરવાજો ખોલી સ્વાગત કરતાં પત્નીની પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

સમગ્ર ઘટના વિશે જણાવીએ તો, ગાંધીનગરમાં ચાર સંતાન સાથે એક દંપતી સુખમય જીવનમાં બીજી સ્ત્રીની એન્ટ્રી થતાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. ગાંધીનગરમાં રહેતી મોહિની  (નામ બદલ્યું છે)ના લગ્ન મોહન (નામ બદલ્યું છે) સાથે થયા હતા. આ લગ્નજીવનથી મોહિનીએ ચાર સંતાનને જન્મ આપ્યો હતો. દંપતી ચાર સંતાનોના લાલનપાલનમાં વ્યસ્ત થઈ ગયું હતું. ત્યારે સમય જતાં મોહનના સ્વભાવમાં ઓચિંતો ફેરફાર થવા લાગ્યો હતો.

 

મોહન ધીમે ધીમે મોહિની અને ઘરમાં ઓછું ધ્યાન આપવા લાગ્યો હતો, એટલે મોહનને  એમ હતું કે મોહન કામધંધા અર્થે વ્યસ્ત હોવાથી સ્વભાવ બદલાયો હશે. જોકે સમય જતાં મોહને મોહિની સાથે વાતચીત કરવાનું પણ ઓછું કરી દીધું અને સતત ફોનમાં વ્યસ્ત રહેવા લાગ્યો હતો.

મોડી રાત સુધી મોહન ચોરીછૂપીથી ફોન પર વાતો કરતો રહેતો હતો, જેને કારણે મોહિનીને  શંકા ઊપજી હતી, જેથી તેણે મોહનની દરેક હિલચાલ પર નજર રાખવાનું શરૂ કરી દીધું હતું. ત્યારે મોહન પણ વિશેષ તકેદારી રાખી ફોન રીઢો મૂકતો ન હતો, પરંતુ કહેવત છે ને પાપ છાપરે ચડીને પોકારી ઊઠે, એજ રીતે મોહિનીને  મોહનનું અફેર ચાલતું હોવાની જાણ થઈ ગઈ હતી.

મોહિનીને  મોહનના અફેરની જાણ થતાં પતિ-પત્ની વચ્ચે ખટરાગ શરૂ થઈ ગયો હતો. તેમ છતાં મોહન પોતાના અવૈધ સંબંધો તોડવા તૈયાર ન હતો. ત્યારે એક મહિના પહેલાં દંપતી વચ્ચે ઉગ્ર માથાકૂટ થઇ હતી, જેને પગલે મોહિની ચાર સંતાનોને લઈને રિસાઈને પિયર રહેવા જતી રહી હતી, પરંતુ મહિના સુધી અક્ષયે મોહિની કે સંતાનોને પરત લાવવા કોઈ પ્રયાસ કર્યા ન હતા. મોહિની સંતાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખી પરત ઘરે ફરી હતી. મોહિની સાસરે આવીને જેવો ઘરનો દરવાજો ખખડાવ્યો કે મોહનને જેની સાથે અફેર ચાલતું હતું તે માયા  (નામ બદલ્યું છે)એ દરવાજો ખોલ્યો હતો.

આ જોઈમોહિનીના  પગ નીચેથી જમીન સરકી ગઈ હતી, કેમ કે મોહન એક મહિનાની અંદર જ માયા  સાથે લગ્ન કરી લઈ નવો ઘરસંસાર માંડી લીધો હતો. આ વાતને લઈ બન્ને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો અને પાડોશીઓ પણ એકઠા થઈ ગયા હતા. આખરે રેખાએ 181 અભયમ મહિલા હેલ્પલાઈનની ટીમને ફોન કરીને મદદે બોલાવી લીધી હતી.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: સુરતમાં પિતાએ ગુટખા ખાવા માટે 12 વર્ષના પુત્રને પુલની પાળી પર બેસાડ્યો અને તે નદીમાં પડી ગયો
Next: ધુતારાને લોભિયા મળી રહે સુરતની એક મહિનાલે ગલડિયું 8 લાખ 62 હાજર માં ખરીદવું પડ્યું ભારે

Related Stories

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.