
દક્ષિણ ગુજરાતની સહકારી બેંકોમાં અગ્રગણ્ય એવી ધી વરાછા કો-ઓપ.બેંક લિ.,સુરત આગામી તા.૧ લી ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ સલાલ ખાતે શાખા શુભારંભ કરી રહી છે. ત્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા વધુ ૨ નવી શાખા ખોલવાની મંજુરી મળતા ૨૬ વર્ષમાં ર૬ શાખા સાથે વરાછાબેંકની કામગીરી વિસ્તરણ થવા પામશે.
સાબરકાંઠા જિલ્લાના સલાલ ખાતે આવેલ ધી સલાલ સર્વોદય નાગરિક સહકારી બેંકને મર્જ કરનારી વરાછાબેંક સલાલ વિસ્તારમાં આધુનિક ટેકનોલોજી સાથે બેંકિંગ સેવાનો પ્રારંભ કરશે. નવી શાખા શુભારંભ પ્રસંગેજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા વરાછાબેંકને વરાછારોડ વ્રજચોક ખાતે તેમજ કતારગામ કાંસાનગર ખાતે નવી ૨ શાખાઓ ખોલવાની મંજુરી આપતા કલગીમાં મોરપીંછ ઉમેરાયુ છે.
અતુટ વિશ્વાસ સાથે નકકર પ્રગતિ કરનારવરાછાબેંક ર૬ વર્ષમાં રૂા.૨૪૦૦ કરોડની થાપણ અને રૂા.૧૦૯૪ કરોડનું ધિરાણ કરીને કુલ રૂા. ૩૫૦૦ કરોડથી વધુ બિઝનેસ સાથે ગુજરાતની ટોપટેન સહકારી બેંકોમાં ગૌરવપૂર્ણ સ્થાન ધરાવે છે. બેંકની શરૂઆતથી જ
આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને બેંકિંગ સેવા આપનાર વરાછાબેંક ડિજીટલ બેંકિંગ સેવામાં પણ મોખરે છે.બેંકના ચેરમેનશ્રી ભવાનભાઈ નવાપરાએ વધુમાં જણાવ્યુ હતું કે, સલાલની ધી સર્વોદય સહકારી બેંકને મર્જ કરીને ર૪મી શાખા શુભારંભ સમયે જ RBI તરફથી વધુ ૨ નવી શાખા ખોલવાની મંજુરી મળતા અમારો ઉત્સાહ બેવડાયો છે. ઉપરાંત વરાછાબેંકને મલ્ટી સ્ટેટ કો-ઓપ.બેંકના દરજજા માટે RBI તરફથી મંજુરી પણ મળી છે.
૨૬ વર્ષમાં ૨૬ શાખાની આ સિદ્ધી સાથે બેંકનું સ્વપ્ન એવું આધુનિક ભવન પણ ટુંક સમયમાં નિર્માણપામશે. જે ક્ષણ અમારા માટે ગૌરવદાયી હશે. બેંકની વિકાસયાત્રામાં સ્થાપક ચેરમેનશ્રી પી.બી.ઢાંકેચા અને હાલના BoM ચેરમેનશ્રી કાનજીભાઈ ભાલાળાનું યોગ્ય માર્ગદર્શન અને દીર્ઘદ્ધષ્ટિી તેમજ બોર્ડ ઓફ ડિરેકટર્સના સાથ-સહકારને કારણે બેંકે આ પ્રગતિ હાંસલ કરી છે. બેંક પોતાના ખાતેદારોને વિશિષ્ટ સેવા પ્રદાનની સાથે-સાથે સામાજીક ઉતરદાયિત્વ નિભાવવામાં પણ અગ્રેસર છે.