
સુરતમાં સ્પાની આડમાં કુટણખાના શરુ કરી દેવામાં આવે છે. અને સમયે સમયે પોલીસ દ્વારા કામગીરી કરીને આવ ગોરખધંધા ચલાવતા શખ્સો પર કાર્યવાહી કરવામાં આવે છે. આજે ફરી એકવાર પોલીસ દ્વારા વેસુમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર પોલીસે રેડ કરી હતી. અને ૬ લલના સહીત ૧૦ની ધરપકડ કરી હતી.
સુરત ક્રાઈમ બ્રાંચની મિસિંગ સેલ દ્વારા આજે ફરી એક વખત સ્પા પર રેડની કામગીરી કરવામાં આવી હતી. મિસિંગ સેલના જવાનોને સ્પાની આડમાં ગોરખધંધા ચાલી રહ્યા હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસે વેસુ સોમેશ્વર સર્કલ નજીક આવેલ એસએનએસ પ્લેટીના કોમ્પ્લેક્ષમાં ચાલતા આર વન સ્પા પર રેડ કરી હતી. જે રેડ દરમિયાન પોલીસને ૬ લલાના, ત્રણ ગ્રાહકો અને એક મેનેજર મળીને કુલ ૧૦ લોકોની ધરપકડ કરી હતી. રેડમાં ઝડપાયેલ થાઈલેન્ડની છોકરીઓ હોવાનું સામે આવ્યું હતું. જે ટુરિસ્ટ વિઝા પર સુરત આવીને આ કામ કરતી હોવાનું સામે આવ્યું હતું. હાલ પોલીસે તેમાં સામે કાયદાકીય કામગીરી હાથ ધરી છે.