Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2022
  • January
  • આજનું રાશિફળ: આજે આ રાશિના જાતકોએ ધનની લેવડ-દેવડમાં સાવધાની રાખવી
  • AZAB-GAZAB
  • ENTERTAINMENT

આજનું રાશિફળ: આજે આ રાશિના જાતકોએ ધનની લેવડ-દેવડમાં સાવધાની રાખવી

Real January 29, 2022
rashi fal
Spread the love

મેષ રાશિફળ (Aries): કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે. વ્યવસાયમાં અટવાયેલાં કાર્યો ફરી શરૂ થશે. કોઇ પાસેથી ધનની લેવડ-દેવડ કરતી સમયે સાવધાની જાળવવાની જરૂરિયાત છે. સમય અતિ ઉત્તમ ફળદાયી છે. આ સમયે તમે જે પણ કામ કરવાનું ઇચ્છો છો, તેમાં સફળતા પ્રાપ્ત થશે. તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે.

વૃષભ રાશિફળ (Taurus): કોઇપણ પ્રકારના અયોગ્ય કાર્યમાં રસ લેશો નહીં. વધારે કામના કારણે તમે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપી શકશો નહીં. દિવસ શાંતિથી પસાર થશે. વ્યવસાયમાં તમારા વિરોધીઓ સાથે સાવધાન રહેવાની જરૂરિયાત છે. સ્વાસ્થ્ય સારું રહેશે. યુવા વર્ગ લક્ષ્ય પ્રાપ્ત કરવાથી સુકૂન અનુભવ કરશે. સંબંધો વધારે ખરાબ ન થાય તેનું ધ્યાન આજે રાખવું પડશે. તમારો સાદગીભર્યો વ્યવહાર લોકોને તમારા તરફ આકર્ષિત કરશે. અન્યની સલાહ ઉપર ગંભીરતાથી વિચાર કરો.

મિથુન રાશિફળ (Gemini): વધારે ભાગદોડના કારણે થાક અને માથાનો દુખાવો પરેશાન કરી શકે છે. મિત્રો તથા સંબંધીઓ પાસેથી સહયોગ મળશે. સંબંધોના મામલે ખૂબ જ વધારે સહજ તથા વિનમ્રતાથી કામ લેવું પડશે. પારિવારિક વાતાવરણ મધુર જળવાયેલું રહેશે. કાર્યસ્થળમાં માનહાનિ જેવી કોઇ સ્થિતિ બની શકે છે.

કર્ક રાશિફળ (Cancer): ફાયનાન્સને લગતા કાર્યોમાં સારી સફળતા મળશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. રાજનીતિમાં પરોક્ષ રીતે લાભની પ્રાપ્તિ થશે. તમારા કોઇ સારા કામના કારણે લોકો તમારું વિશેષ સન્માન કરશે. કોઇ અશુભ સમાચાર મળવાની શક્યતા છે. પારિવારિક મામલે વધારે દખલ ન કરો. નવો વેપાર શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. તમે ગમે તેટલી સાવધાની જાળવશો, પરંતુ કોઇને કોઇ નુકસાન તો થશે જ. પરિવાર પ્રત્યેની જવાબદારીઓ નિભાવતી વખતે અપેક્ષા કરતાં વધુ ખર્ચ થઈ શકે છે, પરંતુ ચિંતા જેવું કંઈ રહેશે નહીં.

સિંહ રાશિફળ (Leo): કોઇ વાતને લઇને જીવનસાથી સાથે મનમુટાવ થઇ શકે છે. આજે તમારી કોઇ કલ્પના સાકાર થશે. વધારે તણાવની નકારાત્મક અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે. કોઇ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત થઇ શકે છે. છેલ્લાં થોડા સમયથી જે કાર્યોમાં વિઘ્નો આવી રહ્યા હતાં આજે તે ખૂબ જ સહજ અને સરળ રીતે ઉકેલાઇ જશે. નજીકના સંબંધીઓ સાથે મનોરંજનના પ્રોગ્રામ બનશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. સમય તમારા પક્ષમાં છે. તેનું સન્માન કરો.

