Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • March
  • મોદીએ મિલેટ્સ પર ટપાલ ટિકિટ-સિક્કો લોન્ચ કર્યો:કહ્યું- તૃણ ધાન્યની સફળતા ભારતની જવાબદારી, આ દુનિયાની ભલાઈ માટે જરૂરી
  • INDIA

મોદીએ મિલેટ્સ પર ટપાલ ટિકિટ-સિક્કો લોન્ચ કર્યો:કહ્યું- તૃણ ધાન્યની સફળતા ભારતની જવાબદારી, આ દુનિયાની ભલાઈ માટે જરૂરી

Real March 18, 2023 1 minute read
pfxc5lkh
Spread the love

વડપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં થનાર ગ્લોબલ મિલેટ્સ કોન્ફરન્સનું ઉદ્ધાટન કરી દીધું છે. આ કોન્ફરન્સ દિલ્હીના ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ સેન્ટર કેમ્પસમાં આયોજિત કરવામાં આવી છે. આ અવસરે પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ 2023 ઉપર એક ડાક ટિકિટ અને સિક્કાને પણ લોન્ચ કર્યા છે. આ સિવાય વડાપ્રધાન બાયર સેલર મીટ અને પ્રદર્શનનું પણ ઉદ્ધાટન કર્યું. આ અવસરે તેઓ કોન્ફરન્સ સંબોધિત કરી રહ્યા છે. આ કાર્યક્રમમાં 100થી વધારે દેશોના પ્રતિનિધિ ભાગ લઈ રહ્યા છે. કોન્ફરન્સ 19 માર્ચે પૂરી થશે.

આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે ભારતના પ્રસ્તાવ અને કોશિશ પછી જ સંયુક્ત રાષ્ટ્રએ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ ઘોષિત કર્યું છે. જ્યારે વિશ્વ આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ માનવામાં આવી રહ્યું છે ત્યારે ભારત આ અભિયાનનું નેતૃત્વ કરી રહ્યું છે. ગ્લોબલ મિલેટ્સ કોન્ફરન્સ આ દિશાનું એક મહત્ત્વપૂર્ણ પગલું છે. આ પ્રકારના આયોજન માત્ર વૈશ્વિક ભલાઈ માટે જરૂરી છે પરંતુ વૈશ્ચિવ ભલાઈમાં ભારતની વધતી જવાબદારીનું પણ પ્રતીક છે.

કોન્ફરન્સમાં 100થી વધારે દેશના પ્રતિનિધિ ભાગ લઇ રહ્યા છે
આ કાર્યક્રમમાં 100થી વધારે દેશના પ્રતિનિધિ ભાગ લઇ રહ્યા છે. ગ્લોબલ મિલેટ્સ કોન્ફરન્સ 19 માર્ચે પૂરી થશે. ગ્લોબલ મિલેટ્સ કોન્ફરન્સને ધ્યાનમાં રાખીને આ વર્ષ ભારત માટે ખૂબ જ મહત્ત્વનું માનવામાં આવી રહ્યું છે, કેમ કે ભારત 2023માં G20ની મેજબાની કરી રહ્યું છે. સરકારે મિલેટ્સને G20 બેઠકનો પણ એક ભાગ બનાવ્યો છે.

આ કોન્ફરન્સમાં પીએમ મોદીની મુખ્ય વાતો…
મિલેટ્સ એટલે શ્રી અન્નઃ
આપણાં દેશમાં મિલેટ્સને હવે શ્રી અન્નની ઓળખ આપવામાં આવી છે. આ માત્ર ખેતી અને ખાવા સુધી જ સીમિત નથી. શ્રી અન્ન ભારતમાં સમગ્ર વિકાસનું એક માધ્યમ બની રહ્યું છે. તેમાં ગામ અને ગરીબ પણ જોડાયા છે. ભારતના 75 લાખથી વધારે ખેડૂત આજે વર્ચુઅલી આ કાર્યક્રમ સાથે જોડાયેલાં છે.

2.5 કરોડ ખેડૂતોને આર્થિક રીતે મજબૂત કરી રહ્યા છે મિલેટ્સઃ મિલેટ્સ હવે લોકો માટે રોજગારનું માધ્યમ પણ બની રહ્યું છે. 2.5 કરોડ ખેડૂતો મિલેટ્સ સાથે જોડાઇ રહ્યા છે. શ્રી અન્ન માટે આપણું મિશન આ બધા ખેડૂતો અને તેની સાથે જોડાયેલા તંત્રને ફાયદો પહોંચાડશે. તેનાથી ગ્રામીણ અર્થવ્યવસ્થા પણ મજબૂત થશે.

મિલેટ્સનો સ્થાનિક વપરાશ વધી રહ્યો છેઃ અમે શ્રી અન્નને ગ્લોબલ મૂવમેન્ટ બનાવવા માટે સતત કામ કર્યું છે. અમારે ત્યાં 12-13 રાજ્યોમાં મિલેટ્સની ખેતી થાય છે પરંતુ અત્યાર સુધી તેનો સ્થાનિક વપરાશ ઓછો હતો. એક વ્યક્તિ મહિનામાં 2-3 કિલો મિલેટ્સ જ ખાતી હતી. આજે આ વપરાશ વધીને 14 કિલો પ્રત્યે મહિને થઈ ગયો છે.

