
ઓસ્ટ્રેલિયન ટીમ બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભારતને હરાવવા માટે તૈયારી કરી રહી છે. આ માટે તેઓએ એક નેટ બોલર પણ રાખ્યો છે જે ભારતના અનુભવી સ્પિનર આર અશ્વિનની જેમ બોલિંગ કરે છે. આ ખેલાડી ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોને બોલિંગ કરતો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા વાઈરલ થતા તેની ચર્ચા થઈ રહી છે.
આગામી બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભારતને હરાવવા ઓસ્ટ્રેલિયાએ નવો અખતરો કર્યો છે. મહેશ પીઠીયા નામના એક યુવક પાસે ઓસ્ટ્રેલિય ટીમ બોલીંગ કરાવી રહી છે તેનો વીડિયો હાલ ચર્ચામાં છે. આ બોલર ભારતના અનુભવી સ્પિનર આર અશ્વિનની જેમ જ બોલીંગ કરે છે. મહેશ પીઠીયાએ જણાવ્યુ હતું કે ઘરની પરિસ્થિતિ સારી ન હોવાને કારણે તેણે ફતેહગંજમાં ચાના સ્ટોલ પર કામ કર્યુ હતું. દિવસ દરમિયાન ક્રિકેટ રમવું અને સાંજે કામ કરવું મુશ્કેલ હતું. ઘરમાં ટીવી ન હોવાને કારણે પાનની દુકાને પહેલીવાર અશ્વિનને રમતા ટીવીમાં લાઈવ જોયો હતો.
પીઠિયા ડોમેસ્ટિક ક્રિકેટમાં પ્રભુત્વ ધરાવે છે
મને મારી ક્લબે નવા ક્રિકેટ શૂઝ ખરીદવામાં મદદ કરી અને કેટલાક અન્ય લોકોએ ક્રિકેટ કિટ્સ આપી હતી. પીઠિયાએ ઓક્ટોબર 2022માં T20I ડેબ્યૂ કર્યું હતું. આ ઉપરાંત તેણે ગયા વર્ષે ડિસેમ્બરમાં રણજી ટ્રોફી ડેબ્યૂ કર્યુ હતું. તેણે ઓસ્ટ્રેલિયા પર એક છાપ છોડી છે અને તે તેમની તૈયારીનો મહત્વનો ભાગ છે. પીઠિયાએ કહ્યું હતું કે હવે મારા માતા-પિતા ખૂબ ખુશ છે.