
દેશમાં પ્રથમ વખત 9000 હોર્સ પાવરનું શક્તિશાલી એન્જિન બનાવવામાં આવશે. આ માટે ગુજરાતમાં એક ફેક્ટરી શરૂ થવા જઈ રહી છે જેનો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. ભારતીય રેલવેની આ સાતમી ફેક્ટરી હશે. શક્તિશાલી એન્જિન બન્યા બાદ માલગાડીની એવરેજ સ્પીડ વધશે. સાથે જ ફેક્ટરી બન્યા બાદ આસપાસના વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં રોજગારીનું સર્જન થશે.
ભારતીય રેલ્વે ગુજરાતના દાહોદ ખાતે એન્જિન ફેક્ટરી શરૂ જઈ રહી છે. વડાપ્રધાન 20 એપ્રિલ એટલે કે આવતી કાલે શિલાન્યાસ કરશે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર આ સમગ્ર પ્રોજેક્ટમાં 20000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. જેમાં 9000 HPના એન્જિનો બનાવવામાં આવશે. અત્યાર સુધી દેશમાં 4500 અને 6000 HP ક્ષમતાના એન્જિન બનાવવામાં આવી રહ્યા છે. આ શક્તિશાળી એન્જિન 4500 ટન ક્ષમતાની માલગાડીને 120 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. હાલમાં માલસામાન ટ્રેનની મહત્તમ ઝડપ 100 કિમી પ્રતિ કલાક છે. આ ફેક્ટરીમાં 1200 એન્જિન બનાવવામાં આવશે.
ગુજરાતમાં ફેક્ટરી લગાવાથી મોટી સંખ્યામાં આસપાસના લોકોને રોજગારીની તકો ઉભી થશે. બીજી તરફ શક્તિશાળી એન્જિન બનાવવાને કારણે માલગાડીની સ્પીડ વધશે. તેથી માલસામાન ઓછા સમયમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાશે જેનો ફાયદો વેપારીઓ અને ધંધાર્થીઓને થશે. આ રીતે આ ફેક્ટરી દેશની આર્થિક પ્રગતિમાં સહકાર આપશે.
એન્જિનને અપગ્રેડ કરીને ક્ષમતામાં કરવામાં આવ્યો વધારો
ભારતીય રેલ્વેએ ચિત્તરંજન લોકોમોટિવ વર્ક્સ કોલકાતા ખાતે 9000 HP હાઈપાવર ઈલેક્ટ્રિક એન્જિન તૈયાર કર્યુ છે. આ એન્જિનમાં ફેરફાર કરીને બનાવવામાં આવ્યું હતું. જેની સ્પીડ અને ક્ષમતા સામાન્ય એન્જીન કરતા વધુ હોય છે. આ કડીઓ આગળ લઈ જઈને 9000 HPના એન્જિન માટે ફેક્ટરી બનાવવામાં આવી રહી છે.
– હાલનું રેલ્વે સ્ટેશન
ચિત્તરંજન રેલ્વે એન્જિન ફેક્ટરી, ચિત્તરંજન
ડીઝલ રેલએન્જિન ફેક્ટરી વારાણસી
ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી ચેન્નાઈ
રેલ કોચ ફેક્ટરી કપૂરથલા
મોર્ડન કોચ ફેક્ટરી રાયબરેલી
ડીઝલ એન્જિન આધુનિકીકરણ ફેક્ટરી પટિયાલા