
સુરતના લસકાણા વિસ્તારની વિપુલનગર પાસે ગટરમાં આખલો પડ્યો હતો. એક દોઢ કલાકથી અંદર પડેલા આખલો બહાર આવવાની કોશિશ કરવા છતાં તે બહાર નીકળી શકતો ન હતો. આખરે ગટર માં જોતા રાહદારીઓએ ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમ પહોંચી ને આખલાને ક્રેઈનની મદદથી લગભગ દોઢેક કલાકલની ભારે જહેમત બાદ બહાર કાઢ્યો હતો.
લસકાણા વિસ્તારમાં આખલો ગટરમાં પડી જતા રાહદારીએ સુરત ફાયર વિભાગને ફોન દ્વારા જાણ કરી હતી. સુરત ફાયર વિભાગ દ્વારા કામરેજ ફાયર વિભાગને આ કોલ આપ્યો હતો. ઘટનાની જાણ થતા કામરેજ ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળ પર પહોંચીને આખલાને કાઢવાની કોશિશ કરી પરંતુ આખલા નું વજન વધુ હોવાથી બહાર કાઢી શક્યા નહીં. ત્યારબાદ કામરેજ ફાયર વિભાગ દ્વારા ક્રેઈનની મદદ લેવી તેવી સ્થિતિ હતી. આટલાનો વજન વધુ હોવાથી કામરેજ ફાયર વિભાગએ આખરે ક્રેઈન બોલાવીને તેને બહાર કાઢવાનું નક્કી કર્યું. આખરે દોઢ કલાકની ભારે જહેમત બાદ આખલાને ફાયર વિભાગના જવાનો બહાર કાઢવામાં સફળ રહ્યા હતા.