
અગ્નીવીર જવાન દ્વારકેશ રાજેશકુમાર સગરનું ભારતીય સેનામાં જબલપુર, મધ્યપ્રદેશ ખાતે ટ્રેનિંગ પૂરી કરીને હાલ જમ્મુ-કશ્મીરમાં બારામુલ્લા માં સિપાહી તરીકે આર્મીમાં પોસ્ટિંગ થઈ ગયું છે. સાવરકુંડલા તાલુકાના પીયાવા ગામના મૂળ વતની હાલ સુરતમાં સગર પરિવાર રહે છે.

ટ્રેનિંગ બાદ સુરતનો આ પનોતો પુત્ર સુરતમાં તેમના ઘરે આવ્યો ત્યારે એની રાષ્ટ્રભાવનાને વધાવવા અને એમનું માન સાથે સન્માન કરવા તારીખ 15/6/24, શનિવાર, સવારે ૯:00 કલાકે સહજાનંદ સોસાયટી, લંબે હનુમાન રોડ, સુરત ખાતે તેમનું સન્માન કાર્યક્રમનું આયોજન કરેલું હતું. આ રાષ્ટ્રીય ચેતનાભર્યા કાર્યક્રમમાં રીટાયર્ડ આર્મીમેન ધીરુભાઈ સગર, પ્રેસ રિપોર્ટર કલ્પેશભાઈ લાઠિયા,NCC ના જવાનો, પીયાવા ગામના આગેવાનો, આર.બી.ધામી સ્કુલના પ્રિન્સીપાલ રમેશભાઈ ગૌસ્વામી, સામાજિક કાર્યકર શ્રી તુષારભાઈ સોલંકી,સુરત હોમગાર્ડના NCO રાજેશભાઈ દુધાત, તમામ સગર પરિવારજનો સાથે વરાછાની સહજાનંદ સોસાયટીના રહીશો અને જોશીલા દેશપ્રેમી યુવાનો તથા જય જવાન નાગરિક સમિતિ સુરતના સદસ્યો અને સુરતની રાષ્ટ્રપ્રેમી જનતા ઉપસ્થિત રહ્યા હતા. આખો માહોલ જાણે દેશભક્તિના રંગે રંગાયો હતો.

આ કાર્યક્રમમાં જય જવાન નાગરિક સમિતિ વતી ટ્રસ્ટીશ્રી ભીખુભાઈ ટીંબડીયા તથા ઉત્સાહી કાર્યકર્તા શ્રી દિલીપભાઈ બુહા એ દ્વારકેશનું સન્માન કર્યું હતું.