
વલસાડ ( વિજય યાદવ )
દક્ષિણ ગુજરાતમાં સૂચિત પાર-તાપી રિવરલિંક પ્રોજેક્ટની મંજૂરીની વાત આવતા જ વિસ્તારના આદિવાસીઓમાં વિસ્થાપિત થવાની ચિંતા વ્યાપી છે આ પ્રોજેકટ આવતા પોતાની જન્મભૂમિ છોડી અન્ય સ્થળે જવા પડશેની ચિંતામાં આદિવાસીઓ જિલ્લાના વહીવટી વડા સહિત સરકારમાં બેઠેલા મંત્રીઓ સુધી પોતાની રાજુવાતો કરી હતી પરંતુ તેમની રજૂવાતનો શંતોષકારક જવાબ ન મળતા આદિવાસી સમાજ અકળાયો છે અને પોતાના હક માટે લડી લેવાની તૈયારી બતાવી રહ્યું છે ધારાસભ્ય અનંત પટેલ અભિનવ ડેલકાર, કલ્પેશ પટેલ સહિત અનેક આગેવાનોની આગેવાનીમાં દક્ષિણ ગુજરાતના વિવિધ સ્થળો પર જનશૈલાબ સાથે રેલીઓ યોજી વિરોધ નોંધાવી રહ્યા છે
વાંસદા અને ધરામપુર બાદ આજે કપરાડા ખાતે કોંગ્રેસી આગેવાનોની આગેવાનીમાં આદિવાસીઓનું જનશૈલાબ ઉમટી પડ્યું હતું આજે વલસાડના કપરાડામાં મોટી સંખ્યામાં વિવિધ લખાણો સાથેના પ્લેકાર્ડ સાથે પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવ્યો હતો
અને ‘ડેમ હટાવો, આદિવાસી બચાવો’ના નારા લગાવ્યા હતા. આ પ્રોજેક્ટના વિરોધ માટે આગામી 25 તારીખે ગાંધીનગરમાં કાર્યક્રમ યોજી પ્રોજેક્ટના વીરોધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી
બીજી તરફ રાજ્ય સરકારના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ પારડી તાલુકાના ખડકી ગામે રવિવારે યોજાયેલ કાર્યક્રમમાં આદિવાસીઓના હીત ની વાત કરી હતી તેમણે જણાવ્યું હતું કે પાર-તાપી રિવરલિંક પ્રોજેક્ટમાં આદિવાસીઓની એક ઈંચ પણ જમીન જવાની નથી. વલસાડ જિલ્લામાં 500 કરોડના ખર્ચે નદીઓ ઉપર મોટા ચેકડેમ બનાવી જળસંચયનું આયોજન કરાયું છે અને તે માટે કોઈપણ પરિવારનું વિસ્થાપન થશે નહીં. પરંતુ આદિવાસી સમાજના લોકોમાં સણસણતો પ્રશ્ર એ ઉઠી રહ્યો છે કે ડેમના નિર્માણમાં જે આદીવાસી પરિવારોની જમીન , ઘર જશે તે આદિવાસીઓના રહેઠાણ માટે સરકારે ક્યાં વ્યવસ્થા કરી છે ?સરકાર માં બેઠેલા પદાધિકારીઓ ઘર વિહુંણા થઈ જનાર ગરીબ આદિવાસીઓ ની વેદના સમજે અને ડેમના નિર્માણ પહેલા તેમના રહેઠાણ બાબતે ખુલાસો કરે તેવી આદિવાસીઓમાં ગણગણાટ છે.