Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2021
  • December
  • પી પી સવાણી ગ્રુપ આયોજિત, ચુંદડી મહિયરની સમુલાગ્નોત્સવમાં ૩૦૦ દીકરીઓની મહેંદી રસમનું આયોજન કરાયું .
  • AZAB-GAZAB
  • GUJARAT
  • INDIA

પી પી સવાણી ગ્રુપ આયોજિત, ચુંદડી મહિયરની સમુલાગ્નોત્સવમાં ૩૦૦ દીકરીઓની મહેંદી રસમનું આયોજન કરાયું .

Real December 2, 2021
Screenshot 2021-12-02 185232
Spread the love

પિતા વિહોણી દીકરીઓના લગ્ન અને ત્યારબાદની સંપૂર્ણ જવાબદારી ઉઠાવતાં પી.પી.સવાણી પરિવાર દ્વારા ચોથી અને પાંચમી ડિસેમ્બરના રોજ ચૂંદડી મહિયરની નામે પરિણય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતના અબ્રામા ખાતે યોજાનારા આ સમૂહ લગ્નમાં હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ ધર્મની 300 દીકરીઓ તેમના ધર્મ-વિધિ પ્રમાણે પ્રભુતામાં પગલાં પાડશે.બે દિવસના આ ભવ્ય લગ્ન સમારોહમાં કોવિડની ગાઈડલાઈન પ્રમાણે મર્યાદિત લોકોની હાજરી સાથે બે દિવસમાં સવાર સાંજ એમ ચાર તબક્કામાં લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. પિતા વિહોણી દીકરીઓના કન્યાદાન સામાજિક અગ્રણીઓની સાથે સાથે કોવિડ-19માં કામગીરી કરનારના હસ્તે કરવામાં આવશે. આ વર્ષે 300 દીકરીઓ પૈકીની 103 દીકરીઓ એવી છે કે, જેને પિતા અને માતા કે મોટાભાઈ એવો કોઈ આશરો નથી. એવી દીકરીઓનું કન્યાદાન મહાનુભાવોના હસ્તે થશે. જયારે આજેથી પરિણય સમારોહના વિવિધ કાર્યક્રમની શરૂઆત થઇ ગઈ છે.

અબ્રામા રોડ પર આવેલ પી.પી. સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ ગ્રાઉન્ડની સામે ગોપીન રીવર વિલે ખાતે પરિણય સમારોહના પ્રથમ કાર્યક્રમનું આયોજન આજે કરવામાં આવ્યું હતું. આજે મહેંદી રસમ યોજાઈ હતી. આ સમૂહ લગ્નમાં હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ ધર્મની 300 દીકરીઓ કે જે આગામી ચોથી અને પાંચમી તારીખે ધર્મ-વિધિ પ્રમાણે પ્રભુતામાં પગલાં પાડશે. તે તમામ દીકરીઓની આજે મહેંદી રસમ યોજાઈ હતી. જે તમામ દિકરીઓના હાથમાં એક સાથે મહેંદી મુકવામાં આવી હતી. આ પ્રસંગે તમામ દિકરીઓના પરિજનોની સાથે મહાનુભાવો હાજર રહ્યા હતા. આ જ પ્રકારની મહેન્દરી રસમને ગ્ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું.

 

https://chat.whatsapp.com/5SWExmTSQZFFZZKrhp7HF2

વોટ્સએપ ગ્રુપમાં ન્યુઝ અપડેટ મેળવવા માટે ☝🏻 ઉપરની લિંક ક્લીક કરો.અને જોડાવ ગ્રુપ માં

અપડૅટૅડ રહેવા માંગતા તમારા મિત્રો, ફેમીલી મેમ્બર્સ, સહકર્મીઓને આ લિંક ફોરવર્ડ કરો જેથી તેઓ પણ અપડેટેડ રહી શકે.

વિગતપૂર્વક અને વેરીફાય કરીને સમાચારો આપવા માટૅ રિઅલ નેટવર્ક ટીમ કટિબધ્ધ છે.

Team Real Network

 

 

          

 

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: 300 દિકરીઓનું કોરોના વોરીયર્સના હસ્તે કન્યાદાન : 4-5 ડિસેમ્બરે પીપી સવાણી પરિવાર આયોજિત સમૂહ લગ્નોત્સવ : ગુજરાતના ખૂણેખૂણેથી ઉમટશે મહેરામણ
Next: સમાજ સેવા પર ખર્ચમાં મુકેશ અંબાણી, રતન ટાટા અને અઝીમ પ્રેમજીમાંથી કોણ આગળ ?

Related Stories

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-08-15 at 3.00.51 PM
  • GUJARAT

વરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.

Real August 15, 2025

Recent Post

  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS
  • WhatsApp Image 2025-08-15 at 3.00.51 PMવરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૯માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
    In GUJARAT

You may have missed

l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
WhatsApp Image 2025-09-06 at 7.03.32 PM
  • BUSINESS

વરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો

Real September 8, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.