
એર એશિયા(ઈન્ડિયા) લિમિટેડ પર ઉડ્ડયન નિયામક ડીજીસીએએ 20 લાખ રુપિયાનો દંડ ફટકાર્યો છે. ડીજીસીએના નિરીક્ષણ અભિયાનમાં જાણ થઈ કે પાઈલટ પ્રોફિશિયન્સ ટેસ્ટ / ઈન્સ્ટ્રુમેન્ટ રેટિંગ ટેસ્ટ દરમિયાન એરલાઇન્સના પાઈલટોના કેટલાક ફરજિયાત અભ્યાસ નહોતા કરાયા. જેના લીધે ડીજીસીએના નિયમોનું ઉલ્લંઘન થયું હતું.
ટ્રેનિંગ ચીફ તેમના કર્તવ્યોનું નિર્વહન કરવામાં નિષ્ફળ રહ્યા
અગાઉ ડીજીસીએએ એરલાઇન્સના ટ્રેનિંગ ચીફને તેમના કર્તવ્યોનું નિર્વહન કરવામાં નિષ્ફળ રહેવા બદલ ૩ મહિના માટે તેમના પદેથી હટાવી દીધા હતા. આ ઉપરાંત ૮ નોમિનેટ પરીક્ષકો પર ૩-૩ લાખ રુ.નો દંડ ફટકાર્યો હતો. ડીજીસીએએ તેની સાથે સાથે સંબંધિત મેનેજર, ટ્રેનિંગ ચીફ અને એર એશિયાના તમામ નોમિનેટ પરીક્ષકોને કારણદર્શક નોટિસ ફટકારી હતી. જેમાં કહ્યું હતું કે તેમની નિયામક ફરજોના નિરીક્ષણના અભાવ માટે તેમની વિરુદ્ધ કેમ કાર્યવાહી ન થવી જોઈએ? તેના પછી તેમના લેખિત જવાબોની તપાસ કરાઈ અને તેના આધારે જ કાર્યવાહી કરાઈ હતી.