Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2023
  • July
  • રીલ્સની ઘેલછામાં જીવને જોખમમાં મૂક્યો, LIVE:સુરતમાં યુવક 30 ફૂટ ઊંચી અને 1 ફૂટ પહોળી બ્રિજની પાળી પર કોઈ પણ આધાર વિના ચાલ્યો, પોલીસને પડકાર ફેંક્યો, વીડિયો વાયરલ સુરતએક કલાક પહેલા
  • ENTERTAINMENT

રીલ્સની ઘેલછામાં જીવને જોખમમાં મૂક્યો, LIVE:સુરતમાં યુવક 30 ફૂટ ઊંચી અને 1 ફૂટ પહોળી બ્રિજની પાળી પર કોઈ પણ આધાર વિના ચાલ્યો, પોલીસને પડકાર ફેંક્યો, વીડિયો વાયરલ સુરતએક કલાક પહેલા

Real July 17, 2023 1 minute read
nkkxy39d
Spread the love

સુરતમાં રીલ્સની ઘેલછામાં એક યુવાને પોતાનો જીવ જોખમમાં મૂક્યાનો વીડિયો વાયરલ થયો છે. સમયાંતરે શહેરમાં અલગ અલગ વિસ્તારમાંથી રીલ્સ બનાવતા યુવાનોના વીડિયો સામે આવતા હોય છે. ત્યારે આજે જે વીડિયો વાયરલ થયો છે તેમાં યુવકને જાણે પોતાના પરિવારની પણ ચિંતા ન હોય તેમ જોખમી રીતે 30 ફૂટ ઊંચી અને 1 ફૂટ પહોળી ઓવરબ્રિજની પાળી પર ચાલતો નજરે પડે છે. આ યુવકનો વીડિયો જાગૃત નાગરિકે પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો છે જે વાયરલ થતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

યુવકનું જીવના જોખમે વોક
સુરત શહેર બ્રિજ સિટી તરીકે ઓળખાય છે. શહેરના લગભગ તમામ ઝોનમાં અનેક બ્રિજ બનાવવામાં આવ્યા છે. આ બ્રિજ ઉપર યુવકો ફોટો પાડતા અને વીડિયો ઉતારતા જોવા મળે છે. પરંતુ આજે જે વીડિયો સામે આવ્યો છે તે પાંડેસરા વિસ્તારનો છે. જેમાં યુવક ઓવરબ્રિજની પાળી ઉપર ચાલતો હોવાનો વીડિયો બનાવી રહ્યો છે. અંદાજે રોડથી 25થી 30 ફૂટ ઊંચાઈ ઉપર માત્ર એક ફૂટ જેટલી પહોળી પાળી ઉપર ચાલતો દેખાઈ રહ્યો છે.

વીડિયોમાં શું જોવા મળે છે
વીડિયોમાં જોવા મળે છે કે, યુવાને રેડ કલરનું ટી-શર્ટ પહેર્યું છે અને તે વ્યક્તિ બ્રિજની પાળી પર ચડે છે. બાદમાં યુવક સાંકડી પાળી પર કોઈ પણ પ્રકારના આધાર વગર ચાલવા માંડે છે. બ્રિજ પર રહેલા બે યુવક તેને નીચે ઊતરી જવાનું કહેતા હોય તેવું જણાય છે. પરંતુ યુવક પાળી પર ચાલ્યો જ જાય છે. આ યુવક બ્રિજની પાળી પર 20 ફૂટ જેટલું ચાલ્યો હતો અને બાદમાં નીચે ઊતરી ગયો હતો.

યુવાન કોણ છે તેની તપાસ હાથ ધરાઇ: PI
આ અંગે પાંડેસરા પોલીસ સ્ટેશનના પીઆઈ એન.કે. કમલિયાએ જણાવ્યું હતું કે, આ વીડિયો પાંડેસરાના પીયૂષ પોઈન્ટ વિસ્તારનો છે. કોઈ યુવક બ્રિજ ઉપર ચાલી રહ્યો હોવાનું જણાઇ આવ્યું છે. આ યુવક કોણ છે તેની તપાસ કરવા માટે અમારી ટીમ પહોંચી છે.

પોલીસની કાર્યવાહી છતાં યુવકો ગાંઠતા નથી
શહેરમાં જ્યારે પણ આવા રીલ્સ બનાવતા વીડિયો સામે આવ્યા હોય ત્યારે પોલીસ તેમને શોધીને તેમની સામે કાર્યવાહી પણ કરે છે. છતાં પણ યુવકો પોતાના જીવના જોખમે આ પ્રકારના વીડિયો બનાવીને સોશિયલ મીડિયા ઉપર મૂકતા હોય છે. થોડા દિવસ અગાઉ એક કોમર્શિયલ પ્લાઝા ઉપર યુવકો ચડી ગયા હતા અને વીડિયો બનાવી રહ્યા હતા. તેમને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

યુવકોએ આ રીતે જીવ જોખમમાં ન મૂકવા લોકોમાં ચર્ચા
આ યુવકો બ્રિજ ઉપર ચડીને વાહન વ્યવહાર ચાલુ હોવા છતાં પણ કેવી રીતે વીડિયો શૂટ કરી રહ્યા હતા તે પણ જાણવા જેવો વિષય છે. યુવકોએ વીડિયો ઉતારવા માટે બ્રિજ ઉપર જ વાહન પાર્ક કરી દીધાં હતાં કે ચાલતાં ચાલતાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા હતા? યુવકોએ સમજવું જોઈએ કે આવી રીલ્સ બનાવવા માટે પોતાનો જીવ જોખમમાં ન મૂકવો જોઈએ એવી ચર્ચા શહેરીજનોમાં ઊઠી છે.

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: બે માસૂમનાં મોતથી બે પરિવાર આઘાતમાં:સુરતમાં અઢી વર્ષના બાળકનું ઊલટી થતાં મોત, સાડાત્રણ વર્ષનું બાળક ઠંડું પડ્યું ને પ્રાણપંખેરું ઊડ્યું, બન્નેનાં માતા-પિતાએ એકના એક દીકરા ગુમાવ્યા
Next: ચંદ્રયાન-3માં ગુજરાતનો ‘સૂરજ તપે છે’:રોકેટનો મુખ્ય ભાગ જ જામનગરમાં બન્યો તો કેમેરા મૂળ કચ્છની કંપનીએ બનાવ્યા; અમદાવાદ ઇસરોએ સેટેલાઈટના સેન્સર, પેલોડ સહિતના 11 પાર્ટ બનાવ્યા

Related Stories

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
xhssi337
  • AZAB-GAZAB
  • ENTERTAINMENT

રામનવમીએ અયોધ્યામાં રામલલાનો સૂર્યાભિષેક, લલાટ પર આહ્લાદક સૂર્ય તિલક

Real April 6, 2025
oy9y4v92
  • ENTERTAINMENT

શામળાજીને 4.25 કરોડની કિંમતનો હીરા જડીત સોનાનો મુગટ કરાયો અર્પણ, 10 કારીગરોએ 3 માસમાં કર્યો તૈયાર

Real April 6, 2025

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.