
સુરતના યોગીચોક પાસે આવેલા સિલ્વર ફાર્મમાં સમસ્ત ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ગોંડલિયા પરિવારના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ કાર્યક્રમમાં પરીવારના વડીલો અને આમંત્રીત મહેમાન હસ્તે દિપ પ્રાગટય કરવામાં આવ્યું કાર્યક્રમ માં મુખ્ય મહેમાન પદે આરએસએસ સંઘના મનુભાઈ ઝાલાવાડીયાએ હાજર રહીને હિન્દુ ધર્મ વિશે માહિતી આપી હતી લવ જેહાદ થી લઈને સમાજમાં પ્રસરેલા દુષણોથી યુવાનોને જાગૃત કરવાની સાથે સાથે સમાજને આગળ લાવવાની વાત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બની હતી. તેમજ સમાજના મોભી મનુભાઈ ગોંડલીયા બાળકો ને શિક્ષણ માં ધ્યાન આપવા અને મોબાઈલ ફોન નો વપરાશ ઓછો કરવા માટે જાગૃત કર્યા હતા
આ સમયે ગુજરાતમાં થી ૧૪૩ જેટલા અલગ, અલગ ગામોમાં રહેતા પરીવાર એક સ્થળે ભેગા મળીને લોકોમા સામાજીક પારીવારીક ભાવના વધે અને પરીવાર એક બીજા ના ઉપયોગી થાય સમાજ નિર્માણ થી રાષ્ટ્રનિર્માણ થાય એ હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ૧થી ૧૨ ધોરણ સુધી ના તેજસ્વી વિદ્યાર્થીઓને પુસ્તક તેમજ અલગ, અલગ ઈનામ આપી મંચ પર થી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ આ કાર્યક્રમ મા શ્રી સિયારામ ગ્રીન વર્લ્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે વ્રુક્ષ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પરીવાર ના બાળકો વડીલો માતાઓ બહેનો મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા