Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • February
  • ઈન્ટરનેટ પર પ્રતિબંધ મૂકવા મામલે વિશ્વમાં ભારત સૌથી ટોપમાં, જુઓ કયા રાજ્યમાં સૌથી વધુ
  • INDIA

ઈન્ટરનેટ પર પ્રતિબંધ મૂકવા મામલે વિશ્વમાં ભારત સૌથી ટોપમાં, જુઓ કયા રાજ્યમાં સૌથી વધુ

Real February 28, 2023
s9y5pecq
Spread the love

ઈન્ટરનેટ સેવા ખોરવાઈ તેમાં જમ્મુ અને કાશ્મીર સૌથી આગળ જોવા મળ્યું

જ્યાં 49 વખત ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી

વર્ષ 2022ની વાત કરવામાં આવે તો ભારતે કુલ 84 વખત ઇન્ટરનેટ સેવા બંધ કરી છે. જે કારણે ભારત સતત પાંચમી વખત ઈન્ટરનેટ સેવા બંધ કરનારા દેશોની યાદીમાં ટોચ પર છે. ભારતમાં ઇન્ટરનેટ સેવા બંધ કરવાના ઘણા કારણો જોવા મળ્યા હતા. જેમ કે, દેશમાં વિરોધ પ્રદર્શન, પરીક્ષાનું આયોજન કરવવા તેમજ ચૂંટણી સહિતના અનેક કારણો જોવા મળે છે. તાજેતરમાં રજૂ કરવામાં આવેલા એક અહેવાલ અનુસાર, 2022માં જે રાજ્યમાં ઈન્ટરનેટ સેવા ખોરવાઈ તેમાં જમ્મુ અને કાશ્મીર સૌથી આગળ જોવા મળ્યું હતું. જ્યાં 49 વખત ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી.

વૈશ્વિક સ્તરની ઈન્ટરનેટ સેવા ખોરવાઈ તેમાં 58 ટકા શટડાઉન ભારતમાં જ થયું- અહેવાલ
જમ્મુ-કાશ્મીરમાં વર્ષ 2022માં જાન્યુઆરીથી ફેબ્રુઆરી વચ્ચે એક પછી એક 16 વખત ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી અને રાજસ્થાનમાં અલગ-અલગ કારણના લીધે 12 વખત ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી. જો પશ્ચિમ બંગાળની વાત કર્યે તો 7 વખત ઇન્ટરનેટ સેવા બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. અહેવાલ એવું દર્શાવે છે કે, વર્ષ 2016થી ઈન્ટરનેટ સેવા શટડાઉનના લગભગ 58 ટકા તો ભારતમાં જ થયા છે. જોકે અહેવાલ મુજબ એવું દર્શાવવામાં આવ્યું કે, 2021 ની સરખામણીએ ઓછી વખત ઈન્ટરનેટ સેવા ખોરવાઈ છે.

ભારતના ટેક અર્થતંત્ર તેમજ ડિજિટલ આજીવિકાની મહત્વાકાંક્ષાના ભાવિને જોખમમાં મૂકશે
અહેવાલ રજૂ થયા બાદ એક નિષ્ણાતએ જણાવ્યું હતું કે, ભારતે દુનિયા પરના અન્ય દેશ કરતાં વધુ ઇન્ટરનેટ બંધ કર્યું છે. વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં 84 વખત ઇન્ટરનેટ સેવા બંધ કરવી તે મૂળભૂત અધિકારો પર હુમલા જેવું કામ કરે છે. G20 ની અધ્યક્ષતા ધરાવતા દેશ માટે અને ભારતના ટેક અર્થતંત્ર તેમજ ડિજિટલ આજીવિકાની મહત્વાકાંક્ષાના ભાવિને જોખમમાં મૂકે છે.

સંસદીય સ્થાયી સમિતિએ ઈન્ટરનેટ પ્રતિબંધ અંગે વ્યક્ત કરી ચિંતા
તાજેતરમાં સંસદીય સ્થાયી સમિતિએ ઈન્ટરનેટ શટડાઉન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સમિતિએ આ મહિનાની શરૂઆતમાં સંસદમાં રજૂ કરેલા તેના અહેવાલમાં, ટેલિકોમ વિભાગને નિર્દેશ આપ્યો હતો કે ઇન્ટરનેટ શટડાઉન નિયમોના દુરુપયોગને રોકવા માટે ગૃહ મંત્રાલય સાથે સ્પષ્ટ સિદ્ધાંત પર કામ કરે.

અર્થતંત્ર સાથે, પ્રેસની સ્વતંત્રતા પર પણ માઠી અસર
ઈન્ટરનેટ સેવા બંધ થવાથી માત્ર દેશની અર્થવ્યવસ્થાને જ નુકસાન થતું નથી, પરંતુ પ્રેસની સ્વતંત્રતા અને માનવ અધિકારોના મુલ્યોને પણ અસર થાય છે. 2016માં, યુનાઈટેડ નેશન્સે ઈન્ટરનેટ એક્સેસને મૂળભૂત માનવ અધિકાર તરીકે માન્યતા આપી હતી. કેરળ ભારતનું એકમાત્ર રાજ્ય છે જ્યાં હાઈકોર્ટના આદેશ બાદ ઈન્ટરનેટ એક્સેસને મૂળભૂત અધિકાર ગણવામાં આવ્યો છે.

Continue Reading

Previous: રાજ્યની તમામ શાળાઓમાં ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવાશે, સરકારે ગૃહમાં બિલ રજૂ કર્યું
Next: અમેરિકા-બ્રિટેન બાદ આ દેશમાં TikTok પર પ્રતિબંધ

Related Stories

mw6uu2qy
  • INDIA

PM મોદીએ પંબન બ્રિજનું લોકાર્પણ કરી રામનાથ સ્વામી મંદિરમાં દર્શન કર્યા, રામ સેતુ પણ નિહાળ્યો

Real April 6, 2025
xc9jpzk0
  • INDIA

હરિયાણામાં ન્યાય-અન્યાય વચ્ચે જંગ : રાહુલે હૂડા-શૈલજાનો હાથ થામ્યો

Real October 1, 2024
n5dil24p
  • INDIA

જમ્મુ-કાશ્મીરમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન: PM મોદીએ લોકતંત્રના ઉત્સવને સફળ બનાવવા કરી અપીલ

Real October 1, 2024

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.