
વલસાડ 29 (વિજય યાદવ )
કાળા બજારીયાઓનું મુખ્ય મથક બની ગયેલ વાંસદા તાલુકામાં સસ્તા અનાજના દુકાન સંચાલકો લાભાર્થી ગ્રહકોનું સરેઆમ શોષણ કરી રહ્યા ની લાંબા સમયથી બૂમ ઉઠી છે સસ્તા અનાજના દુકાન સંચાલકો ગરીબો માટે આવતા સરકારી અનાજમાં કટકી મારી મારવાડી વેપારીઓને વેચી પોતાના ગાજવા ભરી રહ્યાની ઉઠેલી લોકબુમથી વાંસદા તાલુકા પુરવઠા અધિકારી વિરલ પટેલ સહીત નવસારી જિલ્લા પુરવઠા અધિકારીની કામગીરી સામે પ્રશ્નાર્થ ચિહ્નનો લાગ્યા છે
વાંસદા તાલુકામાં કેટલાક સસ્તા અનાજના દુકાનસંચાલકો ફાટીને ધુમાડે ચઢ્યા છે વાંસદા તાલુકાના કણધા અને મોડાઆંબા ગામે કાર્યરત સસ્તા અનાજ મંડળીના સંચાલકો મહિનાના આખરી દિવસોમાં અનાજનું વિતરણ કરે છે જેને કારણે મંડળી પર લાભાર્થી ગ્રાહકોની ભારે ભીડ થતી હોય છે અનાજ મેળવવા માટે ગરીબ લાભાર્થીઓ મંડળી પર સવારમાં આવી જઈ લાઈનમાં માં ઉભા રહેવા મજબુર બન્યા છે બેસવાની યોગ્ય સુવિધા ન હોવાને કારણે ગ્રાહક લાભાર્થીઓ. મજબૂરીમાં ઘેટાં બકરાની જેમ બેસી તંત્રની અનાજ વિતરણની નીતિ સામે ફિટકાર વરસાવી રહ્યા છે સરકારે કુપનના રૂપિયા લેવા માટે નાફરમાન જાહેર કર્યું છે પરંતુ સસ્તા અનાજના દુકાન સંચાલકો કુપન પેટે લગભગ દશ રૂપિયા વસૂલી રહ્યાની પણ બૂમ ઉઠી છે. કૂપનના રૂપિયા અનાજના રૂપિયા સાથે જ ગણી ને લઇ લેવામાં આવે છે જેને કારણે ઓછું ભણેલા ગ્રાહકો સમજી શકતા નથી પ્રધાનમંત્રી તરફથી મફતમાં મળતા અનાજમાં વ્યક્તિ દીઠ 1 કિલો ઘઉં અને ચાર કિલો ચોખા સહીત રૂપિયાથી આપવામાં આવતું રેગ્યુલર અનાજમાં વ્યક્તિ દીઠ બે કિલો ઘઉં અને ત્રણ કિલો ચોખા આપવામાં આવે છે પરંતુ અહીં કેટલાક ગ્રાહકોને મફત વાળું અનાજ અપાતું ન હોવાની પણ બૂમ ઉઠી છે મોડાઆંબા ગામની અનાજ મંડળી 28મી જૂને બંધ હતી લાભાર્થી ગ્રાહકો અનાજ લેવા માટે આવ્યા પરંતુ મંડળી બંધ હોવાને કારણે અનાજ લેવા વગર જ પરત ગયા મોડાઆંબા ગામના મંડળી સંચાલક બીમાર હોવાને કારણે કણધા ગામની મંડળી સંચાલકને ત્યાંનો કારભાર સુપ્રત કરવામાં આવ્યો છે પરંતુ કણધા મંડળીમાં ગ્રાહકોને શંતોષજનક સેવા ન આપી શકનાર મંડળી સંચાલક મોડાઆંબાના લાભાર્થી ગ્રાહકોને કેવી સેવા આપતો હશે તે સમજવું બહુ મુશ્કેલ નથી લોકોને અનાજ ઓછું મળતું હોવાની રજુવાતો છતાં વાંસદા તાલુકા પુરવઠા અધિકારી વિરલપટેલના પેટનું પાણી હલતું નથી વિરલ પટેલ સસ્તા અનાજના દુકાન સંચાલકોના ખોળામાં બેસીને ફરજ બજાવતા હોવાને કારણે ગ્રાહકોની રજુવાતોની અવગણના કરતા હોવાની ગ્રાહકોમાં ચર્ચાય રહ્યું છે આ વિસ્તારમાં મોબાઈલ નેટવર્ક નો પ્રોબ્લેમ છે જેથી કોઈ ગ્રાહક ફોન દ્વારા જિલ્લાપૂર્વઠા અધિકારીને ફરિયાદ કરવા માંગે તો ફરિયાદ કરી શકતો નથી અને ગ્રાહક નેટવર્ક વાળા વિસ્તારમાં જઈ ફોન કરે તો જિલ્લા પુરવઠા અધિકારી ફોન રિસીવ કરતો નથી આ વિસ્તારમાં ચાલી રહેલ સરકારી અનાજની કાળા બજારી પુરવઠા વિભાગની રહેમ રહે ચાલી રહ્યું હોય તેમ લોકોમાં તરેહ તરેહની ચર્ચાઓ વ્યાપી છે