
દિલ્હીમાં ઉભો થયેલ એક્સાઈઝ સ્કેમ અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. દિલ્હીની આમ આદમી પાર્ટી પર બીજેપીએ એક સ્ટિંગ રજૂ કરીને ભ્રષ્ટાચારનો આક્ષેપ મુક્યો છે.
દિલ્હી સરકારની નવી લિકર પોલિસીને લઈને શરૂ થયેલો વિવાદ મુદ્દે હવે બીજેપીએ નવો ઘટસ્ફોટ કર્યો છે. ભારતીય જનતા પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ કરીને સ્ટિંગ ઓપરેશનનો વીડિયો જાહેર કરી કેજરીવાલ સરકારને ઘેરી છે.
શું છે સ્ટિંગ ઓપરેશનમાં ?
અમિત માલવિયાએ રજૂ કરેલ સ્ટિંગના વીડિયોમાં એક વ્યક્તિ કહી રહ્યો છે કે તેનો 80 ટકા નફો છે એટલે કે 1 રૂપિયાનો માલ વેચવા પર 80 પૈસાનો નફો થાય છે. આ નવી પોલિસીમાં છટકબારીઓ આપવામાં આવી છે જેમાં 20 રૂ. માલ લઈને તમે જોઈએ તેટલામાં વેચી શકો છો. બસ અમારે ફિક્સ કરેલા પૈસા જોઈએ.
અમારી પાસેથી વર્ષે 235 કરોડ આ રીતે લેવામાં આવે છે. સ્ટિંગમાં દારૂના વેપારી સન્ની મારવાહના પિતા કહે છે કે, આ આંકડો તો બહુ ઓછો છે. કેટલાક લોકો પાસેથી તો 500-500 કરોડ પણ લેવામાં આવ્યા હતા.
સ્ટિંગ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરીને બીજેપી એમપી મનોજ તિવારી અને સંબિત પાત્રાએ કહ્યું કે, દિલ્હીની આપ સરકાર ઉપરથી લઈને નીચે ભ્રષ્ટાચારમાં લોતપોત છે. દર 12 કરોડ રૂપિયાના કમિશનમાંથી 6 કરોડનું કાળું નાણું બનાવીને મનીષ સિસોદિયા અને અરવિંદ કેજરીવાલે આપવાનું છે તેમ સ્ટિંગમાં દારૂના વેપારી સન્ની મારવાહના પિતા કહી રહ્યાં છે તેમ BJPએ આક્ષેપ કર્યો હતો.
ભાજપે સ્ટિંગમાં એક્સાઈઝ કૌભાંડના આરોપી નંબર 13 લિકર કારોબારી મારવાહના પિતા 12% કમિશન આપ્યું છે તેમ કહેતા નજરે ચઢ્યા છે.