
સુરતમાં યોજાયેલ સાય્ક્લોથોનમાં સેવા આપનાર સિવિલ ડીફેન્સના વોર્ડનોનું આજે પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સુરતમાં ડીસેમ્બર માસમાં સાય્ક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ક્રાઉડ મેનેજમેન્ટ માટે ખડે પગે રહી સિવિલ ડીફેન્સના વોર્ડનો દ્વારા સેવા આપવામાં આવી હતી. જેમનો આજરોજ સન્મા
ન સમારોહ યોજાયો હતો. વરાછા મીની બજાર લોકસમર્પણ બ્લડ બેંક ખાતે આ કાર્યક્રમ એડીશન ડીસ્ટ્રીકટ ઈલેક્શન ઓ
ફિસર એચ. આર. કેલૈયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં નાયબ કલેકટર અને સિવિલ ડીફેન્સના ઇન્ચાર્જ ઓફિસર એચ.એ પટેલ, લોક સમર્પણ બ્લડ બેંક પ્રમુખ હરિભાઈ કથીરિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ૯૦ વોર્ડન મિત્રોને પ્રમાણપત્ર વિતરણના કાર્યક્રમમાં ચીફ વોર્ડન કાનજીભાઈ ભાલાળાએ સર્વોને આવકારી સિવિલ ડીફેન્સની કામગીરીની માહિતી આપી હતી.
આ સન્માન સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપીને સેવા આપનાર સિવિલ ડીફેન્સના વોર્ડનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડેપ્યુટી ચીફ વોર્ડન નાવેદભાઈ શેખ અને મેહુલભાઈ સોરઠીયાએ કર્હ્યું હતું. અને આભાવ વિધિ ડેપ્યુટી ચીફ વોર્ડન વિજયભાઈએ કરી હતી.