ગ્લોબલ નોર્થની ફૂડ પ્રોબ્લેમનું સમાધાન છે મિલેટ્સ- એક તરફ ગ્લોબલ સાઉથ છે, જે પોતાના ગરીબોની ફૂડ સિક્યોરિટીને લઇને ચિંતિત છે. બીજી ગ્લોબલ નોર્થનો ભાગ છે, જ્યાં ફૂડ હૈબિટ્સ સાથે જોડાયેલી બીમારીઓ એક મોટી સમસ્યા છે. શ્રી અન્ન એવી દરેક સમસ્યાનું સમાધાન આપે છે. મોટાભાગે મિલેટ્સને ઉગાડવા સરળ હોય છે. તેમાં ખર્ચ પણ ખૂબ જ ઓછો છે અને બીજીબાજુ પાકની સરખામણીએ તે જલ્દી તૈયાર પણ થઈ જાય છે. તેમાં પોષણ તો વધારે હોય છે, સાથે જ સ્વાદમાં પણ ખાસ હોય છે.

ખરાબ વાતાવરણ અને પાણીની અછતમાં પણ ઉગાડી શકાય છે મિલેટ્સઃ મિલેટ્સની એક અન્ય તાકાત ઉપર જોર આપવા ઇચ્છું છું. મિલેટ્સની તાકાત છે- તેનું ક્લાઇમેટ રેસિલિએન્ટ હોવું. તે ખૂબ જ ખરાબ વાતાવરણમાં પણ સરળતાથી ઉગી જાય છે. તેની વાવણીમાં પાણીની જરૂર ખૂબ જ ઓછી હોય છે.

આજે મિલેટ્સનો શુભારંભ ઉત્સવ છે- નરેન્દ્ર સિંહ તોમર
કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આ અવસરે કહ્યું કે આજે મિલેટ્સનો શુભારંભ ઉત્સવ છે. મિલેટ્સ વિષયને લઇને જ્યારે પણ કોઈ સવાલ ઊભો થયો ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખૂબ જ ઉત્સાહ સાથે અમારું માર્ગદર્શન કર્યું અને તેના પરિણામસ્વરૂપ આ કાર્યક્રમ ઊંચાઈએ પહોંચી રહ્યો છે.

ગ્લોબલ મિલેટ્સ શું છે, તેના અંગે વિસ્તારથી જાણો…
મિલેટ્સને બરછટ અનાજ પણ કહેવામાં આવે છે. તેમાં મુખ્યત્વે જુવાર, બાજરો, રાગી જેવા અનાજ આવે છે. કેન્દ્ર સરકારના આવાહન હેઠળ જ યૂનાઇટેડ નેશન 2023ના રોજ ઇન્ટરનેશનલ મિલેટ્સ યર તરીકે ઉજવી રહ્યું છે. ગ્લોબલ મિલેટ્સ કોન્ફરન્સ પણ આ કડીનો એક મુખ્ય ભાગ બનવા જઈ રહ્યો છે.

મિલેટ્સ ન્યૂટ્રિશનનો ભંડાર છે. ભારત સરકાર ખેડૂતોને ખેતી માટે પ્રોત્સાહિત કરી તેમને આર્થિક રીતે સશક્ત બનાવવાની કોશિશ કરી રહી છે. સાથે જ, સામાન્ય લોકોને મિલેટ્સ પ્રત્યે જાગરૂત કરવાની દિશામાં ઝડપથી કામ કરી રહી છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: પીએમ મોદીએ ગ્લોબલ મિલેટ્સ કોન્ફરન્સનું કર્યું ઉદઘાટન, ટપાલ ટિકિટ-સિક્કો પણ જારી કર્યા
Next: ભારતમાં કોરોના વકર્યો, 126 દિવસ બાદ 800થી વધુ કેસો નોંધાયા, એક્ટિવ કેસ 5000ને પાર

Related Stories

WhatsApp Image 2025-07-06 at 4.45.29 PM
  • INDIA

RBI (CAB), વરાછા બેંક અને સ્કોબા ના સયુંકત ઉપક્રમે સાયબર સિક્યુરિટી માટે અર્બન કો-ઓપ. બેંક્સ ના કર્મચારીઓ સાથે તાલીમ કાર્યક્રમ યોજાયો

Real July 6, 2025
mw6uu2qy
  • INDIA

PM મોદીએ પંબન બ્રિજનું લોકાર્પણ કરી રામનાથ સ્વામી મંદિરમાં દર્શન કર્યા, રામ સેતુ પણ નિહાળ્યો

Real April 6, 2025
xc9jpzk0
  • INDIA

હરિયાણામાં ન્યાય-અન્યાય વચ્ચે જંગ : રાહુલે હૂડા-શૈલજાનો હાથ થામ્યો

Real October 1, 2024

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.