
કાશ્મીર પંડીતોની વ્યથાને વાચા આપતી અને ૧૯૯૦ ના દાયકામાં બનેલી સત્ય ઘટનાનીથી પ્રેરિત ફિલ્મ “ધી કાશ્મિર ફાઇલ્સ’ રિલીઝ થઈ ચુકી છે. આ ફિલ્મને કારણે રાષ્ટ્ર ભક્તિનો રીતસર જુવાળ ચડયો છે. ફિલ્મ જોનાર દરેકના દીલમાં એક વ્યથા છે, ફિલ્મમાં કાશ્મિરી હિન્દુઓના દર્દને ઊંડાણપૂર્વક રજૂ કરાયું છે આ મૂવીમા એવા અનેક દ્રશ્યો છે જે માનવીની સર્વેદનાઓને હચમચાવી નાખે છે.
વર્તમાન સમયે‘ધી કાશ્મિર ફાઈલ્સ” ફિલ્મની ખૂબ જ પ્રશંસા થઇ રહી છે. ત્યારે સુરતની હીરાની અગ્રણી કંપની ધર્મનંદન ડાયમંડ્સ પ્રાઇવેટ લિમીટેડ બિઝનેસની સાથે સામાજીક ઉત્તરદાયિત્વ નિભાવવામાં તો અગ્રેસર છે જ, પરંતુ રાષ્ટ્રની સેવા કાજે પણ સમર્પિત છે. આ બાબતને સાચક કરતા કંપની દ્વારા તેના કાર્યરત રત્નકલાકારોને “ધી કાશ્મિર ફાઇલ્સ” મુવી બતાવવાની શરૂઆત કરી છે.
કંપનીના સંચાલકોએ તેમના કર્મચારીઓને આજે આ ફિલ્મ ભતાવવાનું નકકી કર્યું છે, જેના માટે થિયેટરના આખે આખા બે શો બુક કરવામાં આવ્યા છે અને હજુ વધારે શો બુકિંગ માટેના પ્રયત્નો શરૂ છે. આનો એકમાત્ર આશય આજની યુવા પેઢીને ઇતિહાસની વાસ્તવિક્તાથી વાકેફ કરી તેમને દેશનિના રંગથી તરબોળ કરવાનો છે.ઉલ્લેખનીય છે કે ધર્મનંદન ડાયમંડ્સ કર્મચારીઓના આર્થિક, સામાજિક, અને પારિવારીક હિત માટે સમયાંતરે સાસ્કૃતિક, રમત-ગમત સહિત વિવિધ પ્રકારના આયોજન કરે છે. આ પ્રકારની સકારાત્મક પ્રવૃત્તિઓ દ્વારા તે રાષ્ટ્ર નિર્માણમાં પણ પોતાનું અનન્ય યોગદાન આપે છે
https://chat.whatsapp.com/Fwx6VgFRf3LAwy9en74EnH
વોટ્સએપ ગ્રુપમાં ન્યુઝ અપડેટ મેળવવા માટે ☝🏻 ઉપરની લિંક ક્લીક કરો.અને જોડાવ ગ્રુપ માં
અપડૅટૅડ રહેવા માંગતા તમારા મિત્રો, ફેમીલી મેમ્બર્સ, સહકર્મીઓને આ લિંક ફોરવર્ડ કરો જેથી તેઓ પણ અપડેટેડ રહી શકે.
વિગતપૂર્વક અને વેરીફાય કરીને સમાચારો આપવા માટૅ રિઅલ નેટવર્ક ટીમ કટિબધ્ધ છે.
Team Real Network