
પોલીસે જુગારીઓને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના પુણાના વિસ્તારમાં પ્રિન્ટિંગ ખાતામાં જુગાર રમતા 8ને પોલીસે 2 લાખથી વધુને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. પ્રિન્ટના ખાતાની આડમાં ચાલતા જુગાર ધામના રેકેટને ખુલ્લું કરવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે રોકડ રૂપિયા, મોબાઈલ અને બાઇક કબજે લઈ આગળની તપાસ હાથ ધરી છે.

ખાતામાં જુગાર રમાડાતો હતો
પુણા પોલીસે જણાવ્યું હતું કે, શ્રીરામ કોમ્પલેક્ષ, ઈન્ટરસીટીની સામે પ્લોટ નં-849 ડીજીટલ પ્રીંટના ખાતામાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. જ્યાં દિનેશ વિઠ્ઠલભાઈ વઘાસિયા નામનો ઈસમ ખાતા ની આડમાં જુગાર ચલાવતો હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં પણ જુગાર રમતા આઠ જણાને પકડી પાડ્યા હતા. જુગારધામ પરથી પોલીસે જુગાર રમવાના સાધનો, રોકડ રૂપિયા, 8 મોબાઈલ અને 5 બાઇક સહિત અનેક વસ્તુઓ મળી 2, 20, 000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પુણા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.