– પ્રિયંકા ગાંધીનો પ્રથમ ચૂંટણી પ્રવાસ
– કેન્દ્ર અગ્નિવીર જેવી યોજના દ્વારા પેન્શન ખતમ કરતું હોવાનો અને તેના રુપિયા અદાણી પાસેં જતો હોવાનો દાવો
નારાયણગઢ : હરિયાણામાં ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. હરિયાણામાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે રાજ્યની આ ચૂંટણી ન્યાય અને અન્યાય વચ્ચેનો જંગ છે. આ ચૂંટણી પ્રચારમાં તે બે કટ્ટર વિરોધી સિરસાની સાંસદ કુમારી શૈલજા અને ભૂતપૂર્વ સીએમ ભૂપિન્દર હૂડાનો હાથ થામેલા નજરે જોવા મળ્યા. તે હરિયાણામાં વિજય સંકલ્પ યાત્રા શરૂ કરવા આવ્યા હતા.
હરિયાણામાં આ યાત્રા છ મતવિસ્તારોમાંથી જ પસાર થશે. આ યાત્રા પહેલા રાહુલ ગાંધીએ સ્થાનિક ઉમેદવાર શૈલી ચૌધરી અને બીજા ઉમેદવાર પ્રદીપ ચૌધરી તથા પરવિંદરસિંહ પારી માટે વોટની અપીલ કરી હતી અને નારાયણગઢમાં રેલીને સંબોધિત કરી હતી.
રાહુલ ગાંધીએ અડધો કલાકના ભાષણમાં કેન્દ્ર સરકાર અને પીએમ નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યું હતું કે હરિયાણામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી લડાઈ છે અને આ લડાઈ ન્યાય અને અન્યાય વચ્ચેની છે.આ લડાઈ ગરીબ ખેડૂત અને કોર્પોરેટ્સ વચ્ચેની છે.
રાહુલ ગાંધીએ વિશ્વાસ અપાવ્યો કે ૩૬ બિરાદરી એટલે કે બધાનો સમાવેશ કરતી કોંગ્રેસ સરકાર બનશે અને તેનું પહેલું કામ અનાજની ખરીદી અને ખેડૂતોને તરત જ ચૂકવણી કરવાનું જારી કરવાનું હશે.
અગ્નિવીર યોજનાનો ઉલ્લેખ કરતા તેણે જણાવ્યું હતું કે આ ફક્ત અગ્નિવીર યોજના નથી, પરંતુ તમારું પેન્શન ખતમ કરવાની એક પદ્ધતિ છે, પરંતુ તમારુ આ પેન્શન જાય છે ક્યાં આ પેન્શન અદાણીના ખિસ્સામાં જાય છે.
તમને ઇઝરાયેલ અને અમેરિકામાં અદાણી ડિફેન્સ મળી જશે અને ભારત તેની પાસેથી ખરીદી કરે છે. તેમનો અડધો રૂપિયો એક રાજકીય પક્ષના ખિસ્સામાં અને બીજો મોદીના માર્કેટિંગમાં જાય છે. હું તમને જણાવું છું કે તેમણે જે રૂપિયા અદાણી અને અંબાણીને આપ્યા છે તે હું ગરીબો, ખેડૂતો અને યુવાઓને આપીશ. જો તેમનું ૧૬ લાખ કરોડ રુપિયાનું દેવુ માફ કરી શકાય તો તમારું કેમ નહીં. પ્રિયંકા ગાંધી પણ સાથે આવી છે અને તેનો આ પહેલો ચૂંટણી પ્રવાસ છે.