Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • February
  • 9/11ના હુમલામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ખૂંખાર આતંકી બન્યો અલ કાયદાનો નવો વડો
  • WORLD

9/11ના હુમલામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ખૂંખાર આતંકી બન્યો અલ કાયદાનો નવો વડો

Real February 16, 2023
image
Spread the love

સંગઠને ઈજિપ્તના સૈફ અલ અદલને આતંકી સંગઠનનો વડો જાહેર કર્યો છે

ગત વર્ષે જુલાઇમાં અમેરિકા દ્વારા કરાયેલા ડ્રોન હુમલામાં અલ કાયદાનો પૂર્વ વડો અલ જવાહિરી ઠાર મરાયો હતો

દુનિયાભરમાં આતંક મચાવનારા આતંકી સંગઠન અલ કાયદાએ તેના નવા વડાની પસંદગી કરી લીધી છે. સંગઠને ઈજિપ્તના સૈફ અલ અદલને આતંકી સંગઠનનો વડો જાહેર કર્યો છે. ખરેખર ગત વર્ષે જુલાઇમાં અમેરિકા દ્વારા કરાયેલા ડ્રોન હુમલામાં અલ કાયદાનો પૂર્વ વડો અલ જવાહિરી ઠાર મરાયો હતો. તેના બાદથી જ આ સંગઠનના નવા પ્રમુખ માટે શોધખોળ ચાલી રહી હતી.

1980ના દાયકાથી જ અલ-કાયદા સાથે તેનો સંબંધ રહ્યો છે

સોમવારે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જારી કરવામાં આવેલા એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે અલ કાયદાએ તેના નવા વડાની પસંદગી કરી લીધી છે. તેનું નામ સૈફ અલ અદલ છે. તે ઈજિપ્તના સૈન્યનો પૂર્વ કર્નલ રહી ચૂક્યો છે. 1980ના દાયકાથી જ અલ-કાયદા સાથે તેનો સંબંધ રહ્યો છે.

આતંકીઓ અને હાઈજેકર્સને તેણે જ ટ્રેનિંગ આપી હતી

9/11ના હુમલામાં પણ સૈફની ભૂમિકા રહી હતી.  આ હુમલામા સામેલ આતંકીઓ અને હાઈજેકર્સને તેણે જ ટ્રેનિંગ આપી હતી. સૈફ અલ અદલ 62 વર્ષનો છે અને તેણે આતંકી સંગઠનની તાકાત વધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તે 2002-2003થી ઈરાનમાં આશ્રય લઈ રહ્યો છે અને ત્યાંથી જ તેના કામને અંજામ આપે છે. અત્યાર સુધી તે સેંકડો આતંકીઓને ટ્રેનિંગ આપી ચૂક્યો છે.

તેના પર 10 મિલિયન ડૉલરનું ઈનામ જાહેર છે 

જોકે અત્યાર સુધી અલ કાયદા તરફથી આ મામલે કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. ઘાતક આતંકી ઓસામા બિન લાદેનની સુરક્ષાની જવાબદારી પણ સૈફ અલ અદલ પાસે જ હતી.  સૈફ અલ અદલ પર 10 મિલિયન ડૉલરનું ઈનામ જાહેર કરાયું છે. તે દરેક હુમલાનું પ્લાનિંગ નિર્દયાપૂર્વક કરે છે.

 

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: એક રાજ્યપાલ સરકારની રચનામાં કે રાજકારણમાં દખલ ના જ કરી શકે : સુપ્રીમકોર્ટ વિફરી
Next: હજીરા અને અન્ય ઉદ્યોગોને ટર્શરી ટ્રીટમેન્ટનું પાણી પુરૂ પાડી વાર્ષિક 750 કરોડની આવક થઈ શકે : પરેશ પટેલ

Related Stories

268qrb5v
  • BUSINESS
  • WORLD

અમેરિકામાં પૈસા કમાઇ ભારત મોકલશો તો 3.5% ટેક્સ લાગશે, ડોનાલ્ડ ટ્રમ્પની નવી પોલિસી

Real May 24, 2025
soclxwat
  • AZAB-GAZAB
  • WORLD

શ્રીલંકામાં મીઠાંની તીવ્ર અછત ભારતે મીઠાની ગુણો મોકલી

Real May 24, 2025
uose82pb
  • WORLD

ટ્રમ્પે ચીન પર ટેરિફ બોમ્બ ફોડયો 104 ટકા ટેરિફનો આજથી અમલ

Real April 9, 2025

Recent Post

  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT
  • WhatsApp Image 2025-09-28 at 6.21.59 PMરાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ
    In BUSINESS
  • WhatsApp Image 2025-09-06 at 7.03.32 PMવરાછા કો-ઓપ. બેંકને વર્ષ 2024-25 માટે ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાન્શન માટે સ્કોબા પ્રાઇડ એવોર્ડ મળ્યો
    In BUSINESS

You may have missed

admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
lok-adalat-0-1633760046
  • GUJARAT

સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું

Real February 27, 2026
WhatsApp Image 2025-09-28 at 6.21.59 PM
  • BUSINESS

રાજ્યની અગ્રણી વરાછા કો-ઓપ. બેંક સુરત દ્વારા રીંગરોડ શાખાનું સ્થળાંતર કરી નવા સ્થળે શાખાનો શુભારંભ

Real September 29, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.