
હેડ ક્લાર્કની ભરતીના પેપર ફૂટ્યાં બાદ રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. આપ દ્વારા અસિત વોરાના રાજીનામાની માગ સાથે સુરતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. જેમાં આપના કાર્યકરો- નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેમાં પોલીસે આપના નેતાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી.મારામારી દરમિયાન ઉમરાના પીઆઈને પણ ઈજા પહોંચી હતી. બે દિવસ પહેલાં ગાંધીનગરમાં પણ પોલીસ-ભાજપના કાર્યકર્તાઓ અને આપ વચ્ચે મારામારીની ઘટના બની હતી. હવે સુરતમાં ઝપાઝપી થઈ છે.
આપ ના નેતા એ શું કહ્યું જુવો વિડીઓમાં
પોલીસની વગર કારણની કનડગત
પોલીસ દ્વારા કલેકટર કચેરીએ મીડિયાકર્મીઓ સાથે પણ ચકમક કરાઈ હતી. કોઈ કારણ વગર બંદોબસ્ત માટે ઊભેલા સ્ટાફ દ્વારા ખોટી રીતે મીડિયાકર્મીઓને હેરાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મહિલા પીએસઆઇ સહિતના સ્ટાફ દ્વારા મીડિયાને સતત રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મહિલા પી.એસ.આઇ દ્વારા મીડિયા કર્મીઓ સામે રૌફ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.