
સુરત શહેરની પ્રતિષ્ટિત ધી વરાછા કો-ઓપરેતીવ .બેંક લીમીટેડ સુરત દ્વારા “વિશ્વ મહિલા દિવસ” ની ઉજવણી કંઈક અનોખી રીતે કરવામાં આવી હતી. બેંકની તમામ ૨૫ શાખાઓમાં સવારે ૧૦.૦૦ કલાકે મહિલાઓનું સન્માન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સહકારી બેંકોમાં અગ્રગણ્ય એવી વરાછાબેંકે તેમની શાખા વિસ્તારના સામાજીક અગ્રણી મહિલાઓ, બેંકના મોટા FD હોલ્ડર મહિલાઓ, શાખામાં સફાઈ કરનાર મહિલાઓ તેમજ મહિલા તરીકે બિઝનેસ ક્ષેત્રે યોગદાન આપનાર પ્રતિભાશાળી નારી શક્તિને સન્માનિત કરીને સામાજીક ઉત્તરદાયિત્વ નિભાવ્યુ હતું. બેંકના બોર્ડ ઓફ ડિરેકટર્સ, શાખા વિકાસ કમિટી સભ્યશ્રીઓ તેમજ સ્ટાફ કર્મચારીઓની હાજરીમાં મહિલાઓને શાલ, પુસ્તક અને સાડી ઓઢાડીને પ્રોત્સાહન પુરૂ પાડયું હતું. બેંકિંગ સેવાની સાથે સાથે સામાજીક ક્ષેત્રે જાગૃતિના અનેક કાર્યક્રમો થકી વરાછ બેંકની વિશેષ કામગીરી બિરદાવવાને લાયક છે.