કન્યા રાશિફળ (Virgo): યુવાઓએ પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે વધારે મહેનત કરવી પડશે. કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થવાથી આત્મવિશ્વાસ અને સ્વયોગ્યતાનો અહેસાસ થશે. ઘરની વ્યવસ્થા ઉત્તમ અને અનુશાસિત જળવાયેલી રહેશે. શારીરિક રૂપથી ફિટ અને તંદુરસ્ત રહેશે.કપડાના વેપારીઓ માટે સમય અને ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. આ વાતનું પણ ધ્યાન રાખો કે કોઇપણ કાર્ય કરતા પહેલાં તેના સારા-ખરાબ સ્તર અંગે વિચાર કરવો જરૂરી છે.

તુલા રાશિફળ (Libra): બાળકોની સમસ્યાઓને શાંતિથી ઉકેલો. તેમના ઉપર ગુસ્સો કરવાથી તેમની અંદર હીનતાની ભાવના પેદા થઇ શકે છે. પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતાં લોકો યોજનાઓને પૂર્ણ કરવા માટે ભરપૂર મહેનત કરશે. વાતચીત કરતી સમયે યોગ્ય શબ્દોનો ઉપયોગ કરો. આજે તમારી ગમતી જગ્યાએ જઇને સમય પસાર કરવાથી તણાવમુક્ત અને સુખમય અનુભવ કરશો. આ સમયે ભાવુકતા અને ઉદારતા તમારી નબળાઇ રહેશે. સોશિયલ મીડિયા અને પ્રેમ પ્રસંગોથી અંતર જાળવી રાખવું પડશે. પારિવારિક સુખ-શાંતિની દૃષ્ટિએ સમય ઉત્તમ છે.

વૃશ્ચિક રાશિફળ (Scorpio): કારોબારમાં કોઇ નવી સફળતા તમારી રાહ જોઇ રહી છે. રાજનૈતિક તથા મહત્ત્વપૂર્ણ લોકો સાથે સંપર્ક બનાવવા લાભદાયક સાબિત થશે. પૈસાના રોકાણ અંગે તમે લીધેલા નિર્ણયને કારણે તમે ઉકેલ અનુભવતા રહેશો. તમારે આ નિર્ણયને વળગી રહેવાનો પ્રયાસ કરતા રહેવાની જરૂર પડશે. જે વ્યક્તિ દ્વારા તમને માર્ગદર્શન મળી રહ્યું છે; તેમના અનુભવનો લાભ લઈને જીવનને લગતી બાબતોમાં વ્યવસ્થિત બનાવવાના પ્રયાસો વધારવાની જરૂર છે.

ધન રાશિફળ (Sagittarius): કારોબારમાં સુધાર આવશે. કામનો ભાર વધારે રહેવાથી સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી કરશો. બધા કામ સમયે પૂર્ણ થવાથી મનમાં સંતોષ જળવાયેલો રહેશે. વિવાદિત મામલે કોઇની દખલથી ઉકેલ લાવવાની કોશિશ કરો. પ્રતિષ્ઠિત લોકો સાથે મુલાકાત થશે તથા સહયોગ પણ પ્રાપ્ત થશે. તમારી કોઇ ગુપ્ત યોજના જાહેર થવાથી કોઇ અન્ય વ્યક્તિ તેનો ફાયદો ઉઠાવી શકે છે.

મકર રાશિફળ (Capricorn): આગામી થોડા દિવસો પછી, તમારું નાણાકીય આગમન અનેકગણું વધતું જોવા મળશે. પેટમાં દુખાવાની પરેશાની રહી શકે છે. મહેમાનોની આગતા-સ્વાગતામાં તમે કોઇ ખામી રાખશો નહીં. જેથી તમારા સંબંધોમાં મધુરતા વધશે. લગ્નજીવન સુખદ રહેશે. તમારી નાણાકીય બાજુને મજબૂત કરવા માટે, તમારા માટે નવા લક્ષ્યો તૈયાર કરવામાં આવશે, જેના કારણે કાર્યની પ્રકૃતિમાં પણ ફેરફાર જોવા મળશે.

