Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2022
  • January
  • આજનું રાશિફળ: આજે આ રાશિના જાતકોએ ખોટા વાદ-વિવાદમાં પડવું નહીં
  • ENTERTAINMENT

આજનું રાશિફળ: આજે આ રાશિના જાતકોએ ખોટા વાદ-વિવાદમાં પડવું નહીં

Real January 28, 2022
રાશિ ફળ
Spread the love

મેષ રાશિફળ (Aries): વેપાર તથા કારોબારમાં તમારા લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે વધારે મહેનત કરવાની જરૂરિયાત છે. કાયદાકીય મામલે કોઇ નિષ્ણાતની સલાહ લો, તમને યોગ્ય સમાધાન મળશે. પારિવારિક અને વ્યવસાયિક જીવનમાં સારો તાલમેલ બેસાડી ન શકવાના કારણે પરિવારમાં તણાવ રહેશે. તમારી જવાબદારીઓથી ગભરાશો નહીં. આ સમેય તમે એકલતાનો અનુભવ કરશો. આધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ રસ રહેશે. ઘરનું વાતાવરણ સુખદ અને સુખમય રહેશે.

વૃષભ રાશિફળ (Taurus): થોડા સાવધાન રહો, નજીકના લોકો જ તમારી સાથે વિશ્વાસઘાત કરી શકે છે. કોઇ પણ નિર્ણય સમજી-વિચારીને લેવો. વધારે વ્યસ્તતાના કારણે ઘરમાં વધારે ધ્યાન આપી શકશો નહીં. કાર્યક્ષેત્રમાં તમામ વિધ્નો અને મુશ્કેલીઓ વચ્ચે તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. મનને સ્થિર રાખવાની કોશિશ કરો. સ્વભાવમાં પરિપક્વતા લાવવી જરૂરી છે. જોખમી કાર્યોમાં રસ ન લેશો નહીંતર નુકસાન થઇ શકે છે. પરિજનો તથા સંબંધીઓ સાથે સંબંધ મધુર જાળવી રાખો.

મિથુન રાશિફળ (Gemini): જો કોઇ રૂપિયા ફસાયેલા છે તો તેને પ્રાપ્ત કરવા માટે સમય અનુકૂળ છે. વાહન સાવધાની પૂર્વક ચલાવવું જરૂરી છે. પતિ-પત્ની તથા પરિવારના સભ્યો વચ્ચે ચાલી રહેલાં મતભેદ દૂર થશે. ઘરના વડીલોનું માન-સન્માન અને સેવામાં ઘટાડો આવે નહીં તેનું ધ્યાન રાખવું. આર્થિક સ્તિથિ પણ મજબૂત થશે. દિવસના અંત સુધીમાં મોટા કાર્યને પૂર્ણ કરવાનો પ્રયાસ કરવો. આ દિવસે કરેલા દરેક કાર્યમાં સફળતા મળી શકે છે.

કર્ક રાશિફળ (Cancer): પાડોસીઓ અને સંબંધીઓ સાથે સંબંધમાં કોઇપણ પ્રકારનો મનમુટાવ ન આવે તેનું ધ્યાન રાખો. કાયદાકીય મામલે તમને વિજય પ્રાપ્ત થશે. તમારી વ્યવસાયિક યોજનાઓને સિક્રેટ જ રાખો. સ્વાસ્થ્ય સારું રહેશે. પારિવારિક વાતાવરણ સુખમય રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતા દૂર થશે. વધારે મહેનતના કારણે નસમાં દુખાવો થઈ શકે છે.

સિંહ રાશિફળ (Leo): મશીન, સ્ટાફ વગેરે સાથે જોડાયેલી નાની-મોટી પરેશાનીઓ વેપારમાં આવશે. પારિવારિક સુખ-શાંતિની દૃષ્ટિએ સમય ઉત્તમ રહેશે. ભાવુકતા તમારી સૌથી મોટી નબળાઇ છે. તેના ઉપર વિજય મેળવવો ખૂબ જ જરૂરી છે. સરકારી સમસ્યા જે છેલ્લાં થોડા સમયથી ચાલી રહી હતી આજે તેનો શાંતિપૂર્ણ ઉકેલ મળી શકે છે. તમે તમારાં કાર્યોની વ્યસ્તતા તથા પારિવારિક જીવન વચ્ચે તાલમેલ સારો જાળવશો. વિદ્યાર્થી વર્ગને તેમના અભ્યાસમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

કન્યા રાશિફળ (Virgo): ભાઇઓ સાથે ચાલી રહેલો મતભેદ દૂર કરવામાં તમારી વિશેષ ભૂમિકા રહેશે. ખર્ચ વધારે રહેશે પરંતુ ગભરાશો નહીં. આ ખર્ચ તમારા થોડા સારા માટે રહેશે. લગ્નજીવન મધુર જળવાયેલું રહેશે. વ્યવસાયિક કાર્યોમાં તમારી મહેનતનું યોગ્ય પરિણામ તમને પ્રાપ્ત થશે. ઘરનું વાતાવરણ સુખદ રહેશે. જમીનને લગતા મામલાઓ અંગે પોઝિટિવ ચર્ચા-વિચારણાં પણ થશે. . દરેક વસ્તુ માટે તમારી જાતને પ્રેરિત રાખવી જરૂરી છે.

