
ટીમ ઈન્ડિયાએ આયર્લેન્ડને ડકવર્થ-લુઈસ પદ્ધતિથી પાંચ રનથી હરાવ્યું
સ્મૃતિ મંધાના પ્લેયર ઓફ ધ મેચ જાહેર થઈ હતી
ટીમ ઈન્ડિંયા પાંચમી વખત મહિલા T20 વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચી છે. હવે સેમિફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ટક્કર થશે. આ ગ્રુપમાંથી ઈંગ્લેન્ડની ટીમ પહેલા જ સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. ઓસ્ટ્રેલિયા ટૂર્નામેન્ટની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. આ પહેલા વર્ષ 2020ની ફાઇનલમાં તેણે ભારતીય ટીમને જ હરાવ્યું હતું. ટીમ ઈન્ડિંયાની નેટ રન રેટ +0.290 છે. આ પહેલા ગ્રુપ-બીમાંથી વેસ્ટ ઈન્ડિઝ, આયર્લેન્ડ અને પાકિસ્તાનની ટીમો ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. ટીમ ઈન્ડિંયાની વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાનાને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી.
ટીમ ઈન્ડિંયા ડકવર્થ-લુઈસ પદ્ધતિથી જીતી
ટીમ ઈન્ડિંયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં છ વિકેટે 155 રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાનાએ 87 રન રન કર્યા હતા. આ તેની T20 ઈન્ટરનેશનલની સર્વશ્રેષ્ઠ ઈનિંગ્સ હતી. આયર્લેન્ડની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. વરસાદને કારણે રમત બંધ થઈ ત્યાં સુધીમાં આયર્લેન્ડે 8.2 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 54 રન કર્યા હતા. વરસાદને કારણે રમત અટકાવવામાં આવી હતી. આયર્લેન્ડને 8.2 ઓવરમાં 59 રન બનાવવાના હતા. ડકવર્થ-લુઈસ પદ્ધતિથી આયર્લેન્ડ પાંચ રન પાછળ હતું અને તે નિર્ણાયક સાબિત થયું અન ટીમ ઈન્ડિંયાએ આયર્લેન્ડને ડકવર્થ-લુઈસ પદ્ધતિથી પાંચ રનથી હરાવ્યું હતું