કુંભ રાશિફળ (Aquarius): જો વ્યવસાયમાં સ્ટાફ અને વ્યવસ્થામાં થોડો ફેરફાર ઇચ્છો છો તો સમય યોગ્ય છે. લગ્ન, સગાઈ જેવા કાર્યક્રમોની તૈયારીમાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારા અંગત સપના અને મહત્ત્વકાંક્ષાઓ માટે કોશિશ કરવાનો સમય છે. ખોટા ખર્ચ કરવાથી બચવું. તેમાં અચાનક જ થોડા ખર્ચ સામે આવી શકે છે. સફળતા પ્રાપ્ત કરવા માટે મર્યાદાનું ધ્યાન પણ રાખવું પડશે.

મીન રાશિફળ (Pisces): દિવસની શરૂઆતમાં વધારે વ્યસ્તતાના કારણે મન થોડું વિચલિત રહી શકે છે. તમારા કર્મચારીઓનો તમને પૂર્ણ સહયોગ મળશે. લગ્નજીવન સુખદ રહેશે. લોકો સાથે મુલાકાતમાં સારો સમય પસાર થશે તથા સંબંધોમાં નવી તાજગી અનુભવ કરશો. કોઇ જૂના રોગથી રાહત મળી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. તમને થોડા એવા લોકો મળશે જે તમારી ઉન્નતિમાં મદદગાર સાબિત થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે.

Continue Reading

Previous: સુરતની વરાછા કો-ઓપ.બેંકને મલ્ટીસ્ટેટ બેંકનો દરજજો મળ્યો તેમજ સલાલ.કો-ઓપ.બેંકનું વરાછા કો-ઓપ.બેંકમાં વિલીનીકરણ
Next: કિસનભાઈ ભરવાડના હત્યારાઓને ફાંસીની માંગ સાથે ચીખલીના હિન્દૂ સંગઠનોએ પ્રાંતને આવેદન પત્ર પાઠવ્યું

Related Stories

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
soclxwat
  • AZAB-GAZAB
  • WORLD

શ્રીલંકામાં મીઠાંની તીવ્ર અછત ભારતે મીઠાની ગુણો મોકલી

Real May 24, 2025
xhssi337
  • AZAB-GAZAB
  • ENTERTAINMENT

રામનવમીએ અયોધ્યામાં રામલલાનો સૂર્યાભિષેક, લલાટ પર આહ્લાદક સૂર્ય તિલક

Real April 6, 2025

Recent Post

  • tygo0ltlહવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો
    In AZAB-GAZAB
  • WhatsApp Image 2025-06-04 at 7.08.41 PMવરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-06-03 at 4.31.59 PMગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો
    In GUJARAT
  • vaarachha પોલીસવરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો
    In GUJARAT
  • WhatsApp Image 2025-05-29 at 9.36.33 AMમન અનુભવે તે લાગણી છે. જે વાણી અને વર્તનમાં વ્યક્ત થાય છે. – થર્સડે થોર્ટ
    In GUJARAT

You may have missed

tygo0ltl
  • AZAB-GAZAB

હવામાં ઉડ્યા પછી ગાયબ થઈ ગયા વિશ્વના આટલા વિમાન, આજ સુધી કોઈ પત્તો નથી મળ્યો

Real June 13, 2025
WhatsApp Image 2025-06-04 at 7.08.41 PM
  • GUJARAT

વરાછા બેંકની વાર્ષિક સાધારણ સભા સાથે વિશેષ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહ યોજાયો

Real June 4, 2025
WhatsApp Image 2025-06-03 at 4.31.59 PM
  • GUJARAT

ગોંડલીયા પરીવારનો ચતુર્થ સ્નેહમિલન સન્માન સમારોહ યોજાયો

Real June 3, 2025
vaarachha પોલીસ
  • GUJARAT

વરાછા પોલીસ સ્ટેશનના તૂટેલા સળિયાવાળા લોકઅપમાંથી વાહનચોરીનો આરોપી ભાગી ગયો

Real May 30, 2025
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.