તુલા રાશિફળ (Libra): પૈસા સંબંધિત સમસ્યાઓ ઓછી થશે, તેમ છતાં તમારે સંપૂર્ણપણે ઉકેલવા માટે નવો માર્ગ અપનાવવો પડી શકે છે. આજે કાર્યક્ષેત્રમાં કોઇ સોનેરી અવસર હાથમાં આવશે. અચાનક આવેલી મુશ્કેલીથી કોઇ રસ્તો ઉકેલાશે નહીં. બાળકો ઉપર તમારો ગુસ્સો ઉતારશો નહીં. ભલે શરૂઆતમાં તે શક્ય ન લાગે, પરંતુ તમે તમારી ક્ષમતા અનુસાર કામ કરવાનું ચાલુ રાખશો

વૃશ્ચિક રાશિફળ (Scorpio): પારિવારિક વ્યવસ્થા તથા તાલમેલ યોગ્ય જળવાયેલો રહેશે. પાર્ટનરશિપને લગતા વ્યવસાયમાં દરેક ગતિવિધિઓ તથા ક્રિયાઓ ઉપર નજર રાખો. વાતચીત કરતી સમયે ખરાબ વચનોનો ઉપયોગ ન કરો. પોતાના ઉપર વિશ્વાસ રાખો, કોઇની ખોટી સલાહ તમારા માટે નુકસાનદાયી સાબિત થઇ શકે છે. મિત્રો તથા નજીકના સંબંધીઓ સાથે ચાલી રહેલાં સંબંધમાં વિવાદ ઊભો થાય નહીં તેનું ધ્યાન રાખો.

ધન રાશિફળ (Sagittarius): ઘરના રિનોવેશન તથા પરિવર્તનને લગતી થોડી મહત્ત્વપૂર્ણ યોજના બનશે. કામ વધારે હોવા છતાં થોડો સમય તમે તમારા રસના કાર્યોમાં પણ સમય પસાર કરશો. કોઇ વિરોધી તમારા માટે નકારાત્મક પરિસ્થિતિઓ તો બનાવશે, પરંતુ તમે તેનાથી મુક્તિ મેળવવામાં સમર્થ પણ રહેશો. વ્યાવસાયિક સ્થિતિમાં સુધાર આવશે. કોઇ પારિવારિક મુદ્દાને લઇને ચાલી રહેલી ગેરસમજ દૂર થશે.

મકર રાશિફળ (Capricorn): તમે તમારા વ્યક્તિગત વિકાસ તરફ જેટલું વધુ ધ્યાન આપો છો, તેટલી જ સરળતાથી તમે તકને ઝડપી શકશો. તમારા અનુભવો દ્વારા લોકોને માર્ગદર્શન આપવું તમારા તરફથી શક્ય બનશે. ધનને લગતી પરેશાની રહેશે, કોઇ નજીકના મિત્રની મદદથી સમસ્યાનો ઉકેલ પણ મળી જશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. વ્યવસાયને લગતા મામલે કોઇપણ નિર્ણય યોગ્ય સમજીવિચારીને જ લો. સમય મહેનત કરવાનો છે. સ્થિતિ અને પરિસ્થિતિ ધીમે-ધીમે તમારા પક્ષમાં આવી જશે.

કુંભ રાશિફળ (Aquarius): ખોટા વાદ-વિવાદ કે તર્ક-વિતર્કમાં પડશો નહીં. રાજકીય મામલાઓને લઇને સાવધાન રહેવું જરૂરી છે. મોબાઇલ, ઈમેલ દ્વારા કોઇ શુભ સમાચાર પણ પ્રાપ્ત થઇ શકે છે. આ સમયે શેર બજાર, રોકાણ વગેરે જેવી ગતિવિધિઓમાં રસ ન લો. પારિવારિક વ્યવસ્થામાં થોડી બેદરકારી રહેશે. ધ્યાન રાખો કે કોઇ વ્યવસાયિક નાની પણ બેદરકારી તમારા કરિયરને ખરાબ કરી શકે છે.

મીન રાશિફળ (Pisces): આ સમયે આર્થિક પક્ષ થોડો નબળો રહી શકે છે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવી લોકોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. જોખમી કાર્યો કરવાથી બચવું. કાર્યક્ષેત્રમાં કોઇ નવા કામની શરૂઆત માટે સમય યોગ્ય છે. જીવનના દરેક માર્ગ ઉપર તમે તમારી જવાબદારીને યોગ્ય રીતે નિભાવશો. થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે.

Continue Reading

Previous: સુરતના વેસુમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર પોલીસ ત્રાટકી ૬ યુવતી સહીત ૧૦ની ધરપકડ
Next: ભાવનગરમાં વેક્સિનના સર્ટિફિકેટનું કૌભાંડ ઝડપાયું વેક્સિન લીધા વગર જ 300 થી 3000 રૂપિયામાં ઘરે બેઠાં સર્ટી મળે છે

Related Stories

xhssi337
  • AZAB-GAZAB
  • ENTERTAINMENT

રામનવમીએ અયોધ્યામાં રામલલાનો સૂર્યાભિષેક, લલાટ પર આહ્લાદક સૂર્ય તિલક

Real April 6, 2025
oy9y4v92
  • ENTERTAINMENT

શામળાજીને 4.25 કરોડની કિંમતનો હીરા જડીત સોનાનો મુગટ કરાયો અર્પણ, 10 કારીગરોએ 3 માસમાં કર્યો તૈયાર

Real April 6, 2025
2ovwxw9n
  • ENTERTAINMENT

અભિનેતા રજનીકાંત હોસ્પિટલમાં દાખલ: મોડી રાત્રે લથડી તબિયત, પત્નીએ આપ્યું હેલ્થ અપડેટ

Real October 1, 2024

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.