Skip to content
REAL NETWORK SURAT

REAL NETWORK SURAT

real-1-(1)
Primary Menu
  • Home
  • GUJARAT
  • INDIA
  • WORLD
  • BUSINESS
  • ENTERTAINMENT
  • TECH
  • AZAB-GAZAB
Live
  • Home
  • 2022
  • March
  • સુરતના વરાછામાં સ્પાની આડમાં ચાલતુ કુટણખાનું ઝડપાયું, લલનાઓ કઢંગી હાલતમાં પકડાય
  • GUJARAT
  • INDIA

સુરતના વરાછામાં સ્પાની આડમાં ચાલતુ કુટણખાનું ઝડપાયું, લલનાઓ કઢંગી હાલતમાં પકડાય

Real March 22, 2022
untitled_1647936835
Spread the love

સુરત: શહેરના વરાછા વિસ્તારમાં સ્પાની આડમાં કુટણખાનું ઝડપાયું છે. પોલીસ રેડમાં 3 ગ્રાહકો કઢંગી હાલતમાં ઝડપાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે. સુરતના વરાછા મારૂતિચોક ભરતનગર સોસાયટીમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર વરાછા પોલીસે રેડ કરી હતી, જેમાં ગ્રાહકોને ઝડપી પાડી ચાર લલનાને મુક્ત કરાવી હતી. સ્પાની આડમાં કુટણખાનું માથાભારે રામચંદ્ર સ્વાઈની પત્ની ભારતી અન્ય ઉડીયા યુવાન સાથે ચલાવતી હોય પોલીસે તે બંનેની તેમજ દુકાનમાલિકની પણ ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કંટ્રોલ રૂમને મળેલાર મેસેજના આધારે વરાછા પોલીસે ભરતનગર સોસાયટીમાં પહેલા માળે અનમોલ સ્પામાં રેડ કરી ત્યાંથી શરીર સુખ માણવા આવેલા ચાર ગ્રાહક મેહુલ ચુડાસમા, અશોક ખુટીયા, કાના વિક્રમ પરીડા અને પિતાબાસ દધીભાઇ બરડને ચાર લલના સાથે ઝડપી લીધા હતા.

પોલીસે પોલીસે ચારેય લલનાને મુક્ત કરાવી ઉડિયા યુવાન રતીકાંત હરીક્રિષ્ના જૈના સાથે સ્પાની આડમાં કુટણખાનું ચલાવતી માથાભારે રામચંદ્ર સ્વાઇની પત્ની ભારતીઅને રતીકાંતની પણ ધરપકડ કરી તેમની પાસેથી રોકડા, 7 મોબાઈલ ફોન, 8 કોન્ડોમ સહિતનો મુદ્દામાલ કબજે કરી દુકાન ભાડે આપનાર મનોજ નાગજીભાઇ માવાણીની પણ ધરપકડ કરી હતી. પોલીસે જ્યારે રેડ કરી ત્યારે ત્રણ કેબિનમાં ગ્રાહકો અને લલનાઓ કઢંગી હાલતમાં મળ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું હતું કે, કૂટણખાનાના સંચાલકો ગ્રાહકો પાસેથી 800 રૂપિયા લઈ લલનાઓને 300 રૂપિયા આપતા હતા. સમગ્ર મામલે વરાછા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, સુરતમાં અગાઉ પણ સ્પાની આડમાં ચાલતા કુટણખાના પકડાયા છે. થોડા સમય પહેલા શહેરના વેસુ વીઆઇપી રોડ પર આગમ શોપિંગ વર્લ્ડની પાસે મહાલક્ષ્મી ડ્રીમ્સના બીજા માળે ક્રિયા સ્પામાં આયુર્વેદિક મસાજ પાર્લરના નામે ચાલતા સેક્સ રેકેટનો ઉમરા પોલીસે પર્દાફાશ કર્યો હતો. પોલીસે જણાવ્યાનુસારઉમરા પોલીસના ડી સ્ટાફને સ્પામાં વૈશ્યાવૃત્તિ ચાલતી હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસે ડમી ગ્રાહકને 2 હજાર રૂપિયા આપી સ્પામાં મોકલ્યો હતો. જેમાં સેક્સ રેકેટ ચલાવતા સ્પાના માલિક, મેનેજર અને 6 ગ્રાહકો રંગરેલિયા મનાવતા ઝડપાયા હતા

About the Author

Real

Administrator

View All Posts

Post navigation

Previous: સુરત :- મોટા વરાછામાં 24 કલાક પાણી યોજનાનાં બિલ વસૂલાતાં વિરોધમાં રેલી યોજાય
Next: ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મેળવવા સુરતના આ જંકશન પર 72 કરોડના ખર્ચે ફ્લાય ઓવર બ્રિજ બનાવાશે

Related Stories

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026

Recent Post

  • WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત
    In ENTERTAINMENT, GUJARAT
  • WhatsApp Image 2026-05-25 at 4.08.04 PMસહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”
    In BUSINESS
  • admin-ajaxવરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો
    In BUSINESS, GUJARAT
  • l p savaniii.avi_snapshot_00.11.628એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો
    In GUJARAT
  • lok-adalat-0-1633760046સુરતમાં નાગરિકોને ઘરઆંગણે ન્યાય મળે તે હેતુથી મોબાઈલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું
    In GUJARAT

You may have missed

WhatsApp Image 2026-06-06 at 6.56.18 PM (1)
  • ENTERTAINMENT
  • GUJARAT

ભારત કો-ઓપ. બેન્કિંગ સમિટ – 2026 દ્વારા ગુજરાતની અગ્રણી વરાછા કો-ઓપ. બેંકને “Best Urban Cooperative Bank”, “Best Digital Bank of the Year” & “Best Mobile Banking Initiative” એવોર્ડ એનાયત

Real June 6, 2026
WhatsApp Image 2026-05-25 at 4.08.04 PM
  • BUSINESS

સહકારી બેંકોમાં અગ્રણી બેંક વરાછા કો-ઓપ. બેંક હવે “શિડયુલ્ડ બેંક”

Real May 25, 2026
admin-ajax
  • BUSINESS
  • GUJARAT

વરાછા કો-ઓપ. બેંકના નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો

Real April 20, 2026
l p savaniii.avi_snapshot_00.11.628
  • GUJARAT

એલપી સવાણી વિદ્યાભવન દ્વારા વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ “દશાવતાર” અત્યંત ભવ્યતા અને ઉત્સાહ સાથે આયોજિત કરવામાં આવ્યો

Real February 27, 2026
  • Home
  • Contact-Us
  • Terms and Conditions
  • About-Us
REAL NETWORK SURAT | MoreNews by AF themes.