
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ હાલમાં યોજાયેલ પાંચ રાજ્યોની ચૂંટણીમાં પંજાબને બાદ કરતાં ચાર રાજ્યોમાં ભાજપનો ભગવો લહેરાયો હતો કોંગ્રેસની કારમી હાર થતા કોંગ્રેસી ઉચ્ચ નેતાઓ સહિત કાર્યકર્તાઓમાં નિરાશા છવાઈ છે કોંગ્રેસનું ધોવાણ થતા હાલમાં ભાજપ દેશના સૌથી મોટા પક્ષ તરીકે સ્પષ્ટ થયો છે.વર્ષોથી ગુજરાતમાં સત્તા પર રહેલ ભાજપને હરાવવું હવે કોંગ્રેસનું ગજું ન હોવાનું ગુજરાતના કોંગ્રેસીઓ મનો મન સ્વીકારી લીધું હોય તેમ સ્પષ્ટ થઈ રહ્યું છે જેને કારણે કોંગ્રેસ છોડી ભાજપના શરણમાં જઇ રહ્યા ની વિગતો મળી રહી છે.
નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં વર્ષોથી કોંગ્રેસ પક્ષને તનમન ધનથી સેવા આપી પોતાના વિસ્તારમાં કોંગ્રેસની શાખ ટકાવી રહેલ જમીન થી જોડાયેલ કોંગ્રેસી આગેવાનોને કોંગ્રેસના ઉચ્ચહોદ્દેદારો સાચવી ન શકતા અહીં ભાજપે ફરી ગાબડું પાડ્યું છે ખેરગામ તાલુકાના જામનપાડા તળાવ ફળિયા ખાતે હનુમાનદાદાના મંદિરના પટાંગણમાં ભાજપ પક્ષ દ્વારા આયુષ્માન કાર્ડ અને ઇશ્રમ કાર્ડ વિતરણના રાખવામાં આવેલ કાર્યક્રમમાં આદિજાતિ વિભાગના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ અને નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ ભુરાભાઈ શાહની હાજરીમાં ખેરગામ તાલુકાના જુદા જુદા ચાર ગામોના કોંગ્રેસપક્ષના પ્રબળ સક્રિય સરપંચો તેમના લગભગ 300 જેટલા સમર્થકો સાથે ભાજપની કંઠી ધારણ કરી લેતા કોંગ્રેસપક્ષમાં ચકચાર મચ્યો છે સામે વિધાન સભાની ચૂંટણી આવનાર છે ત્યારે ચૂંટણી પહેલા જ ભાજપ સક્રિય થઈ ગયું છે અને કોંગ્રેસના ગઢ ગણાતા ખેરગામ તાલુકામાં ગાબડું પાડી કોંગ્રેસીઓને પોતાના પક્ષમાં જોડી લેતા ભાજપ અત્યારથી જ વિજય તરફ આગળ વધી રહ્યું હોય તેમ સ્પષ્ટ થઈ રહ્યું છે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા તમામને આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ ભાજપી કાર્યકર્તાઓ સાથે સન્માનિત કર્યું હતું અને ભાજપ પક્ષમાં તેવોને યોગ્ય સ્થાન આપવામાં આવશે નું જણાવ્યું હતું
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઈ આહિર, જિલ્લા સંગઠન મંત્રી તર્પણ બેન ,માજી જિલ્લા પ્રમુખ અમિતા બેન ,જિલ્લા પંચાયતના સભ્ય સુમિત્રાબેન, તાલુકા પંચાયતના પ્રમુખ રક્ષાબેન , તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ ચુનીભાઈ , મહામંત્રી શૈલેષભાઈ ટેલર જિલ્લા પંચાયતના માજી સભ્ય પ્રશાંત પટેલ , આગેવાન અરવિંદભાઈ ગરાસીયા ભૌતેશ કંસારા, સહિત મોટી સંખ્યામાં લોકો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.